ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર કેવી રીતે લગાવવું? (6 પગલાં)

આજે આપણે 6 પગલાં અનુસરીને ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર સેટ કરવાની સરળ રીત જાણીશું તો ચાલો જાણીએ.

ટેલિગ્રામ એપ એક ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે અને તેમાં ઘણા એવા ફીચર્સ રહેલા છે જેના વિશે આપણને ખબર નથી હોતી, આજે આપણે ટેલિગ્રામના રિમાઈન્ડર (Reminders) ફીચર વિશે વાત કરીશું કે ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર કેવી રીતે સેટ કરવું? તો ચાલો રીત જાણીએ.

ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર લગાવવાની રીત

ટેલિગ્રામ એપમાં રિમાઈન્ડર લગાવવાની રીત

ટેલિગ્રામ એપ ખોલો
  • સૌપ્રથમ ટેલિગ્રામ એપ ખોલો અને સર્ચ બટન પર ક્લિક કરો.

ટેલિગ્રામમાં સર્ચ કરો

  • હવે સર્ચ બટનમાં "Saved" સર્ચ કરો અને Saved Messages પર ક્લિક કરો.

ટેલિગ્રામમાં રિમાઈન્ડર મેસેજ લખો
  • તમારે રિમાઈન્ડર તરીકે જે મેસેજ લખવો હોય તે તમે અહી લખો.

ટેલિગ્રામમાં રિમાઈન્ડર સેટ કરો

  • હવે ભૂરા કલરના Send બટનને દબાવી રાખો અને "Set a reminder" પર ક્લિક કરો.

ટેલિગ્રામમાં રિમાઈન્ડર સમય પસંદ કરો

  • હવે અહી તમારે રિમાઈન્ડર સમય પસંદ કરવાનો છે, અહી તમે જે સમય પસંદ કરશો એટલા સમયે રિમાઈન્ડર નોટિફિકેશન તમને મળશે.

  • હવે તમારું રિમાઈન્ડર સેટ થઈ જશે.

આવી રીતે તમે ટેલિગ્રામ એપમાં એક રિમાઈન્ડર સેટ કરી શકો છો. શું તમને આ ફીચર વિશે ખબર હતી? તે નીચે કમેંટમાં જરૂર જણાવજો. અંત સુધી વાંચવા માટે ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]