BIOSનું ફુલ ફોર્મ શું છે? | BIOS Full Form in Gujarati

મિત્રો આજે આપણે કમ્પ્યુટરના એક મહત્વના સોફ્ટવેર પાર્ટ વિશેની જાણકારી જાણવાના છીએ. તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે આગળ થોડી પ્રોસેસ થાય છે પણ શું તમને ખબર છે કે આ પ્રોસેસ શેના દ્વારા થાય છે? આ પ્રોસેસ કમ્પ્યુટરના BIOS દ્વારા થાય છે એટલે આજે આપણે આ ટેક ડિક્શનરી પોસ્ટમાં આ BIOSના ફુલ ફોર્મ વિશે જ વાત કરવાના છીએ.

તમને બધાને આજની આ જાણકારીથી ઘણું બધું શીખવા મળશે તો મિત્રો ચાલો જાણી લઈ કે BIOS નું ફુલ ફોર્મ શુ છે? તેના વિશે બેઝિક જાણકારી (BIOS in Gujarati).

BIOSનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેસિક જાણકારી


BIOSનું ફુલ ફોર્મ શુ છે? (BIOS Full Form in Gujarati)

BIOSનું પૂરું નામ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ (Basic Input/Output System) છે.


BIOS વિશે બેઝિક જાણકારી – BIOS Basic Information in Gujarati

👉 મિત્રો BIOS એક સોફ્ટવેર છે અને તે કમ્પ્યુટરના મધર બોર્ડ સાથે જોડાયેલું હોય છે. જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે આ BIOS સૌથી પહેલા ચાલુ થઈ જાય છે અને આ BIOS રેમ, પ્રોસેસર, કીબોર્ડ, હાર્ડ ડિસ્કને ઓળખીને તે બધાને કન્ફિગર કરે છે.

👉 BIOS કમ્પ્યુટરના રોમ મેમરીમાં સ્થાયી હોય છે જે કમ્પ્યુટરના બધા હાર્ડવેર પાર્ટ્સને ઓળખે છે. BIOSનું મુખ્ય કામ ઓપરેટિંગ સિસ્ટમને બુટ કરવા માટે થાય છે.

👉 BIOS તમારા દ્વારા જે આદેશ આપે છે તે પ્રમાણે CMOS (કોમ્પ્લેમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર) સીધું જ સેટ-અપને તપાસે છે અને ત્યારબાદ એ નક્કી કરે છે કે કયા ડીવાઈસની સાથે કઈ સિસ્ટમને બુટ કરાવી છે. આ બધાને તૈયાર કર્યા પછી ઓપરેટિંગ સિસ્ટમને આદેશ આપે છે ત્યારે જઈને કમ્પ્યુટર ચાલુ થાય છે અને આપણે ઉપયોગ કરીએ છીએ.

👉 BIOS બધા કમ્પ્યુટરના મધરબોર્ડમાં એક ચિપમાં ઇન્સ્ટોલ થયેલા હોય છે. CPUના પ્રોગ્રામ હંમેશા BIOSના હોવાથી જ ઇન્સ્ટોલ થાય છે. આ ROM મેમરીમાં સ્ટોર હોવાથી આની ચિપ મધરબોર્ડમાં લગાવેલી હોય છે. આ BIOS સોફ્ટવેરને કમ્પ્યુટરમાંથી ડીલીટ કરી શકાતો નથી અને મેમરી પણ દૂર કરી શકાતી નથી. જો તમારે BIOSના પ્રોગ્રામને રિપ્રોગ્રામ કરવું છે તો તે કરી શકો છો.

BIOSનું કાર્ય અથવા તેના ફંકશન 

  1. BIOS સેટિંગને ચેક કરવું: તે સૌથી પહેલા CMOSના સેટિંગને ચેક કરે છે અને પછી પોતાની જાતે નક્કી કરે છે કે બાકી બધા સેટિંગ બરાબર છે કે નહીં.
  2. કમ્પ્યુટરના બધા ડ્રાઈવર લોડ કરવા: ડ્રાઈવર કમ્પ્યુટર સિસ્ટમ અને કનેક્ટેડ ડિવાઇસ વચ્ચે બેઝ અને ઇન્ટરફેસનું કામ કરે છે. તેથી BIOS કમ્પ્યુટરના બધા ડ્રાઈવરને લોડ કરે છે.
  3. કમ્પ્યુટરના રજીસ્ટર: BIOS કમ્પ્યુટરના બધા રજીસ્ટરને ઉપયોગમાં લેવા માટે ચેક કરે છે.
  4. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ (POST): આની અંદર BIOS કમ્પ્યુટર સાથે જોડાયેલા અન્ય ડીવાઈસ જેમ કે કીબોર્ડ અને માઉસને પણ ચેક કરે છે કે બરાબર બધા ડિવાઇસ જોડાયેલા છે કે નહીં. આને પાવર ચાલુ સેલ્ફ ટેસ્ટ પણ કહી શકાય છે.
  5. BIOS સેટ-અપ કરવું: જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો તો સ્પેશ્યલ કીની મદદથી તમે BIOSના સેટિંગ સુધી પહોંચી શકો છો. આ સેટિંગને BIOS સૌથી પહેલા લોડ કરે છે અને તે છે BIOS સેટ-અપ.
  6. બુટ ડીવાઈસ ચેક અને લોડ કરવું: આ બધું થયા પછી BIOS એક બુટેબલ માધ્યમને શોધે છે અને ત્યારબાદ તેને વાંચે છે પછી જરૂરી ફાઈલને RAMમાં લોડ કરે છે. આના પછી જ તમારું કમ્પ્યુટર ચાલુ થાય છે અને તેનો તમે સરળ રીતે ઉપયોગ કરી શકો છો.

BIOS સેટિંગને કઈ રીતે ખોલી શકાય?

સૌથી પહેલા કમ્પ્યુટર ચાલુ કરો અને સ્ક્રીન ચાલુ થતાં જ કીબોર્ડમાં “ESC, Delete, F2, F12” આ ચાર કીમાંથી કોઈ પણ એક કી સમય બગાડ્યા વિના દબાવી રાખો. ત્યારબાદ તમારું BIOSનું સેટિંગ ખુલી જશે. અમુક લેપટોપમાં તમે BIOS ખોલવા માટે F8 કી પણ દબાવી શકો છો.

BIOS ખોલવાની કી તમારા મધરબોર્ડ પ્રમાણે અલગ પણ હોય શકે છે પણ ઉપર પ્રમાણે કોઈ કી તમને કામ જરૂર લાગશે.

જો કોઈ વખત Windows લોગો આવી જાય ત્યારે તમે આ સ્પેશલ કી દબાવશો તો તેનાથી BIOS સેટિંગ નહીં ખૂલે એટલે કમ્પ્યુટર શરૂ થતાંની સાથે જે સ્ક્રીન ખૂલે ત્યારે જ આ સ્પેશલ કીનો ઉપયોગ કરવો.

તો મિત્રો આશા રાખું છું કે આજની આ જાણકારીને વાંચ્યા પછી તમને બધાને BIOSનું પૂરું નામ અને તેના અર્થ વિશે સામાન્ય જાણકારી મળી હશે.આવી જ અવનવી જાણકારી વાંચવા માટે TECHZWORDને જરૂર ફોલો કરતા રહો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-