રિચાર્જ કરવાવાળા દુકાનદારો કેવી રીતે પૈસા કમાય છે?

ચાલો જાણીએ કે મોબાઇલમાં રિચાર્જ કરવાવાળા દુકાનદારો પૈસા કેવી રીતે કમાતા હોય છે? | How Recharge Shops Earn Money? in Gujarati Language

મિત્રો જ્યારે ભારતમાં Jio કંપની ન આવી હતી અને UPI જેવી ઝડપી પેમેન્ટ સિસ્ટમ ન હતી ત્યારે આપણે પોતાના સિમ કાર્ડનું રિચાર્જ કરવા માટે દુકાનો પર જતાં અને ત્યાં આપણે પોતાનો મોબાઇલ નંબર આપતા અને આપણાં મોબાઇલ નંબર પર રિચાર્જ આવી જતું હતું,

ઘણા લોકો 50, 100, 150 જેટલા રૂપિયાનુ રિચાર્જ કરાવતા હતા જેથી તે લોકો લાંબી વાતો કરી શકે, ઘણા લોકો ઇન્ટરનેટ ડેટાનું પણ રિચાર્જ કરાવતા પણ તે વખતે ઇન્ટરનેટ ડેટાનો ભાવ મોંઘો હતો,

હવે આજની વાત કરીએ તો આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના UPI દ્વારા ગૂગલ પે, પેટીએમ, ફોનપે જેવી પેમેન્ટ સર્વિસ દ્વારા જ રિચાર્જ કરાવી લે છે.

તો ચાલો આજે આપણે જાણીશું કે રિચાર્જની દુકાનવાળા લોકો પૈસા કેવી રીતે કમાતા હોય છે? તો ચાલો જાણીએ.

રિચાર્જની દુકાનવાળા પૈસા કેવી રીતે કમાય?

રિચાર્જની દુકાનવાળા કેવી રીતે કમાણી કરે છે?

મિત્રો રિચાર્જ કરવાવાળા દુકાનદારને રિચાર્જ કરાવવા બદલ ઘણું ઓછું કમિશન મળતું હોય છે કારણ કે આ કમિશનની રકમ ટોટલ રિચાર્જમાંથી 1% થી 3% સુધી હોય છે,

ઉદાહરણ તરીકે જો કોઈ દુકાનદાર તમને 100 રૂપિયાનું રિચાર્જ કરાવી આપે તો એ દુકાનદારને 1, 1.25, 1.30, 2 રૂપિયા જેટલું કમિશન મળતું હોય છે.

આ દુકાનદારો કોઈ એક ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડાયેલા હોય છે, આ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા તેમને કમિશન મળે છે અને ડિસ્ટ્રીબ્યુટર દુકાનદારને રિચાર્જની સુવિધા પ્રદાન કરે છે.

હવે અલગ-અલગ ડિસ્ટ્રીબ્યુટર અને સિમકાર્ડ કંપનીઓ ઉપર આધાર રાખે છે કે તેમનો કેટલો રેટ હોય છે.

પણ આ દુકાનદારો માત્ર રિચાર્જના બિઝનેસથી જ પૈસા નથી કમાતા, પણ તેમની દુકાનમાં તમને ઘણી અલગ-અલગ વસ્તુ વેચાતી દેખાશે, જેમ કે ભણવાનું મટિરિયલ, ઝેરોક્ષ, પ્રિંટિંગ, પાસપોર્ટ ફોટા, ચોકલેટ, નાસ્તો, પાનકાર્ડ સર્વિસ, આધારકાર્ડ સર્વિસ, યોજનાની સર્વિસ, ઈલેક્ટ્રોનિક ઉપકરણનું વેચાણ વગેરે..

આવી ઘણી અલગ-અલગ રીતે રિચાર્જની દુકાનવાળા વ્યક્તિ પૈસા કમાય છે, આશા છે કે તમને આ પોસ્ટ દ્વારા સરળ રીતે સમજણ પડી હશે કે રિચાર્જ કરવાવાળા દુકાનદાર કમાણી કેવી રીતે કરે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

]