નેટવર્ક પ્રોટોકોલ એટલે છે?

નેટવર્ક પ્રોટોકોલ એટલે અમુક નિયમો હોય છે જેના દ્વારા કમ્પ્યુટર એક-બીજા સાથે કમ્યુનિકેશન કરે છે. પ્રોટોકોલ બધા અલગ-અલગ ડિવાઇસ માટે એક સામાન્ય ભાષા સમાન છે જેના દ્વારા તેઓ એક-બીજા સાથે જોડાઈને ડેટાનું આદાન-પ્રદાન કરી શકે છે.

કોઈ પણ નેટવર્કમાં અલગ-અલગ ડિવાઇસ અને અલગ-અલગ પ્રોસેસનો ઉપયોગ થાય છે અને બધા ડિવાઇસ અથવા પ્રોસેસ એક સરખા ન હોય તેના કારણે અમુક એવા નિયમોની જરૂર પડે છે જેનાથી આ બધા ડિવાઇસ અને પ્રોસેસ એક-સાથે કામ કરે.

ઉદાહરણ તરીકે જાપાનનો વ્યક્તિ જાપાનીઝ ભાષા જાણે છે અને એ જ રીતે ગુજરાતનો વ્યક્તિ ગુજરાતી ભાષા જાણે છે તો જાપાનીઝ જાણનાર વ્યક્તિ અને ગુજરાતી ભાષા જાણનાર વ્યક્તિ એક-બીજા સાથે વાતો કઈ રીતે કરી શકે?

જો આ બંને અલગ-અલગ ભાષા જાણનાર વ્યક્તિને ત્રીજી એક સામાન્ય ભાષા અંગ્રેજી આવડતી હશે તો તેઓ સરળતાથી એક-બીજા સાથે વાત-ચિત કરી શકશે.

આ જ રીતે પ્રોટોકોલ પણ એવા નિયમો હોય અથવા ભાષા હોય છે જેના દ્વારા અલગ-અલગ ડિવાઇસ એક-સાથે જોડાઈને ડેટાને ટ્રાન્સફર અથવા શેર કરી શકે.