સામાન્ય રીતે “ક્લાઉડ”નો અર્થ ‘વાદળ’ થાય છે અને “કમ્પ્યુટિંગ” એટલે ‘કમ્પ્યુટરનો ઉપયોગ’ થાય છે તો ક્લાઉડ કમ્પ્યુટિંગ નામ સાંભળીને તમારા મગજમાં સવાલ આવતો હશે કે શું ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે વાદળમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવો?
તો આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે ઘણી બધી મૂંઝવણને દૂર કરીશું કારણ કે આજે તમને ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે માહિતી જાણવા મળશે કે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું? ક્લાઉડ કમ્પ્યુટિંગ કેવી રીતે કામ કરે છે? વગેરે વિશે જાણીશું.
ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? – What is Cloud Computing in Gujarati?
ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા બીજા કમ્પ્યુટરનું સ્ટોરેજ વાપરવું, બીજા કમ્પ્યુટરની શક્તિ વાપરવી, બીજા કમ્પ્યુટરના રિસોર્સનો ઉપયોગ કરવો એ કોઈ પણ જગ્યા કે કોઈ પણ ડિવાઇસમાં કરવું તો તેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય છે.
ક્લાઉડનો અર્થ તમે ઇન્ટરનેટ કહી શકો જેના દ્વારા તમે બીજા કમ્પ્યુટરનું સ્ટોરેજ વાપરી શકો, બીજા કમ્પ્યુટરની શક્તિ વાપરી શકો, બીજા કમ્પ્યુટરના રિસોર્સને ઉપયોગ કરી શકો વગેરેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય છે.
સરળ ઉદાહરણ ગૂગલ ડ્રાઇવ અને તેના જેવી અન્ય ઓનલાઇન સ્ટોરેજ સર્વિસ છે. ગૂગલ ડ્રાઇવમાં તમે તમારી ફાઈલો અપલોડ કરી શકો છો એટલે તમે ગૂગલના સર્વર કમ્પ્યુટરનું સ્ટોરેજ વાપરો છો, ફાઈલોને તમારા ડિવાઇસમાં ઝડપથી લોડ કરવી એટલે તમે ગૂગલના જ કમ્પ્યુટરની શક્તિ અને રિસોર્સનો ઉપયોગ કરો છો અને ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ તમે કોઈ પણ ડિવાઇસ અને કોઈ પણ જગ્યાએ કરી શકો છો.
તો ગૂગલ ડ્રાઇવ ક્લાઉડ કમ્પ્યુટિંગનું સરળ ઉદાહરણ છે. તમે ઘણા ઓનલાઇન સોફ્ટવેર પણ વાપર્યા હશે તો તે પણ ક્લાઉડ કમ્પ્યુટિંગના ઉદાહરણ છે, તે ઓનલાઇન સોફ્ટવેર માત્ર તમારો ઇન્ટરનેટ ડેટા લે છે અને બસ એ સોફ્ટવેર તેના પોતાના કમ્પ્યુટર દ્વારા તમારા ડિવાઇસમાં ઇન્ટરનેટ દ્વારા કામ કરે છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ મફત પણ થાય છે અને પૈસા પણ આપવા પડી શકે છે, તમારી કેટલી જરૂરિયાત છે તે પ્રમાણે તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસની માંગ કરી શકો છો અને તે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ આપતી કંપની તમારી જરૂરિયાત પૂરી કરે છે અને એ પ્રમાણેનો ચાર્જ તમારે આપવો પડે છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ કેવી રીતે કામ કરે છે? – How does cloud computing work?
ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસનો ઉપયોગ મોટી મોટી કંપનીઓ કરે છે, જેમ કે કોઈ કંપની છે અને તેમને પોતાના કર્મચારીઓના ડેટાને સ્ટોર કરવો છો અને તે ડેટા ખૂબ જ વધારે છે તો તે કંપની પોતાનો ડેટા સેન્ટર નહીં ખોલે કારણ કે તે ખર્ચાળ હોય છે. ડેટા સેન્ટર ખોલવા માટે તેમને મોટી જગ્યાની પણ જરૂર પડશે.
એટલે તે કંપની Amazon Web Services (AWS), Google Cloud, Microsoft Azure, IBM Cloud જેવી ક્લાઉડ સર્વિસનો સહારો લેશે અને પોતાની જરૂરિયાત પ્રમાણે તેમની પાસેથી સ્ટોરેજ ખરીદશે અને તેમાં તે કંપની પોતાના કર્મચારીઓનો ડેટા સ્ટોર કરશે. તે કંપનીના કર્મચારીઓના ડેટા ક્લાઉડમાં સ્ટોર થઈ જશે.
હવે તે કંપનીને જ્યારે જરૂર પડે ત્યારે તે ડેટાને એક્સેસ કરી શકશે, હવે જે કંપનીએ સર્વિસ આપી જેમ કે AWS, Google Cloud, Microsoft Azure તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ આપતી કંપનીઓની જવાબદારી રહેશે કે તે તેમની ગ્રાહક કંપનીઓના ડેટાને મેનેજ કરે, તેની પાછળ કમ્પ્યુટરને ઉર્જા આપે, તેમાં સિક્યોરિટી એક્ષ્પેર્ટ ને રાખીને ડેટાને સુરક્ષિત રાખે, તે પોતાના કમ્પ્યુટરને 24 કલાક અને 7 દિવસ વીજળી આપે વગેરે.
આટલી બધી જવાબદારી ક્લાઉડ સર્વિસ કંપનીઓને લેવી પડે છે અને તેના આધારે તેઓ પોતાની ગ્રાહક કંપનીઓ પાસેથી પૈસા લે છે. આથી આટલી બધી જવાબદારી બીજા લોકોએ ન લેવી પડે તેને લીધે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસનો ઉપયોગ થાય છે અને આવી રીતે તે કામ કરે છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગના પ્રકાર (Deployment)
આપણે આગળ ક્લાઉડ કમ્પ્યુટિંગને સમજવા માટે ગૂગલ ડ્રાઇવ અને સ્ટોરેજનું ઉદાહરણ લીધું હતું પણ ક્લાઉડ કમ્પ્યુટિંગ આટલા સુધી સીમિત નથી, તેની સર્વિસના ઘણા પ્રકાર તમને આગળ જાણવા મળશે.
પબ્લિક ક્લાઉડ
પબ્લિક ક્લાઉડ એટલે એક એવી ક્લાઉડ સર્વિસ જે બધા જ લોકો માટે ઉપલબ્ધ હોય છે અને કોઈ પણ યુઝર તેનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા કરી શકે છે જેમાં તે સર્વિસ મફત અથવા પૈસા આપીને પણ વપરાઈ શકે છે.
પ્રાઇવેટ ક્લાઉડ
પ્રાઇવેટ ક્લાઉડમાં કોઈ કંપની કે કોઈ સંસ્થા જેમ કે કોર્પોરેશન અથવા યુનિવર્સિટી પાસે ક્લાઉડ સર્વિસ માટેનું પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય શકે છે અથવા તેની રિમોટ લોકેશન પણ હોય શકે છે તો આ સર્વિસનો ઉપયોગ તે કોર્પોરેશન કે યુનિવર્સિટી જ કે તેના લોકો જ કરી શકે છે. તેના સિવાય બીજો કોઈ બહારનો વ્યક્તિ પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ ન કરી શકે.
કમ્યુનિટી ક્લાઉડ
કમ્યુનિટી ક્લાઉડમાં એક ઓર્ગેનાઇઝેશન પોતાના ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અલગ-અલગ ઓર્ગેનાઇઝેશન સાથે શેર કરે છે જેમાં ત્યાંના અલગ-અલગ લોકો તેનો ઉપયોગ કરીને સાથે કામ કરી શકે છે. આમાં ક્લાઉડ સર્વિસ રિમોટ પણ હોય શકે છે પણ તે અલગ-અલગ ઓર્ગેનાઇઝેશન સાથે શેર કરવામાં આવે છે જેથી તે ઓર્ગેનાઇઝેશનના લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.
હાઇબ્રિડ ક્લાઉડ
હાઇબ્રિડ ક્લાઉડ પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડનું મિશ્રણ હોય છે, આમાં પબ્લિક ક્લાઉડ અને પ્રાઇવેટ ક્લાઉડની સર્વિસને એક સાથે પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે કોઈ ફંકશન પ્રાઇવેટ ક્લાઉડમાં હોય તો તેના માટે પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ કરી શકાય અને કોઈ ફંકશન પબ્લિક ક્લાઉડમાં હોય તો તેના માટે પબ્લિક ક્લાઉડ ઉપયોગમાં લેવાય છે તો આ બંનેનું મિશ્રણ હાઇબ્રિડ ક્લાઉડ છે.
સર્વિસના આધારે પ્રકાર ક્લાઉડ કમ્પ્યુટિંગના પ્રકાર
IaaS – Infrastructure as a service
IaaS એટલે Infrastructure as a service જેમાં તમે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાડે લો છો અને તેના રિસોર્સ, પાવર, સ્ટોરેજ, નેટવર્ક કેપેસિટી જેવી વગેરે સુવિધાનો ઉપયોગ કરો છો.
PaaS – Platform as a service
PaaS એટલે Platform as a service એક એવું પ્લેટફોર્મ જ્યાં સોફ્ટવેર ડેવલોપર પોતાની એપ્લિકેશન અને સોફ્ટવેરને મેનેજ કરી શકે છે, તેને બનાવી શકે છે અને ટેસ્ટ પણ કરી શકે છે, તેને જરૂર પૂરતા ટૂલ પણ મળી રહે છે, ટૂંકમાં સોફ્ટવેર ડેવલોપરને એવું એક વાતાવરણ અથવા પ્લેટફોર્મ મળે છે જેના પર તે સોફ્ટવેર બનાવી શકે છે.
SaaS – Software as a service
SaaS એટલે Software as a service હોય છે, જેમાં અલગ-અલગ વેબ સર્વિસ હોય છે એટલે એપ્લિકેશન સોફ્ટવેર હોય છે જેને ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવે છે અને તમે તેનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા પોતાના વેબ બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકો છો. તેનું ઉદાહરણ માઇક્રોસોફ્ટનું Office 365, ગૂગલ ડ્રાઇવ સાથે આવતી સર્વિસ જેમાં ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ, ગૂગલ સ્લાઇડ અને Canva પણ એક સોફ્ટવેર છે જેને તમે ક્લાઉડમાં ઉપયોગ કરી શકો છો.
ક્લાઉડ કમ્પ્યુટિંગના લાભ અને ગેરલાભ
ક્લાઉડ કમ્પ્યુટિંગના લાભ
- ક્લાઉડ કમ્પ્યુટિંગમાં તે ડેટાને અલગ-અલગ ડેટા સેન્ટર પર કોપી બનાવીને સ્ટોર કરેલા હોય છે જેથી કોઈ એક ડેટા સેન્ટરને નુકસાન થાય તો તેની કોપી રહેલી હોય છે તેથી તમારો ડેટા બચી જાય છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ ખૂબ ઝડપી હોય છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ સસ્તી હોય છે કારણ કે તેમાં આપણે ડેટા સેન્ટર ખોલવાની જરૂર નથી હોતી.
- ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસને કોઈ પણ ડિવાઇસમાં ઉપયોગ કરી શકાય છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસને કોઈ પણ સમયે ઉપયોગ કરી શકાય છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગને કારણે તમારે પોતાના કમ્પ્યુટરના રિસોર્સ વધારવાની જરૂર હોતી નથી.
- ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે તમારે બસ ઇન્ટરનેટની જરૂર પડે છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગમાં તમારે પોતાની જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરવાનો હોય છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગના ગેરલાભ
- જો તમારી પાસે સારું ઇન્ટરનેટ ડેટા કનેક્શન નથી તો તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસનો ઉપયોગ સારી રીતે ન કરી શકો.
- જો તમે સારી કંપનીની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ ન વાપરો તો તમારો ડેટા ખતરામાં પણ મુકાઇ શકે છે.
ક્લાઉડનો અર્થ શું થાય?
ક્લાઉડનો અર્થ એક એવી સર્વિસ જેને કોઈ પણ જગ્યા કે કોઈ પણ ડિવાઇસમાં ઉપયોગ કરી શકાય છે.
ક્લાઉડ સર્વિસ આપતી મુખ્ય કંપનીઓ કઈ કઈ છે?
ક્લાઉડ સર્વિસ આપતી મુખ્ય કંપનીઓ ઘણી બધી છે જેમ કે AWS, Google Cloud, Microsoft Azure, IBM Cloud વગેરે…
ડિપ્લોયમેંટ આધારિત ક્લાઉડ કમ્પ્યુટિંગના પ્રકાર કેટલા અને કયા કયા છે?
ડિપ્લોયમેંટ આધારિત ક્લાઉડ કમ્પ્યુટિંગના મુખ્ય 3 પ્રકાર છે જેમાં પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ.
સર્વિસ આધારિત ક્લાઉડ કમ્પ્યુટિંગના કેટલા અને કયા કયા પ્રકાર છે?
સર્વિસ આધારિત ક્લાઉડ કમ્પ્યુટિંગના મુખ્ય 3 પ્રકાર છે જેમાં IaaS, PaaS, SaaS છે.
અત્યારે સૌથી લોકપ્રિય ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ કઈ છે?
અત્યારે 2023માં સૌથી લોકપ્રિય ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ Amazon Web Services (AWS) છે.
નિષ્કર્ષ
આશા છે કે મિત્રો આજે તમને ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે સરળ રીતે જાણવા મળ્યું હશે, ક્લાઉડ કમ્પ્યુટિંગ શરૂઆતમાં થોડો મુશ્કેલ વિષય છે પણ તમે તેને હજુ ફરી વાંચશો તો તમને વધારે સમજણ અને ખ્યાલ આવશે. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી બધાને જ ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
Thank you for being of assistance to me. I really loved this article.
Thank you very much! 🙏❤️