હવે ટેલિગ્રામ એપમાં પણ જાહેરાતો આવશે, કંપનીએ કરી ઘોષણા..!!

ટેલિગ્રામએ પોતાના પ્લૅટફૉર્મ પર જાહેરાત ચાલુ કરવાની ઘોષણા કરી છે જેના દ્વારા તમે ચેનલ અને બોટને પ્રમોટ કરી શકો છો, આજે આપણે આના વિશે જાણીશું.
હવે ટેલિગ્રામ એપમાં પણ જાહેરાતો આવશે
ટેલિગ્રામ વોટ્સએપ જેવુ એક મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જે વોટ્સએપને ધીમે-ધીમે ટક્કર આપી રહ્યું છે.

ટેલિગ્રામએ હવે ઘોષણા કરી છે કે તેઓ હવે પોતાના પ્લૅટફૉર્મ પર જાહેરાતો લાવી રહ્યા છે જે "Sponsored Message" છે.

આ ફીચર દ્વારા જાહેરાતકર્તા (Advertisers) અથવા કોઈ પણ યુઝર ટેલિગ્રામમાં પોતાના ચેનલ અને બોટનું પ્રમોશન કરી શકશે.

ટેલિગ્રામએ જણાવ્યુ છે કે આ એક એવો મેસેજ હશે જેમાં 160 અક્ષરની અંદર લખાણ હશે, જેમાં કોઈ ફોટો, વિડિયો કે કોઈ બહારની લિન્ક નહીં હોય, તમે જ્યારે તે મેસેજ પર ક્લિક કરશો ત્યારે કોઈ બોટ કે ચેનલ પર પહોચી જશો.

જે પબ્લિક ટેલિગ્રામ ચેનલોમાં 1000થી વધારે સભ્યો (1K+ Subscribers) હશે તેમના ચેનલમાં આવો તમને "Sponsored Message" જોવા મળશે. (નીચેનો વિડિયો પણ જોજો)

દર એક ચેનલમાં એક જ તમને આવો મેસેજ જોવા મળશે, તમારા પ્રાઇવેટ ચેટ અથવા ગ્રુપમાં તમને કોઈ જાહેરાત નહીં દેખાય.

ટેલિગ્રામ જાહેરાતોને વધારે સારું બનાવવા યુઝરના ડેટાનો ઉપયોગ નહીં કરે, ટેલિગ્રામ ચેનલ જે વિષયનો હશે તેમાં તે જ વિષયને લગતો તમને Sponsored Message જોવા મળશે જે ટૂંકો હશે.

આ ફીચર હજુ ટેસ્ટિંગમાં છે અને બધા માટે ઉપલબ્ધ નથી, જ્યારે લોન્ચ થશે ત્યારે જેમને જાહેરાત ચલાવવી છે તેમની પાસેથી નાનો-મોટો ખર્ચો પણ લેવામાં આવશે.

ટેલિગ્રામનો વિચાર છે કે જે ચેનલમાં આ જાહેરાત ચાલશે તે ચેનલના માલિકને પણ થોડા પૈસા આપવામાં આવે.

ટેલિગ્રામએ જણાવ્યુ છે કે તેઓ જાહેરાતોને ટાર્ગેટ કરવા યુઝરના ડેટા ટ્રેક નહીં કરે અને તેને કોઈ જાહેરાતકર્તા સાથે પણ શેર નહીં કરે.

આશા છે કે આજના ટેક સમાચાર તમને પસંદ આવ્યા હશે, તમારા મિત્રોને પણ આ માહિતી પહોચાડજો. (સ્ત્રોત: promote.telegram.org)

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]