Android Auto એક મોબાઇલ એપ્લિકેશન છે જેને ગૂગલ દ્વારા કાર ચાલકો માટે બનાવવામાં આવી છે.
તમે જોયું હશે કે અલગ-અલગ ગાડીઓમાં “ઇન્ફોટેનમેંટ” સિસ્ટમ હોય છે એટલે કે એક ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે જેના દ્વારા ગાડીમાં અલગ-અલગ કામો કરવામાં આવે છે.
આ ટચસ્ક્રીન દ્વારા તમે જાણકારી અને મનોરંજન બંને લઈ શકો છો જેના કારણે તેને “ઇન્ફોટેનમેંટ (Infotainment)” સિસ્ટમ કહેવાય છે.
Android Auto એપ દ્વારા તમે તમારા સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો.
તમે સ્માર્ટફોનને ગાડીના ઇન્ફોટેનમેંટ સાથે વાયરલેસ અને USB દ્વારા પણ કનેક્ટ કરી શકો છો.
Android Auto ને ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવાથી તમે અલગ-અલગ કામો કરી શકો છો.
જેમ કે…
- ફોન પકડ્યા વગર કોલ પર વાતો કરવી.
- મનોરંજન માટે ગીતો સાંભળવા.
- ગૂગલ અસિસ્ટંટ સાથે વાત-ચિત કરવી
- નેવિગેશન માટે ગૂગલ મેપનો ઉપયોગ કરવો.
- ઇન્ટરનેટ સાથે કનેક્ટિવિટી
- ઓડિઓ બૂક અને પોડકાસ્ટ સાંભળવા
- સમાચારો સાંભળવા
ટૂંકમાં જણાવું તો Android Auto દ્વારા સ્માર્ટફોનને તમારા ગાડીના ઇન્ફોટેનમેંટ સિસ્ટમ સાથે કનેક્ટ કરવાથી તમારે વારંવાર ફોન પકડવાની જરૂર નહીં પડે અને તેનાથી તમે સુરક્ષિત રીતે ધ્યાનથી ડ્રાઇવિંગ કરી શકો છો.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.
તમારો ખૂબ આભાર.