ઇન્સ્ટાગ્રામ તમારા એકાઉન્ટને વેરિફાય કરવા તમારો વિડિયો માંગે છે..!! જાણો વધારે

ઇન્સ્ટાગ્રામએ હવે યુઝરને વેરિફાય કરવા માટે વિડિયો સેલ્ફિ માંગવાનુ ચાલુ કર્યું છે જેનાથી તેઓ તેમના યુઝરને વેરિફાય કરી શકે કે તે માણસ છે કે નહીં...!!
ઇન્સ્ટાગ્રામ તમારા એકાઉન્ટને વેરિફાય કરવા હવે તમારો વિડિયો ઉતારવાનું કહે છે..!!
Img Source: @MattNavarra at Twitter

મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેક એકાઉન્ટ હોય છે અને ઘણા બોટ એકાઉન્ટ પણ હોય છે જેનો ઉપયોગ લાઈકની સંખ્યા અથવા ફોલોવર્સની સંખ્યા વધારવા માટે થાય છે.

ઇન્સ્ટાગ્રામ હવે તેવા ફેક અને બોટ એકાઉન્ટની ચકાસણી કરવા માટે તમારો વિડિયો શૂટ કરીને વેરીફાય કરે છે કે તમે એકાઉન્ટ ચલાવનાર માણસ છો કે નહીં

ટ્વિટર પર તેમને જણાવ્યુ છે કે તેમને આ એક વર્ષ પહેલા ચાલુ કર્યું હતું જેનાથી તેઓ જાણી શકે છે કે "આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પાછળ કોઈ વ્યક્તિ છે કે નહીં."

તેમને ટ્વિટમાં ઉદાહરણ આપીને પણ જણાવ્યુ કે "કોઈ વ્યક્તિ થોડાક જ સેકન્ડમાં ખૂબ વધારે સંખ્યામાં પોસ્ટને લાઈક કરે અને ખૂબ મોટી સંખ્યામાં એકાઉન્ટને ફોલો કરે" તો ઇન્સ્ટાગ્રામ જાણી શકશે કે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પાછળ કોઈ સાચો વ્યક્તિ છે કે નહીં.

ઇન્સ્ટાગ્રામએ જણાવ્યુ છે કે તેમની ટિમ તે બધા વિડિયોને રિવ્યૂ કરશે અને તેને 30 દિવસમાં ડિલીટ કરશે. ટ્વિટર પર ઘણા લોકોએ જણાવ્યુ કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વિડિયો સેલ્ફિ શૂટ કરવાનું કહે છે.

આશા છે કે આ ટેક સમાચાર તમને પસંદ આવ્યા હશે, તમારા મિત્રોને પણ જરૂર જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]