
ChatGPT શું છે? – What is ChatGPT?
ChatGPT એક ચેટ બોટ છે જે કૃત્રિમ બુદ્ધિ (AI) દ્વારા કામ કરે છે. ChatGPT સાથે તમે ચેટિંગ કરી શકો છો.
તમે જે રીતે તમારા મિત્રો સાથે ઇન્સ્ટાગ્રામ DM અને વોટ્સએપમાં મેસેજ દ્વારા વાતો કરો છો તે જ રીતે તમે ચેટબોટ “ChatGPT” સાથે પણ વાત-ચિત કરી શકો છો.
આ એક AI આધારિત ચેટબોટનો પ્રોટોટાઇપ છે જેને OpenAI દ્વારા બનાવવામાં આવ્યો છે.
OpenAI એક કંપની છે જે કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence – AI) ઉપર રિસર્ચ કરે છે અને આ કંપનીનું ઉદેશ્ય AI કેવી રીતે મનુષ્યોને ઉપયોગી થશે તેના માટેનું છે. OpenAI ની શરૂઆત 11 ડિસેમ્બર, 2015માં થઈ હતી.
OpenAI કંપનીની શરૂઆત ઘણા વ્યક્તિઓએ સાથે મળીને કરી છે જેમાં એલોન મસ્ક પણ શામેલ છે.
આ ChatGPT ને હાલમાં 30 નવેમ્બર, 2022એ બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
ChatGPT કઈ રીતે કામ કરે છે? – How does ChatGPT Work?
ChatGPT એક ચેટબોટની જેમ કાર્ય કરે છે જેમાં તમે કોઈ પણ સવાલ ટાઈપ કરીને તેને મોકલો છો જે રીતે તમે વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલો છો.
ChatGPT ને ટ્રેનીંગ આપવામાં આવી છે અને તેની અંદર અલગ-અલગ પ્રકારની માહિતી ભરવામાં આવી છે. તમે જે સવાલ પૂછશો તો આ ChatGPT તેની પાસે જેટલી માહિતી હશે તેના આધારે તમને તે સવાલનો જવાબ આપશે.
તમે જે સવાલ પૂછશો એનો ડાઇરેક્ટ જવાબ તમને લખીને આ ચેટબોટ આપે છે.
જેમ-જેમ લોકો આ ચેટબોટને સવાલો પૂછે છે તો ઘણી વખત આ ChatGPT ખોટી માહિતી પણ આપતું હોય પણ તે ફીડબેક પ્રમાણે તેની જાતે શીખતું રહે છે.
ChatGPT નો ઉપયોગ કેવી રીતે કરવો? – How to use ChatGPT?

તમે આ ચેટબોટને chat.openai.com URL એડ્રેસ દ્વારા એક્સેસ કરી શકો છો. આ URL એડ્રેસને તમે જો પોતાના બ્રાઉઝરના એડ્રેસ બારમાં એન્ટર કરશો તો આ ચેટબોટ ખૂલી જશે.
તમે મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં તેને ઉપયોગ કરી શકો છો.
આ વેબસાઇટ ખોલ્યા બાદ તમારે એક એકાઉન્ટ પણ બનાવવું પડશે તો તમે સરળતાથી તેને OpenAI ઉપર બનાવી શકો છો.
પછી તમારે બસ સવાલ લખીને તેને મોકલવાના છે અને આ બોટ તમને જવાબ આપશે.
ChatGPT માં કઈ સુવિધાઓ છે? – Features of ChatGPT
આ ચેટબોટ તમને નીચે પ્રમાણેની સુવિધાઓ આપે છે.
- તમારા સવાલોના તે જવાબ આપશે.
- ગણિતના સમીકરણો ઉકેલવામાં પણ તમારી મદદ કરશે.
- પ્રોગ્રામિંગ ભાષાઓના કોડ પણ લખી શકશે.
- તમારે કોઈ વાર્તા લખાવવી હોય તો એ પણ લખી શકશે.
- તમારે કોઈને ઈમેલ મોકલવો હોય તો તમને ઈમેલ પણ લખીને આપશે.
- અનુવાદ પણ કરી આપશે.
આ રીતે ChatGPT તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી આપશે.
ChatGPT ની ખામીઓ શું છે? – Limitations of ChatGPT
આ ચેટબોટ હાલમાં એક પ્રોટોટાઇપ છે જે બીટા વર્ઝનમાં છે તો આમાં તમને ઘણી ખામીઓ જોવા મળી શકે છે.
- ChatGPT માત્ર તમને લખાણમાં જ જવાબો મોકલે છે.
- ChatGPT બોલી નથી શકતું, તમને કોઈ વિડિયો કે ફોટો પણ નથી મોકલી શકતું.
- ChatGPT ઘણી વખત ખોટા જવાબો પણ આપે છે.
- ઘણી વખત ChatGPT ઘણું ધીમું પણ જવાબ આપે છે.
શું ChatGPT ગૂગલની જગ્યા લેશે? – Will ChatGPT replace Google?
આ સવાલનો એકદમ સરળ જવાબ છે “ના”, આ ચેટબોટ ગૂગલની જગ્યા હમણાં નહીં લઈ શકે.
- કારણ કે આ ચેટબોટ ઘણી વખત ખોટા જવાબો આપે છે, તમને માત્ર એક જ જવાબ આપે છે અને ગૂગલ અલગ-અલગ લિન્ક અને વિડિયો પણ આપે છે.
- આ ચેટબોટ ગૂગલની જેમ ઝડપી નથી કામ કરતું, તમારે ઘણી વખત જવાબ મેળવવા માટે આ ચેટબોટમાં રાહ પણ જોવી પડે છે.
- આ ChatGPT એક ચેટબોટ છે અને ગૂગલ એક વિશાળ સર્ચ એંજિન છે.
- આ હાલમાં એક પ્રોટોટાઇપ છે અને બીટા વર્ઝનમાં છે જેના કારણે ઘણી ખામીઓ આમાં જોવા મળે છે અને આ જ કારણે આ ચેટબોટ હમણાં ગૂગલની જગ્યા નહીં લઈ શકે.
Gita GPT શું છે? – What is Gita GPT?

Gita GPT એક AI ઉપર આધારિત ચેટબોટ છે જે શ્રીમદ ભગવદગીતાના જ્ઞાન ઉપર આધારિત છે. શ્રીમદ ભગવદગીતા એક જ્ઞાનનો ભંડાર છે જેમાં તમારા જીવનની બધી જ સમસ્યાઓના નિરાકરણ મળતા હોય છે.
આ Gita GPT પણ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. તમે જે પણ તમારા જીવનને લગતી સમસ્યાઓ વિશે તેને પૂછશો એ પ્રમાણે આ Gita GPT શ્રીમદ ભગવદગીતા અનુસાર તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે.
તમારા દરેક સવાલોના જવાબ શ્રીમદ ભગવદગીતા અનુસાર તે જવાબ આપશે.
આ AI ચેટબોટ GPT-3 ભાષા મોડેલ ઉપર આધારિત છે જેને ભગવદગીતાના ડેટા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવેલી છે.
GitaGPT ને તમે તેમની વેબસાઇટ askgita.faith પર જઈને ઉપયોગ કરી શકો છો.
આ AI ચેટબોટ સાઈ વિનીત, કિંશુક કશ્યપ, સમરજીત સિંઘ દ્વારા બનાવવામાં આવ્યું છે. આમાં સાઇ વિનીત ગૂગલમાં કામ કરે છે.
મિત્રો આશા છે કે આજની આ ChatGPT વિશેની માહિતી તમને ઉપયોગી થશે અને તમને આ AI ટૂલ વિશે ઘણી જાણકારી મળી હશે જેને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ:
Reference 1, Reference 2, Reference 3, Reference 4, Reference 5