કમ્પ્યુટર એટલે શું? | જાણો સંપૂર્ણ માહિતી

What is Computer in Gujarati?

આજનો સમય ઇન્ટરનેટનો છે અને ઇન્ટરનેટના આ યુગમાં સૌથી જરૂરી વસ્તુ કમ્પ્યુટર (Computer) છે. કમ્પ્યુટરની જરૂર બધા જ ક્ષેત્રોમાં પડે છે. કમ્પ્યુટરની મદદથી આપણે ઘણું બધુ કામ એક સાથે કરી નાખીએ છે. કમ્પ્યુટર આવવાથી માણસનો ખૂબ સમય બચી ગયો છે. આજનો યુગ કમ્પ્યુટર વગર અધૂરો છે.

કમ્પ્યુટર એક મશીન છે અને આ મશીન ઘણા બધા વ્યક્તિઓનું કામ એક સાથે કરી નાખે છે અને તેને કારણે માણસની મજૂરી અને સમય બચી જાય છે.

આજે આપણે આ આધુનિક યંત્ર જેને આપણે કમ્પ્યુટર કહીએ છે તેના વિશે માહિતી મેળવીશું કે કમ્પ્યુટર એટલે શું? (What is Computer in Gujarati?) તેની પૂરી માહિતી મેળવીશું.

કમ્પ્યુટર એટલે શું? – What is Computer?

કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે જે કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને વ્યક્તિ જેમ કમ્પ્યુટરને આદેશ આપે એમ કમ્પ્યુટર તે કામ કરીને તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટર સંગણક તરીકે પણ ઓળખાય છે. કમ્પ્યુટરમાં કોઈ માહિતી દાખલ કરીને તેનું પરિણામ લાવી શકાય છે.

વ્યક્તિ કમ્પ્યુટરને જેટલા પણ આદેશ આપે તે કમ્પ્યુટર પૂરા કરે છે અને જેવા કામ છે તે પ્રમાણે તેનું પરિણામ લાવે છે. કમ્પ્યુટરનો મુખ્ય ઉદેશ્ય ગણતરી કરવી હતી પણ અત્યારના સમયમાં કમ્પ્યુટરનું ઉદેશ્ય અલગ-અલગ છે જેમ કે “ગેમ રમવી, વિડિયો જોવા, મ્યુઝિક સાંભળવા, ઇન્ટરનેટ વાપરવું, ફાઇલ બનાવવી, માહિતી સંગ્રહ કરવી, વિડિયો એડિટ કરવા” વગેરે કામો પૂર્ણ કરવા તે કમ્પ્યુટરનું ઉદેશ્ય છે.

અત્યારે કમ્પ્યુટરનો સામાન્ય ઉદેશ્ય ઇન્ટરનેટ પણ છે, કોઈ પણ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટની મદદથી કોઈ પણ માહિતી શોધી શકાય છે અને દુનિયાના અન્ય લાખો કમ્પ્યુટર સાથે જોડાઈ શકાય છે.

કમ્પ્યુટરની પરિભાષા શું છે? – Computer Definition

એક એવું ઈલેક્ટ્રોનિક મશીન જે આદેશ મુજબ કાર્ય કરે છે, દાખલ કરેલા ડેટાનું પરિણામ લાવે છે, મોટી-મોટી ગણતરીઓ કરે છે, એક એવું મશીન જે બીજા મશીનોને પણ કંટ્રોલ કરે છે, એક એવું મશીન જે માહિતીનો સંગ્રહ કરે છે તેને કમ્પ્યુટર કહેવાય છે.

કમ્પ્યુટર નામની શરૂઆત – Beginning of Computer Name

કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ “Computare” પરથી થઈ છે પણ અમુક જાણકારોનું માનવું છે કે કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ “Compute (કમ્પ્યુટ)” પરથી થઈ છે. એમ આપણે જોવા જઈએ તો બંને શબ્દનો અર્થ એક જ થાય છે કે “ગણતરી કરવી” કે “ગણના કરવી”.

કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? – What Language does Computer Understand?

કમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે તેને લીધે તે 0 અને 1 બાઈનરી ભાષા સમજે છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કરીએ છે તે ઇલેક્ટ્રીક સિગ્નલમાં ફેરવાઇ જાય છે અને કમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોવાથી તે ઇલેક્ટ્રીક સિગનલને સમજે છે.

અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી જેવી અન્ય ભાષાઓ જે માણસ બોલતો હોય છે તે કમ્પ્યુટર નથી સમજતું, કમ્પ્યુટર બધુ જ 0 અને 1 ની ભાષામાં સમજે છે.

કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ 2 પ્રકારની અવસ્થામાં હોય છે જેમાં તે ઈલેક્ટ્રોનિક ઉપકરણ ચાલુ હોય અથવા તે બંધ હોય. 0 અંક એ ઈલેક્ટ્રોનિક ઉપકરણની બંધ અવસ્થાને દર્શાવે છે અને 1 અંક ચાલુ અવસ્થાને દર્શાવે છે.

જ્યારે આપણે કીબોર્ડ કે માઉસમાં કોઈ પણ બટન દબાવીએ છીએ ત્યારે તે ઈલેક્ટ્રોનિક સિગ્નલ સીપીયુમાં મોકલે છે અને સીપીયુ તે ઈલેક્ટ્રોનિક સિગ્નલની 2 અવસ્થાને સમજે છે, એક તો તે સિગ્નલ ચાલુ છે અને તે બંધ છે.

કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ તેને 0 અને 1 નામ આપી દીધું જેથી માણસ 0 અને 1 સમજી શકે.

પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ આના માટે જ થાય છે, પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કમ્પ્યુટરને પ્રોગ્રામ કરવા માટે થાય છે અને પ્રોગ્રામિંગ ભાષાને માણસ સમજી શકે છે અને જે પણ આપણે કોડ બનાવીને છે તે કોડ કંપાઈલ થઈને 0 અને 1 માં ફેરવાઇ જાય છે અને કમ્પ્યુટર માણસ દ્વારા બનાવેલા પ્રોગ્રામિંગ કોડને સમજી શકે છે.

કમ્પ્યુટરની પેઢીઓના નામ – Computer Generations Names

  • કમ્પ્યુટરની પ્રથમ પેઢી 1946 થી 1959  “વેક્યુમ ટ્યુબ
  • કમ્પ્યુટરની બીજી પેઢી 1959 થી 1965ટ્રાંઝિસ્ટર
  • કમ્પ્યુટરની ત્રીજી પેઢી 1965 થી 1971ઇન્ટીગ્રેટેડ સર્કિટ
  • કમ્પ્યુટરની ચોથી પેઢી 1971 થી 1980માઇક્રોપ્રોસેસર
  • કમ્પ્યુટરની પાંચમી પેઢી 1980 થી અત્યાર સુધીઆર્ટિફિશ્યલ ઈન્ટેલિજેન્સ

કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ – Computer Full Form

કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ (Computer Full Form) નીચે પ્રમાણે છે.

Computer

  • C- Commonly
  • O- Operated
  • M- Machine
  • P- Particularly
  • U- Used For
  • T- Technical And
  • E- Educational
  • R- Research

સૂચના: ઉપર બતાવેલું ફુલ ફોર્મ કોઈ ચોક્કસ ફુલ ફોર્મ નથી બસ લોકો દ્વારા આવું ફુલ ફોર્મ બનાવવામાં આવ્યું છે.

કમ્પ્યુટરના મુખ્ય ભાગોના નામ – Parts of Computer

કમ્પ્યુટરના પ્રકાર – Types of Computers in Gujarati

તમે કમ્પ્યુટર તો અલગ-અલગ વાપર્યા હશે પણ કમ્પ્યુટરના પણ અલગ પ્રકાર આવે છે અને તમારે કમ્પ્યુટર ના પ્રકાર (Types of Computers) વિશે જરૂર જાણવું જોઈએ.

  • માઇક્રોકમ્પ્યુટર
  • મિનિકમ્પ્યુટર
  • મેનફ્રેમકમ્પ્યુટર
  • સુપરકમ્પ્યુટર

માઇક્રોકમ્પ્યુટર

  • ડેસ્કટોપ કમ્પ્યુટર (Desktop Computer)
ડેસ્કટોપ કમ્પ્યુટર ગુજરાતીમાં

ડેસ્કટોપ કમ્પ્યુટર એક જગ્યા પર સ્થિર હોય છે અને આપણે તેને એક ટેબલ પર મૂકીને વાપરવું પડે જેમાં અલગ-અલગ પાર્ટસ હોય છે જેમ કે માઉસ, કીબોર્ડ, સીપીયુ, પ્રિંટર, મોનિટર વગેરે એકબીજા સાથે જોડાયેલું હોય છે અને ત્યારે આપણે એક ડેસ્કટોપ કમ્પ્યુટરને ઉપયોગ કરી શકીએ છે. ડેસ્કટોપ કમ્પ્યુટરને ચાલુ કરંટ દ્વારા વાપરવામાં આવે છે.

ડેસ્કટોપ કમ્પ્યુટરમાં કોઈ પણ જાતની બેટરી નથી હોતી તેને કારણે તેમાં વીજળીનો સતત ઉપયોગ થતો હોય છે.

ડેસ્કટોપ કમ્પ્યુટર બીજા અન્ય કમ્પ્યુટર કરતાં પાવરફૂલ હોય છે. ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આપણે આપણાં હિસાબથી કોઈ વસ્તુમાં ફેરફાર કરી શકીએ છે.

  • લેપટોપ કમ્પ્યુટર (Laptop Computer)
લેપટોપ કમ્પ્યુટર ગુજરાતીમાં

લેપટોપ કમ્પ્યુટર ડેસ્કટોપ જેવા જ હોય છે પણ તે ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં ઓછી જગ્યા રોકે છે અને તેમાં બેટરી હોય છે જેથી જો ઘરમાં વીજળી ન હોય તો આપણે તેનો ઉપયોગ બેટરી દ્વારા કરી શકીએ છે.

લેપટોપને આપણે મુસાફરી કરતાં-કરતાં પણ ડેસ્કટોપ કમ્પ્યુટર જેવો જ ઉપયોગ કરી શકીએ છે. આપણે તેમાં ખાલી ચાર્જિંગ કરવું પડે અને ત્યારબાદ આપણે તેને કોઈ પણ જગ્યાએ લઈ જઈને ઉપયોગ કરી શકીએ.

લેપટોપ ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં થોડું ઓછું પાવરફૂલ હોય છે પણ તે કામ ડેસ્કટોપ કમ્પ્યુટર જેવુ જ કરી શકે છે.

લેપટોપમાં તમને કીપેડ અને ટચપેડ મળે છે અને આપણે તેમાં USB દ્વારા અલગથી માઉસ કે કીબોર્ડનો પણ ઉપયોગ કરી શકીએ છે.

  • ટેબલેટ કમ્પ્યુટર (Tablet Computer)
ટેબલેટ ગુજરાતીમાં

ટેબલેટ લેપટોપ કરતાં થોડું નાનું હોય છે અને તેમાં મુસાફરી કરવામાં પણ સહેલાઈ પડે છે. તેમાં આપણને ટચસ્ક્રીન મળે છે. તે લેપટોપ જેવુ જ હોય છે પણ તે લેપટોપ કરતાં થોડું ઓછું પાવરફૂલ હોય છે. તેને તમે કોઈ પણ જગ્યાએ સહેલાઇથી લઈ જઈ શકો છો.

તે લેપટોપથી થોડું હલકું હોય છે. તમે તેમાં કીબોર્ડનો ઉપયોગ ટચસ્ક્રીન દ્વારા ઉપયોગ કરી શકો છો.

  • સર્વર કમ્પ્યુટર (Server Computer)
સર્વર કમ્પ્યુટર ગુજરાતીમાં

સર્વર પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ હોય છે. ઇન્ટરનેટ પર જેટલી પણ વેબસાઇટ છે અને જેટલો પણ ડેટા હોય છે જેમ કે મ્યુઝિક, વિડિયો વગેરે તે કોઈ સર્વર પર સ્ટોર હોય છે અને આપણે તેનો ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરી શકીએ છે.

🔗 સર્વર એટલે શું?

  • સ્માર્ટફોન કમ્પ્યુટર (Smartphone Computer)
સ્માર્ટફોન ગુજરાતીમાં

સ્માર્ટફોન પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે. જેને આપણે ચાર્જિંગ કરીને પોતાના ખિસ્સામાં મૂકીને લઈ જઈ શકીએ છે. સ્માર્ટફોન વડે આપણે કોઈ સાથે વાત-ચિત કરી શકીએ છે.

સ્માર્ટફોનને આપણે મોબાઇલ પણ કહીએ છે અને મોબાઇલનો ઉપયોગ કોઈ પણ દૂરની વ્યક્તિ સાથે વાત-ચિત કરવા માટે થાય છે. અત્યારે મોબાઇલનો ઉપયોગ વિડિયો જોવા, સમાચાર વાંચવા, મ્યુઝિક સાંભળવા, ગેમ રમવા, ઓનલાઇન ભણવા, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવા વગેરે માટે થાય છે.

  • સ્માર્ટવોચ કમ્પ્યુટર (Smartwatch Computer)
સ્માર્ટ વોચ ગુજરાતીમાં

સ્માર્ટવોચને આપણે ઘડિયાળની જેમ હાથમાં ઉપયોગ કરી શકીએ છે અને તેમાં તમે મ્યુઝિક સાંભળવા, વિડિયો જોવા જેવા અનેક કામ કરી શકો છો. તેને પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ કહેવાય છે. સ્માર્ટવોચ પણ વધારે પાવરફૂલ નથી હોતું. તેમાં આપણે કોલિંગ પણ કરી શકીએ છે.

  • ગેમ કન્સોલ કમ્પ્યુટર (Game Console Computer)
ગેમ કન્સોલ ગુજરાતીમાં

ગેમકન્સોલ એક પ્રકારનું કમ્પ્યુટર હોય છે જેને ટીવી સ્ક્રીન સાથે જોડીને તેમાં વિડિયો ગેમ રમી શકાય છે. ગેમ કન્સોલ વિડિયો ગેમ રમવા માટે ખાસ હોય છે. તેનું ઉદાહરણ PS 5 અને PS4 છે.

  • સ્માર્ટટીવી કમ્પ્યુટર (Smart TV Computer)
સ્માર્ટ ટીવી ગુજરાતીમાં

સ્માર્ટટીવી એક પ્રકારનું ટીવી હોય છે જેમાં તમે ઇન્ટરનેટ કનેક્શન દ્વારા કોઈ પણ વસ્તુ જોઈ શકો છો. તેને પણ એક પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે.

કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર – Hardware and Software in Computer

કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે. કમ્પ્યુટરમાં સોફ્ટવેર અને હાર્ડવેર ખૂબ મહત્વની વસ્તુ છે અને તમારે આ સમજવાની ખૂબ જરૂર છે.

હાર્ડવેર (Hardware)

કમ્પ્યુટરના જેટલા પણ ભાગ છે અને જેને આપણે હાથ વડે અડી શકીએ કે પકડી શકીએ તેને આપણે હાર્ડવેર કહીએ છે. હાર્ડવેર કમ્પ્યુટરનો એક હાર્ડ ભાગ હોય છે. જેમ કે માઉસ, કીબોર્ડ, સીપીયુ વગેરે.

માઉસ, કીબોર્ડ, સીપીયુ વગેરે કમ્પ્યુટરના ભાગોને આપણે પકડી શકીએ છે તેને કારણે તેને હાર્ડવેર પણ કહીએ છે.

🔗 હાર્ડવેર એટલે શું? તેના વિશે પૂરી માહિતી

સોફ્ટવેર (Software)

કમ્પ્યુટરના જે પણ ભાગ હોય તેને આપણે અડી શકતા નથી તેને આપણે સોફ્ટવેર કહીએ છે. કમ્પ્યુટરમાં અમુક કામોને કરવા માટે આપણે સોફ્ટવેરની જરૂર પડે છે જેમ કે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવા માટે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છે તો આપણે ક્રોમને સોફ્ટવેર કહી શકીએ છે.

જો આપણે કમ્પ્યુટરમાં વિડિયો એડિટ કરવા હોય તો આપણે કોઈ વિડિયો એડિટિંગ સોફ્ટવેરની જરૂર પડે જેમ કે ફિલ્મોરા, એડોબી પ્રીમિયર, મોવાવી વગેરે.

કમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તે પણ એક પ્રકારનું સોફ્ટવેર હોય છે.

🔗 સોફ્ટવેર એટલે શું? તેના વિશે પૂરી માહિતી

કમ્પ્યુટરની મર્યાદા શું છે? – Limitation of Computer

  • કમ્પ્યુટર પાસે બુદ્ધિ નથી હોતી. કમ્પ્યુટર ઈનપુટના આધારે આઉટપુટ આપે છે. જો યુઝર ખોટું ઈનપુટ આપે તો કમ્પ્યુટર પણ ખોટું જ ઈનપુટ આપશે.
  • કમ્પ્યુટર વ્યક્તિગત રીતે કોઈની પણ મદદ નથી કરી શકતું. ઉદાહરણ તરીકે તમને કોઈ બીમારી થઈ છે તો જો તમે ડોક્ટરને તમારી બીમારી વિશે પૂછશો તો ડોક્ટર તમારા શરીરને તપાસશે અને પછી તમને બીમારી વિશે જાણકારી આપશે પણ કમ્પ્યુટર પાસે જે ડેટા છે તે તેના આધારે જ તમને જાણકારી આપશે.
  • કમ્પ્યુટર પોતાની જાતે નિર્ણય નથી લઈ શકતું. કમ્પ્યુટર સિસ્ટમમાં જે ડેટા છે તે તેના આધારે જ નિર્ણય લઈ શકશે પણ જો ડેટા ઉપલબ્ધ ન હોય તો કમ્પ્યુટર નિર્ણય નથી લઈ શકતું.
  • કમ્પ્યુટરમાં ઘણી બધી માહિતી સ્ટોર કરી શકાય છે છતાં કમ્પ્યુટર તે માહિતી ઉપર કામ નથી કરી શકતું, તેના માટે પણ માણસોની જરૂર પડે છે કે તે માહિતીનો પ્રેક્ટિકલ જીવનમાં ઉપયોગ કરી શકે.
  • કમ્પ્યુટર પોતાની જાતે ચાલુ પણ નથી થઈ શકતું, આ માટે પણ માણસોની જરૂર પડે છે.
  • કમ્પ્યુટર પોતાના આઇડિયા પણ બીજાને નથી જણાવી શકતું કારણ કે તે એક મશીન છે જેમાં જેટલા ડેટા ઉમેરવામાં આવે છે અને જે અલ્ગોરિધમ બનાવીને ઉમેરવામાં આવે છે તો કમ્પ્યુટર તે અલ્ગોરિધમ પ્રમાણે જ કામ કરશે.

કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે? – How does Computer Work?

કમ્પ્યુટર મુખ્ય રીતે આ 3 નિયમ પર કામ કરે છે જેમાં ઈનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ છે.

  • ઈનપુટ: કમ્પ્યુટરમાં તમે જે પણ ડેટા દાખલ કરો તેને ઈનપુટ કહેવાય છે. કમ્પ્યુટરમાં ઈનપુટ કરવા માટે ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ થાય છે જેમ કે કીબોર્ડ અને માઉસ જેવા વગેરે ડિવાઇસ.
  • પ્રોસેસિંગ: તમે જે પણ ડેટા કમ્પ્યુટરમાં દાખલ કર્યા અને એના પર કમ્પ્યુટર કામ કરે તેને પ્રોસેસિંગ કહેવાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ કામ પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસની જરૂર પડે જેમ કે કમ્પ્યુટરનું સીપીયુ.
  • આઉટપુટ: કમ્પ્યુટર જે પણ પ્રોસેસિંગ કરીને તમને પરિણામ આપે તેને આઉટપુટ કહેવાય છે. કમ્પ્યુટર ઈનપુટ કરેલા ડેટા પર કામ કરીને જે પણ પરિણામ બતાવે તેને આઉટપુટ ડિવાઇસ કહે છે જેમ કે પ્રિંટર, મોનિટર, અને સ્પીકર.

ઉદાહરણ 1) તમે કીબોર્ડ વડે કોઈ શબ્દ કમ્પ્યુટરમાં લખ્યો અને તે સીપીયુ દ્વારા પ્રોસેસ થાય ત્યાર બાદ તેનું આઉટપુટ મોનિટર પર જોવા મળે અને તમે એને પ્રિંટર દ્વારા પણ પ્રિન્ટ કરીને જોઈ શકો.
ઉદાહરણ 2) તમે માઉસ દ્વારા કોઈ મ્યુઝિક ચાલુ કર્યું અને તે સીપીયુ દ્વારા પ્રોસેસિંગ થયું અને તે સ્પીકર દ્વારા તમને તે મ્યુઝિક સંભળાય છે.

કમ્પ્યુટરના ઉપયોગ શું છે? – Use of Computer

ચાલો હવે આપણે કમ્પ્યુટરના અલગ-અલગ ઉપયોગ વિશે જાણીએ.

કમ્પ્યુટરના ઉપયોગો
  • કમ્પ્યુટરનો ઉપયોગ હવાઈ મુસાફરી અને રેલ્વેમાં ઝડપી ટિકિટ કાઢવા માટે થાય છે.
  • કમ્પ્યુટરનો ઉપયોગ શાળાઓ અને કોલેજમાં વિધ્યાર્થીઓના ડોકયુમેંટ અને તેમની માહિતી સાચવવા માટે થાય છે.
  • કમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામો માટે પણ થાય છે.
  • તેનો ઉપયોગ મનોરંજન ક્ષેત્રે ફિલ્મો જોવા, ગેમ રમવા વગેરે માટે પણ થાય છે.
  • કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ માહિતી જાણી શકાય છે.
  • કમ્પ્યુટરમાં યૂટ્યૂબની વેબસાઇટ દ્વારા કોઈ પણ પ્રકારના વિડિયો જોઈ શકાય છે.
  • કમ્પ્યુટર દ્વારા કોઈ પણ નવું કૌશલ્ય શીખી શકાય છે.
  • કમ્પ્યુટરની મદદથી તમે નવી વેબસાઇટ અને એપ પણ બનાવી શકો છો.
  • કમ્પ્યુટરમાં તમે મેસેંજિંગ પણ કરી શકો છો.
  • કમ્પ્યુટર દ્વારા તમે વોઇસ કોલિંગ અને વિડિયો કોલિંગ પણ કરી શકો છો.

આવા ઘણા બધા કમ્પ્યુટરના ઉપયોગ છે અને તેની લિસ્ટ પણ લાંબી છે.

કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન – Advantages and Disadvantages of Computer

કમ્પ્યુટરના ફાયદા (Advantages of Computer)

  • કમ્પ્યુટરનું કામ ખૂબ ચોકસાઇ વાળું હોય છે.
  • કમ્પ્યુટરનું કામ ખૂબ ઝડપી હોય છે.
  • કમ્પ્યુટર દ્વારા તમે ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.
  • કમ્પ્યુટરને કારણે બેંકોમાં લાંબી લાઇન ખૂબ ઓછી લાગે છે.
  • કમ્પ્યુટરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી પણ સહેલી બની છે.
  • કમ્પ્યુટરને કારણે નવી-નવી રોજગારની તકો ખૂલે છે.
  • કમ્પ્યુટર તમને ઇન્ટરનેટ સાથે જોડે છે.

કમ્પ્યુટરના નુકસાન (Disadvantages of Computer)

  • કમ્પ્યુટરને કારણે તમારી આંખો ખેંચાય છે અને આંખ પર જોર પણ પડે છે.
  • કમ્પ્યુટરને કારણે જૂની નૌકરીઓ ઓછી થતી જાય છે.
  • કમ્પ્યુટરનો કચરો પર્યાવરણને નુકસાન પહોચાડે છે.
  • કમ્પ્યુટરને કારણે વીજળીની ખપત પણ વધારે થાય છે.

આવા ઘણા કમ્પ્યુટરના ફાયદા અને નુકસાન છે.

મને આશા છે કે તમને કમ્પ્યુટર વિશે પૂરી જાણકારી સરળ ગુજરાતી ભાષામાં મળી ગઈ હશે અને તમને હવે ખબર પડી ગઈ હશે કે કમ્પ્યુટર એટલે શું? (Computer in Gujarati) અને હવે જો તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

અમારી અન્ય પોસ્ટ: