
Android ફોનના આપણે એપ્લિકેશન મેનેજર સેટિંગમાં જો જઈએ તો ત્યાં આપણને ઘણી બધી એપ જોવા મળે છે જે આપણાં સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી છે અને ઘણી એપ્લિકેશન સિસ્ટમ દ્વારા પહેલાથી જ ઇન્સ્ટોલ હોય છે.
જ્યારે તમે તે એપ મેનેજર દ્વારા કોઈ એપ ખોલો છો તો ત્યાં આપણને એક Force Stop નું ઓપ્શન જોવા મળે છે.
Force Stop બટન દ્વારા કોઈ પણ એપ્લિકેશન જો બૅકગ્રાઉન્ડમાં ચાલતી હોય તો આપણે તેને સરળતાથી બંધ કરી શકીએ છીએ, કોઈ પણ એપ જો કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરતી હોય તો આપણે Force Stop દ્વારા તે એપને મજબૂર કરીએ છીએ બંધ થવા માટે.
Force Stop કેવી રીતે કામ કરે છે?
ઉદાહરણ તરીકે તમે WhatsAppનો ઉપયોગ કરો છો, WhatsApp માંથી તમને વારંવાર મેસેજ આવતા હોય તો જો તમે WhatsApp એપને Force Stop કરો છો તો તમને WhatsApp માંથી મેસેજ મળતા બંધ થઈ જાય છે.
પછી તમે ફરી WhatsApp ને ખોલશો તો WhatsApp ફરી કામ કરવા માંડશે.
Force Stop દ્વારા WhatsApp ની બધી પ્રોસેસ થોડાક સમય માટે બંધ થઈ જાય છે. સામે વાળા વ્યક્તિઓ તમને મેસેજ કરી શકે છે પણ તમને તેની નોટિફિકેશન મળતી બંધ થાય છે.
શું એપને Force Stop કરવાથી કોઈ નુકસાન થશે?
ના, આનાથી તમારા સ્માર્ટફોનને કોઈ નુકસાન નહીં થાય પણ તમારી તે એપ જ્યાં સુધી તમે તે એપને ખોલો નહીં ત્યાં સુધી તેની બધી જ પ્રોસેસ બંધ રહેશે.
Force Stop નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?
જ્યારે કોઈ એપ તમારા સ્માર્ટફોનમાં ક્રેશ થતી હોય, બરાબર કામ ન કરતી હોય, તે એપને લીધે તમારો સ્માર્ટફોન ખૂબ ગરમ થતો હોય, તે એપ તમારા સ્માર્ટફોનનો ખૂબ વધારે રિસોર્સ લઈ લેતી હોય તો તમે જે-તે એપ્લિકેશનને Force Stop કરી શકો છો.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે, તમારો ખૂબ આભાર!
અન્ય પોસ્ટ પણ વાંચો: