તમે Alexa Rank વિશે તો જરૂર સાંભળ્યુ હશે કે આ વેબસાઇટની એલેક્સા રેન્ક આટલી અને બીજી વેબસાઇટની એલેક્સા રેન્ક વગેરે છે.
એલેક્સા રેન્કની મદદથી આપણને કોઈ પણ વેબસાઇટની લોકપ્રિયતા ખબર પડે છે જે Alexa.com વેબસાઇટ નક્કી કરે છે.
તમે Amazon નું Alexa જરૂર જોયું હશે જે એક AI Assistant હોય છે પણ અહી તેની વાત નથી ચાલી રહી, Alexa.com એક Amazon ની સર્વિસ છે જેના દ્વારા ઓનલાઇન પોતાના ધંધા કે બ્લોગ, વેબસાઇટ વગેરે માટે SEO કે વગેરે માટે માર્કેટ રિસર્ચ કરી શકાય છે.
આ Amazon ની પેટાકંપની છે જે Alexa Internet તરીકે પણ ઓળખાય છે, આ એક વેબ ટ્રાફિકનું અવલોકન કરવા માટેનું પ્રોડક્ટ છે જેની શરૂઆત 1 એપ્રિલ 1996માં થઈ હતી.
Amazon 1996માં તો અલગ કંપની હતી પણ 1999માં Amazon એ આ કંપનીને ખરીદી લીધી હતી.
હવે હાલ Amazon એ જણાવ્યુ છે કે 25 વર્ષ બાદ હવે તેઓ Alexa.com ને બંધ કરી રહ્યા છે, આ સર્વિસ હવે 1 મે, 2022 થી બંધ થઈ જશે.
Alexa Internet કીવર્ડ રિસર્ચ, રેન્ક, બેકલિંક્સ વગેરે જોવા માટે ખૂબ જ ઉપયોગી હતું.
Amazon એ કઈ ખાસ નથી જણાવ્યુ કે તેઓ આ સર્વિસને કેમ બંધ કરી રહ્યા છે પણ હવે આપણે ગૂડ બાય કહેવું પડશે.
(Source)