વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?

વોટ્સએપમાં મોબાઇલ નંબર સેવ કર્યા વગર મેસેજ કેવી રીતે મોકલવો? તેની આજે આપણે રીત જાણીશું જે તમને ઘણી ઉપયોગી થશે.

મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે આપણને કોઈ પણ નવા વ્યક્તિને વોટ્સએપ પર મેસેજ કરવો હોય છે ત્યારે દર વખતે તમારે તે નવો નંબર સેવ કરવો પડે છે અને ત્યારબાદ જ તમે નવા વ્યક્તિને મેસેજ કરી શકો છો.

પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે એક એવી સરળ રીત જાણીશું જેના દ્વારા તમે વોટ્સએપ પર કોઈ પણ નવા વ્યક્તિને તેનો નંબર સેવ કર્યા વાર મેસેજ મોકલી શકો છો.

તમને હું કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન કે કોઈ પણ જગ્યાએ લૉગ ઇન કરવા માટેનું નથી કહેવાનો, આ વોટ્સએપની જ એક મુખ્ય રીત છે.

વોટ્સએપ પર મોબાઇલ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની રીત

વોટ્સએપ પર મોબાઇલ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની રીત

મોબાઇલમાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો.

ક્રોમ બ્રાઉઝરનું એડ્રેસ બાર

  • હવે તેના એડ્રેસ બારમાં "wa.me/દેશના કોડ સાથે મોબાઇલ નંબર" લખવાનો છે. ભારતનો કોડ 91 છે તો તમારે "wa.me/" પછી 91 અને જેને તમારે મેસેજ કરવાનો છે એનો મોબાઇલ નંબર લખવાનો છે જેમ કે Techzword નો વોટ્સએપ નંબર 7600940342 છે તો તમે અમારો નંબર સેવ કર્યા વગર અમને "wa.me/917600940342" એન્ટર કરીને મેસેજ મોકલી શકો છો.

વોટ્સએપ ચેટ પર જાવો.

  • હવે લીલા કલરના બટન પર ક્લિક કરશો તો તમારું વોટ્સએપ ખૂલી જશે.

વોટ્સએપ ચેટ વિન્ડો

  • આવી રીતે ડાઇરેક્ટ તમારું વોટ્સએપ ખુલશે અને તમે તે નંબર પર મેસેજ કરી શકશો.

તો મિત્રો આશા છે કે આ રીત તમને સરળ લાગી હશે. તમને આ ફીચર કેટલું ઉપયોગી થશે? એ જરૂર નીચે જણાવો.

અમારી નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર તમે Hi લખો અને અમારી દર નવી પોસ્ટ તમને વોટ્સએપ દ્વારા મળશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]