BharOS શું છે? જાણો ભારતના પોતાના ઓપરેટિંગ સિસ્ટમ વિશે!

અત્યારે આપણે કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરીએ જેમ કે લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, મોબાઇલ અથવા સ્માર્ટવોચ તો આપણને આ ડિવાઇસમાં મોટા ભાગના અમેરિકન કંપનીઓના ઓપરેટિંગ સિસ્ટમ જ જોવા મળે છે.

જેમ કે એન્ડ્રોઇડ, આઇફોન ઓપરેટિંગ સિસ્ટમ (iOS) અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે.

હવે ભારત અત્યારે આ બધા ઓપરેટિંગ સિસ્ટમને કારણે અમેરિકા ઉપર આધાર રાખે છે.

હવે બીજા દેશ ઉપર આટલો આધાર ન રાખવો જોઈએ જેના કારણે ભારતએ પોતાનું પણ એક ઓપરેટિંગ સિસ્ટમ ડેવલોપ કર્યું છે જેનું નામ “BharOS” છે.

ચાલો જાણીએ આ ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી!

BharOS વિશે જાણો પૂરી માહિતી!

BharOS શું છે? – What is BharOS?

BharOS એક ભારતમાં બનાવેલું મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જેને ખૂબ સુરક્ષિત અને પ્રાઇવેટ ગણવામાં આવ્યું છે.

આ ઓપરેટિંગ સિસ્ટમ ભારતના 100 કરોડ સ્માર્ટફોન યુઝર માટે હશે જેમની પાસે એન્ડ્રોઇડ અને iOS સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. BharOS એન્ડ્રોઇડના જ ઓપન સોર્સ પ્રોજેકટ (AOSP) આધારિત બનાવવામાં આવ્યું છે.

આ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ સર્વિસ અને તેની એપ્લિકેશનથી મુક્ત હશે.

BharOS ને કોના દ્વારા બનાવવામાં આવ્યું? – Who Developed BharOS?

BharOS ને IIT મદ્રાસ દ્વારા ઊભી કરવામાં આવેલી એક બિન-નફાકારી સંસ્થા JandK Operations Private Limited (JandKops) દ્વારા બનાવવામાં આવ્યું છે.

BharOS ની ખાસિયતો શું છે? – Features of BharOS

  • BharOS ભારતમાં બનેલું એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે Android અને iOS નો એક નવો ઓપ્શન હોય શકે છે.
  • ટેકનિકલ લેવલ ઉપર આ ઓપરેટિંગ સિસ્ટમ Android જેવુ જ છે કારણ કે તે એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેકટ (AOSP) ઉપર બનાવવામાં આવ્યું છે.
  • આ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને ગૂગલની જે પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન અને સર્વિસ મળે છે તે જોવા નહીં મળે. જેના કારણે આ OS વધારે સુરક્ષિત અને પ્રાઇવેટ હશે.
  • BharOS માં તમને એક અલગ એપ સ્ટોર જોવા મળશે જેમાં તમને સુરક્ષિત એપ્લિકેશન જોવા મળશે જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છો.
  • આમાં એપ્લિકેશનને ભારતીય યુઝરને ધ્યાનમાં રાખીને ડેવલોપ કરવામાં આવશે.

આ OS ના વધારે ફીચર હજુ બહાર નથી પાડવામાં આવ્યા જેના કારણે હજુ આટલી જ જાણકારી ઉપલબ્ધ છે.

BharOS નો ઉપયોગ અત્યારે ક્યાં થઈ રહ્યો છે? – Who are currently using BharOS?

હાલમાં આ ઓપરેટિંગ સિસ્ટમ બધા લોકો માટે નથી ઉપલબ્ધ થયું, અમુક જ સંસ્થાઓ જેમને ખૂબ વધારે સુરક્ષા અને પ્રાઈવસીની જરૂર છે તેમના માટે જ ઉપલબ્ધ છે.

BharOS કેટલું આગળ વધી શકે છે? – Potential of BharOS

BharOS હજુ કેટલા યુઝર સુધી પહોચી શકશે તેનો અંદાજો હજુ નહીં લગાવી શકાય. હજુ ક્યારે સામાન્ય યુઝર માટે લોન્ચ થશે તેની તારીખ પણ નથી આવી.

આ OS ના ડેવલોપર અલગ-અલગ સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરશે અને આપણને નવા ડિવાઇસમાં આ OS જોવા મળશે.

BharOS કેમ બનાવવામાં આવ્યું છે? – Why India developed BharOS?

BharOS ને સ્માર્ટફોન માર્કેટમાં Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમની મોનોપોલીને તોડવા માટે બનાવવામાં આવ્યું છે.

ભારતીય લોકોના ડેટાની સુરક્ષા અને તેને સાચવવા માટે એક ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ હોવું જરૂરી છે અને ભારતના IT ડેવલોપમેન્ટ માટે પણ એક ભારતીય ઈકોસિસ્ટમ હોવું જરૂરી છે.

ઘણી ભારતની IT કંપનીઓ Android અને iOS ની મોનોપોલીને કારણે નફો નથી મેળવી રહી તો તેમને પણ જરૂર રાહત અને નવી તકો મળશે.

આ કારણે BharOS ને બનાવવામાં આવ્યું છે.

મિત્રો આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે અને તમે જરૂર તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરજો.

તમારો ખૂબ આભાર!

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: