BOBના ATM કાર્ડને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કેવી રીતે કરવું?

જો તમારું બેન્ક એકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં છે તો તમારું ATM કાર્ડ પણ જરૂર હશે અને તેને તમે બેન્ક ઓફ બરોડાની મોબાઇલ એપ દ્વારા ઉપયોગ કરતાં હશો.

ઘણી વખત આપણે તે BOB ના ATM કાર્ડ દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું પડે છે પણ તે ATM કાર્ડ દ્વારા તે ટ્રાન્ઝેક્શન થતું નથી અને તમને રજીસ્ટર કરેલા નંબર પર મેસેજ આવે છે કે તમારું કાર્ડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે બંધ છે તેને ATM મશીન, નજીકની બ્રાન્ચ અથવા મોબાઇલ એપ દ્વારા ચાલુ કરવું પડશે.

આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે બેન્ક ઓફ બરોડાના ATM કાર્ડને BOB World મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરી શકો છો.

તો ચાલો સરળ રીત જાણીએ.

BOB ATM કાર્ડને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવાની રીત

BOB ATM કાર્ડને BOB World એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવાની રીત

જો તમારી પાસે બેન્ક ઓફ બરોડાની મોબાઇલ એપ BOB World નથી તો તમારી માટે આ રીત કામ નહીં કરે, તમે ATM મશીન અથવા તમારી નજીકની BOB બ્રાન્ચમાં જઈ શકો છો.

જો તમારી પાસે BOB World મોબાઇલ એપ નથી તો તમે તેને ડાઉનલોડ કરી લો અને તેમાં તમારા બઁક ઓફ બરોડાના ATM કાર્ડની મદદથી અને પાસબૂકની મદદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

સૌપ્રથમ BOB World મોબાઇલ એપ ખોલો.
  • સૌપ્રથમ BOB World મોબાઇલ એપ ખોલો.

BOB World એપમાં તમારો એપ પાસવર્ડ ઉમેરો.

  • હવે અહી તમારો એપ પાસવર્ડ ઉમેરો.

BOB World એપમાં Cards પર ક્લિક કરો.

  • હવે એપ ખૂલ્યા બાદ Cards પર ક્લિક કરો.

BOB World એપમાં Manage debit card પર ક્લિક કરો.

  • હવે Manage debit card પર ક્લિક કરો.

BOB World એપમાં MANAGE CHANNEL પર ક્લિક કરો.

  • હવે MANAGE CHANNEL પર ક્લિક કરો.

BOB World એપમાં Online (eCommerce) પર ક્લિક કરીને PROCEED પર ક્લિક કરો.

  • હવે Online (eCommerce) પર ક્લિક કરીને PROCEED પર ક્લિક કરો.

BOB World એપમાં ટ્રાન્ઝેક્શન પિન નંબર ઉમેરો અને OKAY બટન દબાવો.

  • હવે અહી તમારો ટ્રાન્ઝેક્શન પિન નંબર ઉમેરો અને OKAY બટન દબાવો. (જે પિન નંબરથી તમે BOB એપમાં ટ્રાન્ઝેક્શન કરો છો એ અહી ઉમેરવાનો છે.)

હવે તમારી આ નવી સેટિંગ્સ અપડેટ થઈ જશે અને તમે BOB ATM કાર્ડ દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો.

આ માહિતીને જરૂર તમારા મિત્રો સાથે શેર કરો જેમને આ તકલીફ થતી હોય તો તેમની આ તકલીફ દૂર થઈ જાય.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો જે તમને ઉપયોગી થશે:-