ટ્રુકોલર શું છે? Truecaller પૈસા કેવી રીતે કમાય છે?

ટ્રુકોલર (Truecaller) એક એવી એપ છે જે તમને અજાણ્યા મોબાઇલ નંબરના માલિકનું નામ જણાવે છે - What is Truecaller? in Gujarati

મિત્રો તમારા ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે અને તમે તે વ્યક્તિનું નામ નથી જાણતા તો તમે શું કરશો? જો તમને કોઈ અજાણ્યા વ્યક્તિનું નામ કોલ આવતી વખતે જ જાણવા મળી જાય તો તમારો અનુભવ કેવો રહશે?

આજે આપણે વાત કરીશું ટ્રુકોલર (Truecaller) પ્લૅટફૉર્મ વિશે જે તમને અજાણ્યા ફોન નંબર પરથી કોઈનો કોલ આવે તો તે વખતે જ તમને તે નંબરના માલિકનું નામ બતાવી દે છે,

શરૂઆતમાં આ જાદુ જેવુ તમને લાગશે પણ તમે આ પોસ્ટ વાંચશો તો તમને વધારે આઇડિયા આવશે કે આ "ટ્રુકોલર (Truecaller)" શું છે અને તે કઈ રીતે તમને અજાણ્યા નંબરોની પાછળ વાત કરતાં વ્યક્તિઓના નામ જણાવે છે, તો ચાલો જાણીએ.

ટ્રુકોલર શું છે?

ટ્રુકોલર શું છે? - What is Truecaller? in Gujarati

ટ્રુકોલર એક મોબાઇલ એપ્લિકેશન છે જે અજાણ્યા મોબાઇલ નંબરના નામ જાણવા, સ્પેમ નંબરોને તરત બ્લોક કરવા, નંબર પર મેસેજ કરવા, જરૂરિયાત વગરના SMS ને બ્લેકલિસ્ટ કરવા જેવા વગેરે કામો કરવાની સુવિધા આપે છે જેથી કોઈ પણ યુઝર પોતાના કોલને સરળતાથી મેનેજ કરી શકે.

ટ્રુકોલરને જો આપણે ટૂંકમાં જાણીએ તો આ એક એવી એપ છે જે તમને જણાવે છે કે તમારા નંબર પર તમને કોણ કોલ કરી રહ્યું છે અને તે નંબર તમારા ફોનમાં સેવ કર્યો હોય કે ન કર્યો હોય તો પણ ટ્રુકોલર તમને તે નંબરના માલિકનું નામ જણાવે છે.

ટ્રુકોલરની શરૂઆત ક્યારે થઈ હતી? - Truecaller Found Date in Gujarati

ટ્રુકોલરની શરૂઆત 1 જુલાઈ 2009માં થઈ હતી.

ટ્રુકોલરની સ્થાપના કોણે કરી? - Truecaller Founder Name in Gujarati

ટ્રુકોલરની શરૂઆત બે એંજીનિયર વિધ્યાર્થીઓ Nami Zarringhalam અને Alan Mamedi2009માં કરી હતી.

ટ્રુકોલર કેવી રીતે કામ કરે છે? - How Truecaller Work? in Gujarati

જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં ટ્રુકોલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે ત્યારે ટ્રુકોલર એપ તમારા સ્માર્ટફોન પાસે ઘણી બધી પરવાનગીઓ (Permission) માંગે છે, જેમ કે કોલ કરવા માટે, મેસેજ કરવા માટે, કેમેરો એક્સેસ કરવા માટે, કોલ રેકોર્ડ કરવા માટે, તમારા ફોનમાં સેવ કરેલા નંબર જોવા માટે વગેરે,

એક વખત તમે ટ્રુકોલરને આ બધી પરવાનગી આપો છો ત્યારે ટ્રુકોલર તમારા ફોનના ડેટાને પોતાના સર્વરમાં સ્ટોર કરે છે, જેમ કે તમારા સ્માર્ટફોનમાં જેટલા પણ મોબાઇલ નંબર તમે સેવ કર્યા હોય તો તેને ટ્રુકોલર નામ સાથે પોતાના સર્વરમાં સ્ટોર કરશે.

આવી રીતે ટ્રુકોલર જેટલા પણ લોકોના ફોનમાં ઇન્સ્ટોલ હશે તો ટ્રુકોલર તેમના ફોનમાં સેવ કરેલા મોબાઇલ નંબરને પોતાના સર્વરમાં સ્ટોર કરવાનું ચાલુ કરશે.

હવે જ્યારે કોઈ નવા વ્યક્તિએ ટ્રુકોલર એપ ઇન્સ્ટોલ કરી અને તેની પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો ત્યારે ટ્રુકોલર સૌથી પહેલા પોતાના સર્વરમાં ચેક કરશે કે આ નંબર છે કે નહીં, આ નંબર કયા નામથી સેવ થયેલો છે? આ નંબર વધારે વખત જે નામથી સેવ થયો હોય તેનું નામ ટ્રુકોલર તે અજાણ્યા નંબર સાથે તે ટ્રુકોલર યુઝરને બતાવી દેશે.

આ રીતને ક્રાઉડસોર્સિંગ કહેવાય છે, ટ્રુકોલર આપણાં ફોનમાંથી જ મોબાઇલ નંબર અને નામ લઈને બીજા વ્યક્તિઓને બતાવે છે,

જો કોઈના ફોનમાં ટ્રુકોલર એપ ન ઇન્સ્ટોલ હોય તો?

હવે તમારા મનમાં સવાલ હશે કે "જો કોઈ વ્યક્તિએ આજ સુધી પોતાના ફોનમાં ટ્રુકોલર ઇન્સ્ટોલ નથી કર્યું અથવા ટચ સ્ક્રીન વગરના ફોનમાં તો ટ્રુકોલર જ નથી હોતું તો તેવી પરિસ્થિતીમાં ટ્રુકોલર કેવી રીતે તે વ્યક્તિનો નંબર અને તેનું નામ તપાસસે?"

ટ્રુકોલર પાસે આ સમસ્યાનું પણ સમાધાન છે, ભલે ટ્રુકોલર તે વ્યક્તિના ફોનમાં સ્ટોર નથી, પણ આ વ્યક્તિનો નંબર તેના મિત્રોના ફોનમાં અથવા સગા-સબંધીઓના ફોનમાં તો નામ સાથે સેવ હશે અને ટ્રુકોલર એપ આ વ્યક્તિના મિત્રો અને સગા-સબંધીઓના ફોનમાં ઇન્સ્ટોલ હશે તો ટ્રુકોલર તેમના કોંટેક્ટ લિસ્ટ લેતી વખતે જ આ વ્યક્તિનો નંબર પણ પોતાના સર્વરમાં સ્ટોર કરી દેશે.

ટ્રુકોલર એપ પૈસા કેવી રીતે કમાય છે? - How Truecaller Earn Money? in Gujarati

  • ટ્રુકોલરનો ઉપયોગ જ્યારે તમે કરો છો ત્યારે તમને ઘણી જાહેરાતો દેખાતી હોય છે, જ્યારે કોઈ વ્યક્તિનો કોલ તમારા ફોનમાં આવે ત્યારે પણ તમને ટ્રુકોલર તે વ્યક્તિનું નામ બતાવે છે અને તેની નીચે તમને જાહેરાત પણ જોવા મળે છે, તો ટ્રુકોલર યુઝરને આ જાહેરાતો બતાવીને પૈસા કમાય છે.
  • ટ્રુકોલરમાં તમને અમુક વધારાના ફીચર્સ પણ જોવા મળે છે જે તમને મફત ઉપયોગ કરવા નથી મળતા, આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે પૈસા ચૂકવવા પડે છે, આ રીતે ટ્રુકોલર પોતાનું પ્રીમિયમ સબ્સક્રિપશન દ્વારા પણ કમાણી કરે છે.
  • ટ્રુકોલર ઘણા ધંધાઓ અને માર્કેટિંગ કંપનીઓને પ્રોફેશનલ સર્વિસ પણ આપે છે, જેમાં તે ધંધાઓ અને માર્કેટિંગ કંપનીઓને ટ્રુકોલરમાં વધારાના ફીચર્સ આપવામાં આવે છે અને તેઓ Truecaller દ્વારા પણ પોતાના કસ્ટમર પાસે પહોચી શકે અને જેના દ્વારા તેઓ વધારે કમાણી કરે છે.

આ રીતે ટ્રુકોલર ઘણી અલગ - અલગ રીતોથી પૈસા કમાય છે.

ટ્રુકોલરના ફીચર્સ - Truecaller Features in Gujarati

  • તમે ટ્રુકોલર દ્વારા અજાણ્યા નંબરનો ફોન ઉઠાવતા પહેલા જ જાણી શકશો તેનું નામ
  • તમે સ્કીમ, માર્કેટિંગ, ફ્રોડ વગેરેના કોલને તરત બ્લોક કરી શકશો.
  • તમે ટ્રુકોલરની એપ દ્વારા પણ ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો.
  • ટ્રુકોલર પ્રીમિયમમાં તમને જાહેરાતો નથી જોવા મળતી.
  • ટ્રુકોલર પ્રીમિયમ દ્વારા તમે જાણી શકશો કે કોને - કોને તમારી ટ્રુકોલર પ્રોફાઇલ જોઈ છે.

આવા તમને ઘણા બધા ફીચર્સ ટ્રુકોલરમાં જોવા મળે છે અને ટ્રુકોલરમાં તમે પ્રીમિયમ વર્ઝન ખરીદો તો તમને વધારે નવા ફીચર્સ જોવા મળે છે.

ટ્રુકોલર એટલા માટે જાણીતું છે કે તેના દ્વારા તમે અજાણ્યા નંબરની પાછળ કયું નામ છે એ જાણી શકો, આ ફીચર મફત છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

મિત્રો આશા છે કે તમને આજની આ ટ્રુકોલર વિશેની જાણકારી ઉપયોગી થશે અને તમે તમારા મિત્રો સાથે પણ આ જાણકારીને શેર કરશો.

અમે મળીશું નવી પોસ્ટમાં ત્યાં સુધી તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

]