મિત્રો તમે બધા કમ્પ્યુટરનો ઉપયોગ તો કરો જ છો તો તમે બધાએ API વિશે જરૂર સાંભળેલું હશે પણ ઘણા એવા આપણાં મિત્રો પણ છે જેમને API વિશે ખબર નથી. જો તમે કમ્પ્યુટર વિશે જાણવા માટે રસ ધરાવતા હોય તો તમારે API વિશે જરૂર જાણવું જોઈએ, તો મિત્રો આજે અમે APIનું ફુલ ફોર્મ શું છે? API વિશે બેઝિક જાણકારી તમારી માટે લઈને આવ્યા છીએ તો ચાલો જાણીએ.
APIનું ફૂલ ફોર્મ શું છે?
APIનું ફુલ ફોર્મ એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (Application Programming Interface).
API વિશે બેઝિક જાણકારી
હવે એ.પી.આઇ વિશે તમને વાત કરું તો તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશનની મદદથી તમે ઈન્ટરનેટનો ઉપયોગ અથવા કનેકશન કરો છો ત્યારે API બને વચ્ચેની સિસ્ટમ છે. ધારો કે તમારી પાસે ક્રોમ બ્રાઉઝર નામની એપ્લિકેશન છે અને તેમાં તમે ઈન્ટરનેટ કનેક્ટ કરીને કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો ત્યારે તમારો સર્ચ કરેલો ડેટા સર્વર પર જાય છે અને સર્વર આ સર્ચ કરેલી વસ્તુ શોધીને તમને રીટર્નમાં તે જ ક્રોમ બ્રાઉઝરની એપ્લિકેશન પર ડેટાની માહિતી મોકલે છે. હવે આ બધું કામ થવા પાછળ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ જવાબદાર છે. API વગર આ કામને પૂરું કરવું મુશ્કેલ છે.
શુ એપ્લિકેશન પ્રોગ્રામિંગ સુરક્ષિત છે?
તમને મનમાં સવાલ થતો હશે કે તમારો ડેટા સર્વરમાં API દ્વારા જાય છે તો શું તે સુરક્ષિત છે? તો જે તમે ડેટા સર્ચ કરેલો છે તે જ સર્વરને મોકલશે અને સર્વર તેના પર કામ કરીને તેના આધારિત માહિતી તમને તમારી એપ્લિકેશન પર બતાવશે. એવું ક્યારેય નહીં બને કે તમારો બીજો અન્ય કોઈ પણ ડેટા સર્વર પર API તમારી પરવાનગી વગર મોકલી દેશે.
ઘણી બધી મોટી કંપની જેમ કે ગૂગલ, એમેઝોન, વિકિપીડિયા, યુટ્યૂબ વગેરે આ API સિસ્ટમનો ઉપયોગ કરે છે. એટલે તમે હવે સમજી ગયા છો કે આ APIની સિસ્ટમ સુરક્ષિત છે.
APIના પ્રકાર કયા કયા છે?
APIના ઘણા બધા પ્રકાર છે. જે લોકો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે તે પોતાની જરૂરિયાત પ્રમાણે આ સિસ્ટમને ડેવલોપ કરાવે છે. જેમ કે APIની કાર્ય કરવાની રીત, તેનો સમય વગેરે સિસ્ટમ પર આધાર રાખે છે.
Procedural: આ પ્રકારની અંદર જે સોફ્ટવેરને ઓપરેટ કરે છે તેના સર્વરમાં ડેટા મોકલે છે. આ પ્રકારમાં જો તમારે કોઈ પણ ફાઈલને ખોલવી છે તો આ API સરળ ઇન્ટરફેસમાં ખોલી આપે છે. તમે પછી આ ખુલી ગયેલી ફાઈલમાં કોઈ પણ કામ કરી શકો છો.
Object oriented: આ પ્રકારનો API ખૂબ શક્તિશાળી હોય છે. આ પ્રકારની મદદથી ઓબ્જેક્ટની અંદર જે મુશ્કેલ કામ હોય છે તેને સર્વર સુધી લઈ જાય છે. આ વધારે લોડ ઉઠાવી શકે છે. આ પ્રકારનો API સાર્વજનિક રીતે કામ કરે છે જેમ કે કોઈ વેબસાઈટ વધારે લોકપ્રિય છે તો તે તેમાં કામ કરે છે. સર્ચ એન્જીન જેવી વેબસાઈટમાં આ API નો ઉપયોગ થાય છે.
Service oriented: આ પ્રકારમાં ઘણા બધા પ્રોટોકોલના રૂપમાં સેવાઓ અને તેના કામ જે આપણે એક એપ્લિકેશનના માધ્યમથી કરીએ છીએ તેને સર્વર સુધી પહોચાડવાનું કામ કરે છે. આ પ્રકારના APIનો ઉપયોગ સોશિયલ વેબસાઈટ, શોપિંગ સાઈટ, ડિસ્કાઉન્ટ અને ઓફર વેબસાઈટ વગેરેમાં થાય છે.
Resource oriented: આ પ્રકારમાં જ્યારે આપણે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટાને સર્ચ કરીએ છીએ તો તે ડેટાને સીધો જ સર્વર સુધી લઈ જાય છે. આ પ્રકારના APIનો ઉપયોગ ઘણી મોટી મોટી કંપની કરે છે. આ APIના ઉપયોગથી કંપનીના સર્વરને સુરક્ષિત રાખી શકાય છે. મોંઘી વેબ હોસ્ટિંગ કંપની આ APIનો ઉપયોગ કરે છે.
APIના ઉપયોગ કેમ થાય છે.
- API હંમેશા સમયનો બચાવ કરે છે.
- API દ્વારા તમને જે માહિતી મળશે તે એકદમ સરળ ઇન્ટરફેસમાં જોવા મળે છે.
- API સિસ્ટમની મદદથી સોફ્ટવેર, એપ્લિકેશન અને વેબસાઈટ પર યુઝરની પહોચ વધારી શકાય છે.
- API સિસ્ટમ એક ઓટોમેશન પર કામ કરે છે જેમાં તમારી કોઈ પણ રીતે જરૂર પડતી નથી.
- API સિસ્ટમની મદદથી બિઝનેસ સરળ બને છે અને કંપની વચ્ચે પાર્ટનરશીપ વધે છે.
APIનું ભવિષ્ય કેવું છે?
જેમ જેમ દુનિયામાં ટેકનોલોજી આગળ વધતી ગઈ છે તેમ APIનો ઉપયોગ પણ વધી ગયો છે. જો આ APIને નવી ટેકનોલોજી સાથે રહેવું હશે તો આ API ડેવલપરને તેની ટેકનોલોજીમાં સમય પ્રમાણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અપડેટ કરતા રહેવું પડશે, જેનાથી આ API વધારે શક્તિશાળી બની જાય અને લોકો તેનો વધારે ઉપયોગ કરે. એટલે મને એવું લાગે છે કે જો હજુ આ APIને અપડેટ કરવામાં આવશે તો ઠીક છે બાકી કોઈ પણ નવી કંપની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી સિસ્ટમ બનાવીને આ API સિસ્ટમની જગ્યા લઈ શકે છે.
મિત્રો જો તમને આજે મારી આ જાણકારીમાંથી કઈક નવું શીખવા મળ્યું હોય તો આ જાણકારીને બીજા મિત્રોને શેયર કરો. જો તમે આવી જ ટેકનોલોજીને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો અમારી સાથે જરૂર જોડાવો.
- અમારી અન્ય પોસ્ટ:-
🔗 આઇપી (IP) એડ્રેસનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી
🔗 BIOSનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેસિક જાણકારી
🔗 CDનું ફુલ ફોર્મ શુ છે? CD વિશે પાયાની જાણકારી
🔗 PDFનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી
🔗 DMનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી