એન્ડ્રોઇડ મોબાઈલમાં વિડિઓની સાઈઝ કેવી રીતે ઘટાડવી?

મિત્રો ચાલો જાણીએ કે તમે કેવી રીતે તમારા એન્ડ્રોઇડ ફોનમાં વિડિયોની સાઇઝ ઘટાડી શકો છો? - How to Compress Video in Your Android Phone? in Gujarati
મિત્રો ઘણી વખત તમારી પાસે ઇન્ટરનેટ ડેટા ઓછો હોવાથી તમે લાંબા વિડિયો તમારા મિત્રોને અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શેર (Share) નથી કરી શકતા કારણ કે તે વિડિયોની સાઇઝ (Size) ઘણી વધારે હોય છે.

પણ તમે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં જ વિડિયોની સાઇઝને સરળતાથી ઘટાડી શકો છો, તો ચાલો જાણીએ કે તમે કઈ રીતે તમારા એન્ડ્રોઇડ ફોનમાં વિડિયોની સાઇઝમાં ઘટાડો કરી શકો છો.

એન્ડ્રોઇડ મોબાઈલમાં વિડિયોની સાઇઝ ઘટાડવાની રીત

એન્ડ્રોઇડ મોબાઈલમાં વિડિયોની સાઇઝ ઘટાડવાની રીત

Video Compressor - Video to MP4 App on Playstore

Compress Button

  • આ એપ ખોલો અને "Compress" પર ક્લિક કરો.

Press Allow Button to Access Files

  • આ એપ તમારા ફોનની ફાઇલને એક્સેસ કરી શકે તે માટે તમારે આ એપને પરવાનગી આપવી પડશે એટલે પરવાનગી આપવા માટે "Allow" પર ક્લિક કરો.

Select Video From Mobile Gallery

  • હવે કોઈ પણ વિડિયોને તમારા ફોનમાંથી સિલેક્ટ કરો.

Select Compression Size and Press Save Button

  • હવે અલગ-અલગ વિડિયોની સાઇઝ પ્રમાણે તમે તે વિડિયોની સાઇઝ ઘટાડી શકો છો, કોઈ પણ તમારી ઈચ્છા પ્રમાણેની સાઇઝ સિલેક્ટ કરીને ઉપર "Save" પર ક્લિક કરો.

Rename File Name And Press Compress

  • હવે તમારી વિડિયો ફાઇલનું નામ આપો અને "COMPRESS" પર ક્લિક કરો.

Press Done When Compression Process Complete
  • વિડિયો જ્યારે કંપ્રેસ થાય એટલે "Done" બટન દબાવો.

તમને તમારો કંપ્રેસ થયેલો વિડિયો ગેલેરીમાં જોવા મળી જશે, મિત્રો આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે અને તમે સરળતાથી વિડિયોને કંપ્રેસ કરીને ઓછા ઇન્ટરનેટ ડેટા પર લાંબો વિડિયો શેર કરી શકશો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

]