HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML

ચાલો મિત્રો આજે આપણે જાણીશું HTML માં એલિમેંટ એટલે શું? HTML Element વિશે જાણકારી

આજની પોસ્ટમાં આપણે HTML માં આવતા એલિમેંટ (Element) વિશે માહિતી મેળવીશું.

જાણો HTML એલિમેંટ વિશે જાણકારી

HTML Element

HTML ડોકયુમેંટમાં "એલિમેંટ (Element)" એટલે <> શરૂઆતના ટેગથી </> અંતિમ ટેગ સુધીનું પૂરું કન્ટેન્ટ. એટલે Starting tag થી લઈને Closing tag સુધી તેની વચ્ચે આવતું પૂરું કન્ટેન્ટ.

એલિમેંટ વેબ બ્રાઉઝરને HTML પેજનું સ્ટ્રક્ચર સમજાવે છે જેના દ્વારા વેબ બ્રાઉઝર તે એલિમેંટ સમજીને તે પેજને Render કરે છે.

ઉદાહરણ તરીકે

Examples of Elements

ઉપર જે તમને દેખાય છે તે બધા જ અલગ-અલગ એલિમેંટ છે.

જેમાં શરૂઆતમાં Starting tag <> છે, પછી ટેગની વચ્ચે આવતી સામગ્રી (Content) છે અને અંતમાં Closing tag </> છે. આ બધા એલિમેંટ છે.

Void Element અથવા Empty Element

HTML માં ઘણા એવા ટેગ હોય છે જેમાં આપણને </> Close tag નથી જોવા મળતો.

જેમ કે <br> અને <hr> જેવા ટેગ. 

આ HTML ટેગને આપણે Single જ મૂકીએ છીએ, તેનો અંતિમ ટેગ નથી હોતો તો આવા એલિમેંટને "Void અથવા Empty" એલિમેંટ કહેવાય છે.

Nested Element

HTML માં જ્યારે આપણે એક એલિમેંટની અંદર બીજા એલિમેંટને ઉમેરી છીએ તો આવા એલિમેંટને "Nested Element" કહેવાય છે.

Nested Element

તમે ઉપર ફોટામાં જોઈ શકો છો કે આપણે <html> એલિમેંટની અંદર જ <body> એલિમેંટનો ઉપયોગ કરીએ છીએ. આવી રીતે આપણે એક એલિમેંટની અંદર બીજા ઘણા એલિમેંટ ઉપયોગ કરતાં હોઈએ છીએ તો આવા એલિમેંટને "Nested Element" કહેવાય છે.

આશા છે કે આજે તમને HTML માં આવતા એલિમેંટ (Element) વિશે સરળ રીતે સમજવા મળ્યું હશે.

વાંચો HTML વિશેની અન્ય પોસ્ટ:

]