જાણો AIનું ફુલ ફોર્મ અને AI વિશે માહિતી..!!

Full Form of AI in Gujarati

AI નું ફુલ ફોર્મ – AI Full Form in Gujarati

AIનું પૂરું નામ “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)” છે.

AI વિશે માહિતી

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે “કૃત્રિમ બુદ્ધિ”, આ એક એવી બુદ્ધિ છે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે.
  • કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
  • અત્યારે ગાડીઓ ડ્રાઇવર વગર ઓટોમેટિક ચાલી શકે તેના માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો છે જેનું ઉદાહરણ છે Tesla કંપની.
  • માણસની મજૂરીને ઘટાડવા માટે એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ બનાવવામાં આવે છે જે 10 માણસોના કામો કરી શકે જેથી મેનપાવર ખર્ચો બચી જાય છે.
  • અત્યારે ગૂગલ જેવા સર્ચ એંજિનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઇ સાથે આપવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે જે યુઝરનો સવાલ સમજીને તેને ચોક્કસ પરિણામ આપવાનો પ્રયત્ન કરે છે.
  • Netflix અને Youtube જેવા પ્લૅટફૉર્મ તેના યુઝરની પસંદગી સમજીને તેને તે પ્રમાણે વિડિયો જોવા માટે તેની ફીડમાં મોકલે છે તો આ પણ AI દ્વારા થાય છે.
  • આવા ઘણા કામો છે જે AI દ્વારા થાય છે જે માણસોની નોકરી તો ખતમ કરી રહ્યું છે પણ તેના લીધે નવી નૌકરીઓ પણ ઉપલબ્ધ થતી જાય છે.

વાંચો અમારી અન્ય પોસ્ટ:-