મિત્રો ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં હવે બિઝનેસ કાર્ડ હાર્ડ કોપીમાંથી ડિજિટલ સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. ઘણા નાના અને મોટા ધંધાના બિઝનેસ કાર્ડને તમે સોશ્યલ મીડિયા પર જોયા જ હશે.
તો જો તમે ધંધો કરો છો અથવા તમારે વ્યક્તિગત રીતે પણ પોતાનું એક ડિજિટલ બિઝનેસ કાર્ડ બનાવવું હોય તો આજની આ પોસ્ટ દ્વારા તમે તમારું સ્માર્ટ ડિજિટલ બિઝનેસ કાર્ડને Canva મોબાઇલ એપ દ્વારા ફ્રીમાં બનાવી શકશો.
મોટા ભાગના લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે આ કારણે આજે અમે તમને મોબાઇલ દ્વારા જ સમજાવીશુ. આ પ્રોસેસમાં તમારે પોતાના સ્માર્ટફોનમાં Canva એપ ડાઉનલોડ કરવાની છે.
જો તમે એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરો છો તો તમારે Play Store પરથી Canva એપ ડાઉનલોડ કરવાની રહેશે અને જો આઇફોન ઉપયોગ કરો છો તો Appstore પરથી.

મોબાઇલ દ્વારા સ્માર્ટ ડિજિટલ બિઝનેસ કાર્ડ ફ્રીમાં બનાવવાની રીત
તમારે પોતાના સ્માર્ટફોનમાં Canva એપ ડાઉનલોડ કર્યા પછી તેને ખોલીને તેમાં એકાઉન્ટ બનાવવાનું રહેશે, જે તમે સરળતાથી બનાવી શકશો.
- Canva એપ સૌપ્રથમ વખત ખુલશે એટલે તમને ઉપર પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. તમારે જાંબલી કલરના + બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે ઉપર આપેલા સર્ચબારમાં Digital Business Card લખીને સર્ચ કરવાનું છે અને તમારે Business Card (Portrait) 50×85 mm ને સિલેક્ટ કરવાનું છે.
- હવે તમારે એક બિઝનેસ કાર્ડ બનાવવાનું છે તો તમારે એ પ્રકારનું એક તૈયાર બિઝનેસ કાર્ડ ટેમ્પ્લેટને “Templates” સેક્શનમાં જઈને તમારી પસંદગી મુજબ સિલેક્ટ કરવાનું રહેશે. (ઘણા ટેમ્પલેટ ફ્રી વર્ઝનના હશે અને ઘણા Pro, પણ તમારે હમણાં Pro વર્ઝનના ટેમ્પ્લેટ નથી લેવાના કારણ કે તમારી પાસે Canvaનું Pro વર્ઝન નથી.)
- હવે અમે આ ઉપરની ટેમ્પ્લેટ પસંદ કરી છે. હવે આ ટેમ્પ્લેટમાં એડિટિંગ કરીને આપણે એક બિઝનેસ કાર્ડ ડિઝાઇન કરીશું.
એડિટિંગ કરવાની રીત નીચે મુજબ છે.
એક વાત યાદ રાખો કે જો કોઈ નવું વસ્તુ તમારે ઉમેરવું હોય તો તમે ગોળ આકારનું “+” બટન દબાવજો અને ત્યાથી તમે અલગ-અલગ વસ્તુ ઉમેરી શકશો.
તમે આ ટેમ્પલેટમાં પોતાનું બૅકગ્રાઉન્ડ પણ બદલી શકો છો.
- ટોપમાં તમને એક લોગો દેખાશે, તમારે જૂનો લોગો હટાવીને પોતાનો નવો લોગો લગાવવાનો છે, તમે નીચે Uploads સેક્શનમાં જઈને પોતાનો લોગો અપલોડ કરી શકો છો.
- હવે તમારે તે લોગોની નીચે પોતાની કંપનીનું નામ લખવાનું છે, જૂનું નામ હટાવીને તમે પોતાનું નવું નામ લખો.
- હવે તમને એક પ્રોફાઇલ ફોટો દેખાશે, તમારે જૂનો પ્રોફાઇલ ફોટો ડિલીટ કરીને પોતાનો નવો પ્રોફાઇલ ફોટો લગાવવાનો છે. તમે Uploads સેક્શનમાં જઈને પોતાનો એક ફોટો અપલોડ કરી શકો છો.
હવે આ રીતે તમે પોતાની ઈચ્છા અનુસાર જૂના ફોટો અથવા ટેક્સ્ટ હટાવીને પોતાનો નવો ટેક્સ્ટ અથવા ફોટો ઉમેરી શકો છો. અમે ઉપર પોતાની રીતે બધુ લખાણ અને ફોટો બદલ્યો છે.
હવે આપણે બિઝનેસ કાર્ડમાં સોશિયલ મીડિયા આઇકન કેવી રીતે મુકવા તેના વિશે જાણીશું.
- નીચે “+” જાંબલી કલરનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારે Elements પર ક્લિક કરવાનું છે.
- હવે તમારે ઉપર સર્ચ બારમાં “social media icon” સર્ચ કરવાનું છે.
- હવે તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મના ઘણા આઈકન દેખાશે, ઉપયોગી આઈકન પર ક્લિક કરીને તમે તેને ટેમ્પ્લેટમાં લાવી શકો છો.
તમે “whatsapp icon”, “instagram icon” આવી રીતે પણ સર્ચ કરીને આઇકન શોધી શકો છો.
હવે આપણે સોશ્યલ મીડિયા આઇકન ઉમેરી દીધા પણ તમારા ગ્રાહક આ આઇકન પર ક્લિક કરીને તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ સુધી કઈ રીતે પહોચી શકશે એ જાણો આ રીતે.
હવે આપણે આઇકન લગાવી દીધા છે, યુઝર જો તે આઇકન પર ક્લિક કરે તો તમારી પ્રોફાઇલ પર પહોચવો જોઈએ તો ફોલો કરો આ રીત:
- કોઈ પણ એક સોશિયલ મીડિયા આઇકન પર ક્લિક કરો ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ આઇકન. ⬇️
- હવે નીચે થોડું આમતેમ ખસેડશો તો Link નો ઓપ્શન મળશે તો તેના પર ક્લિક કરો.
- હવે તે એક બોક્સ ખુલશે તેમાં તે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિન્ક પેસ્ટ કરી દો.
આ રીતે તમે અલગ-અલગ આઇકન પર ક્લિક કરીને તેમાં લિન્ક અટેચ કરી શકો છો.
હવે બિઝનેસ કાર્ડ બનાવ્યા બાદ તેને અન્ય લોકો સાથે શેર કરવા માટે ફોલો કરો આ રીત:
- ટોપમાં તમને જમણી બાજુ એક એરો જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારે View-only link પર ક્લિક કરવાનું છે.
હવે તમને એક લિંક જોવા મળશે અને આ જ લિંક કોપી કરીને તમે તમારા ગ્રાહકને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર મોકલો. આ લિન્ક પર ક્લિક કરીને તમારા ગ્રાહક તમારું બિઝનેસ કાર્ડ ગમે ત્યારે ખોલીને જોઈ શકશે.
મિત્રો જો તમારો કોઈ પણ કેટેગરીનો બિઝનેસ હોય અને તમારી પાસે એક ભૌતિક બિઝનેસ કાર્ડ હોય તો હવે જમાનો ડિજિટલ હોવાથી તમારા બિઝનેસ કાર્ડનું એક ડિજિટલ સ્માર્ટ કાર્ડ બનાવો અને તમારા ગ્રાહકને આ કાર્ડ મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: