માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે રસપ્રદ જાણકારી

મિત્રો આજે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે વાત કરીશું જેમાં તમને માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે રસપ્રદ જાણવા જેવી માહિતી મળશે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમની શ્રેણી છે જે પર્સનલ કમ્પ્યુટર માટેના ઓપરેટિંગ સિસ્ટમ માટે ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં ઘણા ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 10 વગેરે છે.

આ બધા ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવે છે જેના સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલન છે.

આજે આપણે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ OS વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ જાણકારી જાણીશું જેને જાણીને તમને પણ જરૂર આનંદ આવશે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે રસપ્રદ જાણકારી

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે જાણવા જેવી માહિતી

 • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે "વિન્ડોઝ" તરીકે પણ ઓળખાય છે જેની શરૂઆત 20 નવેમ્બર 1985માં બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા થઈ હતી.
 • શું તમને ખબર છે કે 2009થી વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 ના યુનિટનું વેચાણ પૂરા યુરોપના વસ્તી કરતાં પણ વધારે છે.
 • એકદમ શરૂઆતમાં બિલ ગેટ્સ આ ઓપરેટિંગ સિસ્ટમનું નામ "ઇન્ટરફેસ મેનેજર" રાખવાનું વિચારી રહ્યા હતા.
 • આ જાણીને તમને આશ્ચર્ય થશે કે વિન્ડોઝ 1.0 નું સાઇઝ 1 MB થી પણ ઓછું હતું.
 • 1988માં માઇક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી પીસી સોફ્ટવેર કંપની બની ગઈ હતી જેનું સૌથી વધારે વેંચાણ થયું હતું.
 • માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 95માં "સ્ટાર્ટ બટન, ટાસ્કબાર અને કલોઝ બટન" રજૂ કર્યા હતા.
 • 25 ઓક્ટોમ્બર 2001માં માઇક્રોસોફ્ટએ Windows XP ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કર્યું હતું અને આ OS માઇક્રોસોફ્ટના સોફ્ટવેર ડેવલોપમેંટના ઇતિહાસમાં સૌથી વધારે વેંચાતું પ્રોડક્ટ બન્યું હતું.
 • Windows Nashville, Windows Cairio અને Windows Neptune, આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝના લોન્ચ ન થયેલા વર્ઝન છે.
 • વિન્ડોઝ 7 ની સફળતા સાથે માઇક્રોસોફ્ટએ એપલ કંપનીને ગ્રાહકોની સંતુષ્ટિના આધાર પર હરાવી હતી.
 • 2015માં માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 10 સાથે "Cortana" ને લોન્ચ કરી હતી જે ગૂગલ આસિસ્ટન્ટ અને સિરીને જેમ પર્સનલ આસિસ્ટન્ટ છે.
 • શું તમને ખબર છે મિત્રો કે MS-DOS આધારિત વિન્ડોઝ 98 છેલ્લું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હતું.
 • અત્યારે વિન્ડોઝનું લેટેસ્ટ વર્ઝન Windows 10 છે પણ હવે Windows 11, આ 5 ઓક્ટોમ્બર 2021ના રોજ લોન્ચ થશે.

મિત્રો આશા છે કે આજે તમને માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, આ માહિતી જરૂર તમારા મિત્રો સાથે શેયર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]