CDનું ફુલ ફોર્મ શુ છે? CD વિશે પાયાની જાણકારી

મિત્રો અત્યારના આ ટેકનોલોજી અને ઈન્ટરનેટના યુગમાં CD નામની ડિસ્ક લુપ્ત થઈ ગઈ છે. હું વર્ષ 2000 થી વર્ષ 2010 સુધીની વાત કરું તો આ CD નામની ડિસ્કનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હતો. અત્યારે ઉપયોગ થાય છે પણ બહુ ઓછો થાય છે તો આજે આપણે જાણીશું કે CD (સીડી)નું ફુલ ફોર્મ શુ છે? તેના વિશે બેઝિક જાણકારી.

CD Full Form in Gujarati


CDનું ફુલ ફોર્મ શું છે?

CDનું પૂરું નામ “કોમ્પેક્ટ ડિસ્ક“【Compact Disc】 છે.


CD વિશે બેઝિક માહિતી

કોમ્પેક્ટ ડિસ્ક પોર્ટેબલ ડેટાને સ્ટોર કરવાનું માધ્યમ છે. કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ ડિજિટલ સ્વરૂપમાં ઓડિયો, વિડિઓ અને અન્ય ડેટાને સ્ટોર કરવાનું અને તેને ગમે ત્યારે ઉપયોગ કરવાનું છે. કોમ્પેક્ટ ડિસ્કની અંદર ડેટાને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 0 થી 1 ના ફોર્મમાં સ્ટોર કરવામાં આવે છે અને આ ડેટાને ડિસ્કની અંદર લેઝર બીમની મદદથી સ્ટોર કરવામાં આવે છે.


કોમ્પેક્ટ ડિસ્કની શોધ કોને કરી હતી?

કોમ્પેક્ટ ડિસ્કની શોધ અમેરિકાના ભૌતિક વૈજ્ઞાનિક જેમ્સ રસેલ (James Russell)એ 1960ના વર્ષમાં કરી હતી.


કોમ્પેક્ટ ડિસ્કની કેપેસિટી અને તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે?

કોમ્પેક્ટ ડિસ્કની અંદર 650 થી 700 MBનો ડેટા સ્ટોર કરી શકાય છે. કોમ્પેક્ટ ડિસ્કના સ્ટ્રક્ચરની વાત કરીએ તો 4.7 ઇંચ પહોળાય અને 1.2 mm જાડાઈ હોય છે અને તેનું વજન 15 તો 20 ગ્રામની વચ્ચે હોય છે.


કોમ્પેક્ટ ડિસ્કને શેમાંથી બનાવવામાં આવે છે?

કોમ્પેક્ટ ડિસ્કમાં 2 પ્રકારના ભાગ હોય છે, એક ભાગ પ્લાસ્ટિકનો બનેલો હોય છે અને બીજો ભાગ એલ્યુમિનિયમનો બનેલો હોય છે. પ્લાસ્ટિકથી બનેલો ભાગ હોય છે તેને પોલિકાર્બોનેટ પ્લાસ્ટિક મટીરીયલથી બનાવવામાં આવે છે. જે તૂટે નહિ તેવા પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. 


કોમ્પેક્ટ ડિસ્કના પ્રકાર કયા કયા છે?

👉 CD-R : કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ (Compact Disc – Recordable). આ પ્રકારની ડિસ્કમાં તમે એક વાર ડેટાને સ્ટોર કરો છો અને જો પછી તમારે પાછળથી તે ડેટાને ડીલીટ કરવો છે તો તમે ના કરી શકો.

👉 CD-ROM : કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી (Compact Disc – Read Only Memory). આ પ્રકારની ડિસ્કમાં તમે જે ડેટા સ્ટોર કરેલો છે તેને બદલી નથી શકાતો. આ ડિસ્કનો ડેટા તમે ખાલી વાંચી શકો છો.

👉 CD-RW : કોમ્પેક્ટ ડિસ્ક રી રાઈટેબલ (Compact Disc – ReWritable). આ ડિસ્કમાં તમે ડેટાને સ્ટોર કરી શકો છો અને જો ડેટાને ના જોવતો હોય તો ડીલીટ પણ કરી શકો છો. જે રીતે તમે પેન ડ્રાઇવનો ઉપયોગ કરો છો તેવી જ રીતે તમે આ ડિસ્કનો ઉપયોગ કરી શકો છો.


કોમ્પેક્ટ ડિસ્કના ફાયદા કયા કયા છે?

👉 કોમ્પેક્ટ ડિસ્કની કિંમત સસ્તી હોય છે.

👉 કોમ્પેક્ટ ડિસ્ક પોર્ટેબલ છે એટલે પેન ડ્રાઈવની જેમ તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો.

👉 કોમ્પેક્ટ ડિસ્ક લાંબા સમય સુધી ચાલે છે.


કોમ્પેક્ટ ડિસ્કના નુકસાન કયા કયા છે?

👉 કોમ્પેક્ટ ડિસ્ક ઉપર સ્ક્રેચ પડે છે એટલે જો સાચવીને ના રાખો તો ખરાબ થઈ શકે છે.

👉 રીડ અને રાઈટ કરવાની ગતિ ધીમી હોય છે.

👉 ડેટાને સ્ટોર કરવાની કેપેસિટી ઓછી હોય છે.


તો મિત્રો આશા છે કે તમને CD વિશે પાયાની જાણકારી મળી હશે, તમે આ માહિતી પોતાના મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમણે પણ CD વિશે રસપ્રદ માહિતી જાણવા મળે.

  • અમારી અન્ય પોસ્ટ:-

🔗 USBનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

🔗 BIOSનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

🔗 PCનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

🔗 CPUનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

🔗 PDFનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી