આજના સમયમાં મોટા ભાગના બધા જ મોબાઇલ યુઝર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જેના ઘણા બધા કારણો છે.
એન્ડ્રોઇડમાં આપણે ઘણી બધી એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છે જેમ કે વોટ્સએપ, સ્નેપચેટ જેવી અનેક એપ્સ.
તમે એન્ડ્રોઇડનો ઉપયોગ કરતાં કરતાં તેમાં APK જરૂર સાંભળ્યુ અથવા જોયું હશે, મોબાઇલમાં જ્યારે તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો ત્યારે તમે APK જોયું હશે.
આજે આપણે APK ના ફુલ ફોર્મ અને અન્ય અમુક માહિતી વિશે જાણીશું.
APK નું ફુલ ફોર્મ શું છે? – APK Full Form in Gujarati
APK નું ફુલ ફોર્મ એટલે એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ ( Android Application Package).
આ એન્ડ્રોઇડ મોબાઈલ માટેની એપ્લિકેશનનું એક એક્સટેન્શન છે જે .apk ફોર્મેટમાં હોય છે. જો એપ્લિકેશન .apk ફોર્મેટમાં હોય તો જ તે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની અંદર એપ ઇન્સ્ટોલ કરીને ચલાવી શકશો.
જ્યારે તમે પીસીમાં કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરો છો ત્યારે તેનું નામ આ રીતે હોય છે જેમ કે Setup.exe પણ આ એન્ડ્રોઇડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તેનું નામ android.apk હશે.
APK ફાઈલ ક્યાંથી ડાઉનલોડ કરવી?
APK ડાઉનલોડ કરવા માટે ઘણા બધા સ્ત્રોત ઉપલબ્ધ છે.
તમે કોઈ પણ મોબાઇલ એપ્લિકેશન સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકો છો જેમ કે ગૂગલ પ્લેસ્ટોર પરથી, થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી જેવી વગેરે જગ્યાઓએથી તમે APK ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.
મોડીફાય કરેલી apk ફાઈલોને ઇન્સ્ટોલ કરવાથી બચવાનું હોય છે કારણ કે તેમાં વાઇરસ પણ હોય શકે છે.
APK ફાઈલ કેવી રીતે બને છે?
એન્ડ્રોઇડ apk ફાઈલ બનાવવા માટે તમને java પ્રોગ્રામિંગ ભાષા અથવા અન્ય જરૂરી પ્રોગ્રામિંગ ભાષા આવડતી હોવી જોઈએ. Apk ફાઈલ એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં બને છે.
આ apk ફાઈલને તમે પ્લેસ્ટોરની દ્વારા પબ્લિશ કરી શકો છો. તેના માટે તમારે પ્લેસ્ટોરમાં 25 ડોલરનું ભૂગતાન કરવું પડે છે.
તમારે APK ફાઈલની કેમ જરૂર પડે?
એન્ડ્રોઇડમાં દરરોજ ઘણા બધા કામ કરીએ છીએ અને તેમાં કોઈ એક કાર્યને પૂરું કરવા માટે apk નો ઉપયોગ થાય છે.
apk એક એપ્લિકેશન સોફ્ટવેર છે. apk ને કોઈ એક કાર્યને પૂરું કરવા માટે પ્રોગ્રામ કરીને બનાવવામાં આવે છે.
એન્ડ્રોઇડ ફોનમાં આપણે પોતાના જરૂરી કામ કરી શકીએ તેના માટે apk ફાઈલોની જરૂર પડે છે અથવા મોબાઇલ એપ્સની જરૂર પડે છે.
શું APK દ્વારા ઓનલાઈન પૈસા કમાઈ શકાય?
હા, તમે એન્ડ્રોઇડ માટે એપ્લિકેશન બનાવીને પૈસા કમાઈ શકો છો.
સૌપ્રથમ તો તમારી apk ઉપયોગી હોવી જોઈએ જેથી તમારી એપમાં વપરાશકર્તા આવે, જ્યારે તમારી apk પર વપરાશકર્તા આવશે ત્યારે તમે પોતાની એપમાં જાહેરાતો, સર્વિસ કે કોર્સ વગેરે જેવી ઘણી વસ્તુઓ મૂકી શકો છો.
તમે ક્લાઈન્ટ માટે પણ apk બનાવીને તેમની પાસેથી ચાર્જ લઈ શકો છો.
આવી રીતે તમે apk દ્વારા પણ પૈસા કમાઈ શકો છો.
મિત્રો આ જાણકારીથી તમને નવું શીખવા મળ્યું હશે એવી આશા રાખું છું. જો તમને apk વિશે કઈ ખબર હોય તો તમે નીચે કમેંટ કરીને પણ કઈક નવું જણાવી શકો છો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-