જાણો 21/11/2021ના ટોપ ટેક સમાચાર

આજે આપણે જાણીશું 21/11/2021 તારીખના ટોપ ટેક સમાચાર...
21/11/2021 તારીખના ટોપ ટેક સમાચાર
  • ઇન્સ્ટાગ્રામ અત્યારે એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામની વેબસાઇટ દ્વારા ચેટિંગ કરતી વખતે ઓડિઓ અને વિડિયો કોલ કરી શકશો.
  • ભવિષ્યમાં તમને ઇન્સ્ટાગ્રામમાં એવું ફીચર જોવા મળી શકે છે જેના દ્વારા તમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી એડિટ કરતાં હોવ અને ઓટોમેટિક તમારી એપ બંધ થઈ જાય તો પણ તમારી સ્ટોરી ઓટોમેટિક ડ્રાફ્ટમાં સેવ થઈ જાય છે.
  • ફેસબુક તમને આપશે એવું ફીચર જેના દ્વારા તમે નક્કી કરી શકશો કે તમારે News Feed માં કેવું કન્ટેન્ટ જોઈએ છે, ઉદાહરણ તરીકે તમારા મિત્રોના ફોટો, પબ્લિક ફિગરના ફોટાઓ, ગ્રુપના ફોટા વગેરે..
  • યુટ્યુબ Android TV માં ઓટોપ્લે પ્રીવ્યૂ ફીચર હોમ સ્ક્રીન પર ટેસ્ટિંગ કરી રહ્યું છે.
  • ગૂગલ પોતાના પ્લેસ્ટોરની વેબસાઇટને નવો દેખાવ આપી રહ્યું છે, તેને નવી રીતે ડિઝાઇન કરી રહ્યું છે.
  • ગૂગલ મીટએ પોતાના વેબ વર્ઝનમાં નવા બૅકગ્રાઉન્ડ ઉમેર્યા છે જેમાં 3 બૅકગ્રાઉન્ડ બધા વર્કસ્પેસ ગ્રાહકો, G Suit બેસિક, Business Customer અને પર્સનલ ગૂગલ એકાઉન્ટ વાળા યુઝર માટે પણ અને 5 વધારાના બૅકગ્રાઉન્ડ જે નવી લાઇટ અને કલર ફિલ્ટર સાથે તે બધા ગૂગલ વર્કસ્પેસ ગ્રાહકો, G Suit Basic અને Business Customer માટે ઉપલબ્ધ થશે.
  • ટ્વિટરએ હવે જણાવ્યુ છે કે હવે તેઓ વેબ પેજના AMP વર્ઝનને મોબાઇલમાં લોડ નહીં કરે.
  • ઇન્સ્ટાગ્રામ એવા ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે જેના દ્વારા તમે તમારી ઇન્સ્ટાગ્રામની ફીડ પોસ્ટમાં પણ Music ઉમેરી શકશો.

મિત્રો આશા છે કે તમને આજના આ શોર્ટ ટેક સમાચાર પસંદ આવ્યા હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

]