ઇન્ટરનેટ પર અબજથી પણ વધારે વેબસાઇટ ઉપલબ્ધ છે અને દરરોજ ઇન્ટરનેટ પર નવી-નવી વેબસાઇટ બને છે અને નવી જાણકારી પબ્લિશ થાય છે.
આટલા મોટા ઇન્ટરનેટના જાળમાંથી આપણે જો કોઈ જાણકારી અથવા કોઈ ખાસ વેબસાઇટ શોધવી હોય તો આપણે એક સર્ચ એંજિનનો સહારો લેવો પડે છે.
અત્યારે આપણે સર્ચ એંજિન નામ પર ગૂગલ વિશે જ જાણીએ છીએ અને મોટા ભાગે આપણે ગૂગલનો જ ઉપયોગ ઇન્ટરનેટ પર સર્ચ કરવા માટે કરીએ છીએ પણ ગૂગલ પછી બીજું પણ એક લોકપ્રિય સર્ચ એંજિન છે જેનું નામ “બિંગ (Bing)” છે.
ચાલો જાણીએ બિંગ સર્ચ એંજિન વિશે જાણકારી.

બિંગ શું છે? – What is Bing?
બિંગ એક સર્ચ એન્જીન છે. જેમ તમે ગૂગલ પર કોઈ પણ માહિતી સર્ચ કરીને જાણકારી મેળવી શકો છો. તેમ બિંગ (Bing) પર પણ તમે માહિતી સર્ચ કરીને જાણકારી મેળવી શકો છો.
ગૂગલ સર્ચ એંજિન પછી બિંગ બીજા નંબરનું સૌથી વધારે ઉપયોગ થતું સર્ચ એંજિન છે. જેના દ્વારા લોકો ઇન્ટરનેટ પરથી જાણકારી મેળવે છે.
બિંગ અને ગૂગલ વચ્ચે શું ફરક છે?
- Statista અનુસાર જુલાઈ 2022 મુજબ બિંગ સર્ચ એંજિન પાસે 8.88% માર્કેટ શેર છે અને ગૂગલ સર્ચ એંજિન પાસે 83.84% માર્કેટ શેર છે.
- Bing સર્ચ એન્જીનના અત્યાર સુધીમાં 4 અલગ-અલગ Logo બની ગયા છે અને Google સર્ચ એંજિનના 7 અલગ-અલગ Logo બન્યા છે.
- Bing સર્ચ એંજિન JavaScript, C++, અને C# પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરે છે અને Google સર્ચ એંજિન JavaScript, TypeScript, C, C++, Go, Java, Python અને Node નો ઉપયોગ કરે છે.
- Bing સર્ચ એન્જીનમાં પ્રતિદિન 900 મિલ્યન (90 કરોડ) સર્ચ કરવામાં આવે છે અને Google સર્ચ એંજિનમાં પ્રતિદિન 8.5 billion (850 કરોડ) થી વધારે સર્ચ કરવામાં આવે છે.
- Bing બીજા નંબરનું પૂરી દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થતું સર્ચ એંજિન છે અને Google પ્રથમ નંબરનું સૌથી વધારે ઉપયોગ થતું સર્ચ એંજિન છે.
- Bing સર્ચ એંજિનના હોમપેજમાં તમને એક વોલપેપર જોવા મળે છે પણ ગૂગલમાં તમને નથી જોવા મળતું.
બિંગની શરૂઆત ક્યારે થઈ અને કોણે બનાવ્યું?
માઇક્રોસોફ્ટએ પોતાના સર્ચ એંજિનની શરૂઆત 1998માં “MSN Search” ના નામે કરી હતી. ત્યારબાદ MSN Search ની જગ્યાએ માઇક્રોસોફ્ટએ પોતાના “Windows Live Search” ની શરૂઆત 2006માં કરી અને 2007માં તેને નવું નામ “Live Search” આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ માઇક્રોસોફ્ટએ પોતાના જૂના સર્ચ એંજિનની જગ્યાએ એક નવા બ્રાન્ડ નામ સાથે જૂન 2009માં “Bing” સર્ચ એંજિન રજૂ કરવામાં આવ્યા આવ્યું.
બિંગનો માલિક કોણ છે?
Bing સર્ચ એંજિનની માલિકી “Microsoft Corporation” પાસે છે જેની શરૂઆત બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં માઇક્રોસોફ્ટના CEO “સત્યા નડેલા” છે.
બિંગના ફીચર્સ
- બિંગમાં તમે લખીને, બોલીને, ફોટો ઉમેરીને સર્ચ કરી શકો છો.
- બિંગના હોમપેજમાં તમને એક સુંદર વોલપેપર ફોટો જોવા મળે છે.
- બિંગના હોમપેજમાં નીચે તમને સમાચાર, તાપમાન, મેચ સ્કોર પણ જોવા મળે છે.
- બિંગમાં તમને Images, Videos, Maps, Translate, News, Travel, Health, MSN વગેરેની સુવિધાઓ મળે છે.
- બિંગ અલગ-અલગ વિશ્વની અલગ-અલગ ભાષાઓને પણ સપોર્ટ કરે છે અને ભારતીય ભાષાઓનો સપોર્ટ પણ તમને આપવામાં આવે છે.
- તમને બિંગ સર્ચ એંજિનમાં માઇક્રોસોફ્ટ રિવોર્ડની પણ સુવિધાઓ જોવા મળે છે જેમાં તમે કમાણી કરી શકો છો.
- બિંગમાં તમને મોટા ભાગે વિઝ્યુલ સર્ચ જોવા મળે છે જેનો અર્થ તમને અલગ-અલગ ફોટા સાથે બિંગમાં પરિણામ જોવા મળે છે.
શું બિંગ સર્ચ એંજિન ગૂગલ કરતાં સારું છે?
અત્યારના સમયમાં લોકો સૌથી વધારે ગૂગલ સર્ચ એંજિનનો ઉપયોગ કરે છે કારણ કે તેમાં તમને લોકેશન, ભાષા અને જે વ્યક્તિને જે રસ છે એ પ્રમાણે ખૂબ જ ઝડપી પરિણામ આપવામાં આવે છે.
પાછલા વર્ષોમાં લોકો બિંગને પણ પસંદ કરવામાં માંડ્યા છે કારણ કે તેમાં ખૂબ અલગ-અલગ સુવિધાઓ બિંગ દ્વારા આપવામાં આવે છે. ભારતની બહારના દેશોમાં બિંગનો વધારે ઉપયોગ જોવા મળે છે.
જો તમે ભારતની લોકલ ભાષાઓમાં બિંગનો ઉપયોગ કરો છો તો તમને સારું પરિણામ નહીં જોવા મળે પણ ઇંગ્લિશ ભાષામાં તમને બિંગમાં સારા પરિણામો જોવા મળે છે.
આશા છે કે મિત્રો તમને આ જાણકારી ઉપયોગી થશે અને આજે તમને Bing સર્ચ એંજિન વિશે ઘણું જાણવા મળ્યું હશે.
અમારી અન્ય પોસ્ટ: