CDN નું ફુલ ફોર્મ શું છે? જાણો સરળ રીતે

CDN નું ફુલ ફોર્મ શું છે? જાણો સરળ રીતે

CDN નું ફુલ ફોર્મ શું છે?

CDN નું ફુલ ફોર્મ છે “કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (Content Delivery Network)

CDN વિશે માહિતી

  • CDN નો ઉપયોગ વેબસાઇટમાં થાય છે જેના દ્વારા કોઈ પણ વેબસાઇટની લોડ સ્પીડ (Load Speed) વધારી શકાય છે અને તેનાથી યુઝરનો અનુભવ વેબસાઇટ પર સારો બને છે.
  • વેબસાઇટમાં જે પણ ફોટા, વિડિયો કે ટેક્સ્ટ જેવી સામગ્રી (Content) છે તો તેને યુઝરના ડિવાઇસમાં ઝડપથી પહોચાડવા માટેનું આ એક નેટવર્ક છે જેને “કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક” કહેવાય છે.
  • કોઈ પણ વેબસાઇટ એક સર્વર (Server) પર સ્ટોર હોય છે અને જ્યારે યુઝર તે વેબસાઇટની મુલાકાત લે છે તો તે વેબસાઇટના ડેટા તે સર્વરમાથી યુઝરના ડિવાઇસમાં ઇન્ટરનેટ દ્વારા લોડ થાય છે.
  • હવે તે સર્વર અમેરીકામાં હોય અને યુઝર અહી ભારતમાં હોય તો વારંવાર એક સાથે આવા ઘણા યુઝરને આટલા દૂરથી વેબસાઇટની સામગ્રીને યુઝરના ડિવાઇસમાં પહોચાડવું એટલે વેબસાઇટની સ્પીડમાં થોડો ઘટાડો જોવા મળે છે.
  • આ કારણે CDN  માં CDN ના સર્વર પૂરી દુનિયામાં ઉપલબ્ધ હોય છે અને જ્યારે કોઈ વેબસાઇટ CDN સાથે કનેક્ટ થાય છે તો તે વેબસાઇટના ડેટા CDN ના અલગ – અલગ જગ્યાના સર્વર પર Cache સ્વરૂપમાં સ્ટોર થઈ જાય છે.
  • હવે યુઝર જ્યાં હશે તો વેબસાઇટની સામગ્રી તે CDN ના નજીકના સર્વર પરથી લોડ થશે અને આનાથી વેબસાઇટની સ્પીડમાં વધારો જોવા મળશે.
  • ઉદાહરણ તરીકે CDN ના સર્વર ભારતમાં ક્યાંક હશે તો જો ભારતનો યુઝર તે વેબસાઇટ ખોલશે તો તે વેબસાઇટની ફાઇલ ભારતના સર્વર પરથી યુઝરના ડિવાઇસમાં લોડ થશે અને આનાથી વેબસાઇટની સ્પીડ વધશે.
  • હાલ મોટા ભાગની બધી જ વેબસાઇટ CDN દ્વારા જોડાયેલી હોય છે જેમ કે Netflix, Facebook અને Amazon વગેરે…
  • CDN વેબસાઇટને સારી સ્પીડ, સુરક્ષા, મુખ્ય સર્વર પર લોડ ઓછો કરવો વગેરે સેવા આપે છે. CDN માટે પણ અલગ – અલગ કંપની હોય છે જેમાં સૌથી લોકપ્રિય કંપની “Cloudflare” છે.

મિત્રો આશા છે કે તમને આ CDN વિશે જાણકારી બરાબર જાણવા મળી હશે, તમારા મિત્રો સાથે પણ તમે આ CDN વિશેની માહિતી શેર કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: