CCTVનું ફુલ ફોર્મ શું છે? જાણો CCTV વિશે બેઝિક જાણકારી

મિત્રો આ ચોર અને ચોરી આ બે શબ્દો થી તમે બધા વાકેફ હશો. હવે પહેલાનો જમાનો એવો હતો કે 19મી સદીમાં ચોરી અને ચોર ઓછા હતા. તે સમયે બહારવટિયા (એક ટાઈપના ડાકુ અથવા ગુંડા કહી શકો) હતા અને આ લોકો કોઈ પણ ગામ ઉપર ચડાવ કરતા અને તે ગામને લુંટી લેતા, ત્યારે તેમને પકડવા ઘણા મુશ્કેલ હતા.

પણ અત્યારે 21મી સદીની વાત કરીએ તો અત્યારે ચોરને પકડવા એકદમ સરળ છે. એક એવા ડીવાઈસની શોધ થઈ છે જેનું નામ છે CCTV છે. તો મિત્રો આજે આપણે CCTVનું ફુલ ફોર્મ શુ છે? સી.સી.ટી.વી. વિશે બેઝિક જાણકારી વિશે જાણીશું.

CCTVનું પૂરું નામ શું છે?

CCTVનું ફુલ ફોર્મ એટલે શું? – CCTV Full Form in Gujarati

CCTVનું ફુલ ફોર્મ ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (Closed-circuit television) છે. CCTV એક કેમેરો છે. આ કેમેરાનું કામ ધ્યાન રાખવાનું છે. જેમ આપણે ચોકીદાર રાખીએ છીએ તેમ આપણે કેમેરાને પણ એક ચોકીદાર નામથી બોલાવી શકીએ છે. ચોકીદાર અને કેમેરામાં થોડો ફર્ક હોય છે કે ચોકીદાર કોઈ પણ મુશ્કેલીને સંભાળી શકે છે પણ કેમેરો ખાલી કોઈ પણ વસ્તુને રેકોર્ડ કરી શકે છે.

જેવો તમારો મોબાઇલનો કેમેરો હોય છે તેવો એક CCTV કેમેરો હોય છે જે 24 કલાક ચાલુ રહે છે અને તેની બનાવટ પણ તેના કામ પ્રમાણે જ હોય છે.


CCTV કેમેરાની શોધ કોણે અને ક્યારે કરી?

શરૂઆતમાં મિકેનિકલ CCTV સિસ્ટમ એક રશિયન ભૌતિક શાસ્ત્રી Leon Theremin દ્વારા બનાવવામાં આવ્યો હતો અને પછી 1942માં જર્મનીમાં પણ CCTV કેમેરાને બનાવવામાં આવ્યો હતો.


CCTV કેમેરો કામ કેવી રીતે કરે છે?

હવે સૌથી પહેલા તો CCTV કેમેરાને પાવર આપીને જ્યારે તેને ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ફોકસ એરિયાનું વિડિઓ ફૂટેજ શૂટ કરીને DVR અથવા NVR ડીવાઈસની અંદર રાખેલી હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરે છે. આ સ્ટોર કરેલા ડેટાને તમે કમ્પ્યુટર અથવા ટીવીના માધ્યમથી તમે લાઈવ અથવા પાછળથી ફોકસ કરેલો એરિયા CCTV દ્વારા જોઈ શકો છો.


CCTV કેમેરાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?

 • CCTV કેમેરાનો ઉપયોગ ઘર, ઓફિસ, હોટેલ, રોડ, બેંક, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, મોલ, સિનેમા, એપાર્ટમેન્ટ, બિલ્ડીંગ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ, સ્કૂલ, કોલેજ વગેરે જગ્યા પર સુરક્ષા માટે થાય છે.
 • CCTV કેમેરાનો મુખ્ય ઉપયોગ ક્રાઈમને રોકવાનો છે. સરળ રીતે કહીએ તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ ચોરી, કિડનેપિંગ, મારપીટ વગેરે જેવા ગેરકાનુની ગુનાને અટકાવવા માટે થાય છે. જે લોકો આવો ગુનો કરે છે તે કેમેરાને જોતા જ ચોર CCTVના ડરથી અટકી જાય છે અને ગુનો કરે છે તો પણ તે કેમેરામાં વિડિયો શૂટ થઈ જાય છે જેથી પાછળથી તે ચોરને પકડવામાં ઘણી મદદ મળે છે.
 • CCTV કેમેરાનો ઉપયોગ ટ્રાફિક પર નિયંત્રણ રાખવા, કોઈ પણ વાહન ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને અટકાવવા, રોડ પર થતા અવારનવાર એક્સિડન્ટની માહિતી મેળવવા વગેરે માટે થાય છે.
 • CCTV કેમેરાનો ઉપયોગ કોઈ પણ વસ્તુ કે માણસનો ફોટો અને વિડિઓ લેવા માટે થાય છે. જ્યાં કેમેરો લગાડેલો હોય તેના ફોકસ એરિયામાં શુ હાલચાલ અથવા ઘટના થાય છે તો તેની દેખરેખ માટે CCTV કેમેરા વપરાય છે.


CCTVના પ્રકાર કયા કયા છે?

CCTV કેમેરાના પ્રકાર

ડોમ CCTV કેમેરા : ડોમ કેમેરાનો ઉપયોગ ઘર, હોટેલ જેવી જગ્યાની છતમાં ફિટ કરવા માટે થાય છે. આ કેમેરો અડધા બોલ જેવો હોય છે. ડોમ કેમેરાના અલગ અલગ પ્રકાર છે જેમ કે સામાન્ય ડોમ કેમેરો, IR ડોમ કેમેરો, ફોકસ ડોમ કેમેરો વગેરે.

બુલેટ કેમેરા:- બુલેટ કેમેરાનો ઉપયોગ રોડ, ટોલ પ્લાઝા, પાર્કિંગ જેવી જગ્યા માટે કરવામાં આવે છે

બોક્સ કેમેરો:- આ કેમેરાનો દેખાવ બોક્સ જેવો હોય છે. આ કેમેરો રાતે કામ નથી કરતો. આ કેમેરાની અંદર એક મોટો લેન્સ રાખેલો હોય છે જેથી પિકચરની ફૂટેજ ક્વોલિટી સારી આવે. આ કેમેરાનો લેન્સ DSLR કેમેરા જેવો લેન્સ આપેલો હોય છે તેના જેવો જ હોય છે. તમે આકાશમાં ઉડતા ડ્રોન વિશે સાંભળ્યુ હશે તો તેમાં આવા બોક્સ જેવા કેમેરાનો ઉપયોગ થાય છે.

PTZ કેમેરા:- આ કેમેરાને તમે રોડ પર જ્યાં ચાર ચોકડી આવતી હોય ત્યાં તમે જે કેમેરો જોયો હશે તે PTZ કેમેરો હોય છે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે ચારેય દિશામાં ફરી શકે છે. જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર, નીચે જેમ તમારે જે જગ્યા પર ફોકસ કરવું હોય તેમ તમે આ કેમેરાને મોનીટરીંગ કરી શકો છો.

પિન હોલ કેમેરા:- ઘણી જગ્યાએ તમને ખબર પણ ના હોય કે અહીંયા કેમેરો લગાવેલો છે જેમ કે ગવર્મેન્ટ જગ્યા, હોટેલ વગેરે એવી જગ્યા પર આ કેમેરાનો ઉપયોગ થાય છે. આ કેમેરાને દૂર થી જોઈ શકાતો નથી કારણ કે તેનું કદ ઘણું નાનું હોય છે એટલે આ કેમેરાને અદ્રશ્ય કેમેરાના (Hidden Camera) નામથી પણ ઓળખવામાં આવે છે.

વાયર વગરના કેમેરા:- આ વાયરલેસ કેમેરાને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. આ કેમેરા વાઇફાઇ અને ઈન્ટરનેટ પ્રોટોકોલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. જેથી કરીને જો તમે કેમેરાથી લાંબા અંતર સુધી દૂર હોય તો તમે તમારા સ્માર્ટ ફોનમાં તે એરિયા કે જ્યાં કેમેરો રાખેલ છે તેને જોઈ શકો છો.


CCTV કેમેરોનું ઈન્સ્ટોલેશન કઈ રીતે થાય છે?

CCTV કેમેરો નું ઈન્સ્ટોલેશન કઈ રીતે થાય છે?

CCTV કેમેરાની કીટમાં કેમેરો, તેના સ્પેશ્યલ વાયર, કનેક્ટર, DVR અથવા NVR ડીવાઈસ કે જેમાં ફૂટેજ રેકોર્ડ થાય છે અને મોનીટર આવે છે. એમાં એવું પણ હોય શકે કે તમારે મોનીટર અલગથી લેવું પડે છે. હવે CCTV કેમેરાને જે જગ્યા પર ફોકસ કરવું હોય તો તેના એરિયામાં સ્ક્રુની મદદથી તેને ફિટ કરવામાં આવે છે. 

હવે જ્યાં તમારું કમ્પ્યુટર અથવા મોનીટર હોય તેની બાજુમાં DVR અથવા NVR ડીવાઈસને રાખવામાં આવે છે અને કેમેરા સાથે કનેક્ટર દ્વારા જોડાયેલો વાયર આ DVR અથવા NVR ડીવાઈસ સાથે કનેક્ટર દ્વારા જોડવામાં આવે છે અને DVR અને NVRને કમ્પ્યુટર અથવા ટીવી સાથે જોડવામાં આવે છે.


CCTV કેમેરાના ફાયદા કયા કયા છે?

 • દુકાનમાં ચોરી થતાં માલને અટકાવવા માટે.
 • રસ્તામાં મારપીટ કે લૂંટ ન થાય તે માટે.
 • કોઈ જાહેર વસ્તુઓને નુકસાન ન પહોચાડે તે માટે.
 • કોઈ 2 વાહનોનું એક્સિડેંટ થતાં કયા વાહનની ભૂલ હતી તે જાણવા માટે.
 • તમારી ઓફિસમાં કયો કર્મચારી શું કરે છે તે જાણવા માટે.
 • હોસ્પિટલમાં કયા એરિયામાં શું થાય છે તે જાણવા માટે.
 • કોઈ રસ્તામાં થૂકીને રોડ રસ્તાને ન બગાડે તે માટે.
 • અમુક ઓફિસોમાં લાંચ ન લેવાય તે માટે.
 • શાળાઓમાં શિક્ષક વિધ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન ન કરે તે માટે.
 • બેન્કમાં ચોરી ન થાય તે માટે.

આવી અનેક ઘટનાઓ અને કામ પર નજર રાખીને તેને સુધારવા અથવા અટકાવવા માટે સીસીટીવીનો ઉપયોગ થાય છે અને આ સૌથી મોટા ફાયદા છે.

આશા છે કે મિત્રો આજે આપણે ઘણું બધુ CCTV વિશે જાણ્યું હશે અને સીસીટીવી વિશે તમને બેઝિક જાણકારી જાણવા મળી હશે, તમારા મિત્રો સાથે પણ આ CCTV વિશે જાણકારી શેર કરજો જેથી તેમને પણ કઈક નવું જાણવા મળે અને અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ: