કમ્પ્યુટર જેટલું પણ પાવરફુલ હોય પણ જો તેનો આપણે ઉપયોગ જ ન કરી શકીએ, તેને આપણે આદેશ જ ન આપી શકીએ, તે કમ્પ્યુટરને કોઈ ઓર્ડર ન આપી શકીએ તો તે કમ્પ્યુટર નકામું કહેવાય. કમ્પ્યુટરને આદેશ કે ઓર્ડર આપવા માટે આપણે ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીએ છે.
ઈનપુટ ડિવાઇસની મદદથી આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છે અને તેમાં માઉસ અને કીબોર્ડ સૌથી મુખ્ય ઈનપુટ ડિવાઇસ છે. આજે આપણે કીબોર્ડ (Keyboard) વિશે જાણીશું. કમ્પ્યુટરમાં કીબોર્ડ શું છે? કીબોર્ડના પ્રકાર, કીબોર્ડના ઉપયોગ વિશે વગેરે જાણીશું.
કીબોર્ડ એટલે શું? – What is Keyboard in Gujarati?
કમ્પ્યુટરમાં કીબોર્ડ એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ લખી શકો છો અને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરવા માટેનું મુખ્ય ઉપકરણ કી-બોર્ડ પણ છે. કીબોર્ડ એક ઈનપુટ ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના ડેટા દાખલ કરી શકો છો.
કીબોર્ડનું ડિઝાઇન ટાઈપરાઈટર પરથી આવ્યું છે અને કીબોર્ડમાં એવી રીતે બટનને મૂકવામાં આવેલા છે જેથી એક કમ્પ્યૂટર યુઝર સરળતાથી કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના ડેટા દાખલ કરી શકે છે અને કમ્પ્યુટરને પોતાના આદેશ પણ આપી શકે છે.
જો કમ્પ્યુટરમાં કીબોર્ડ ન હોય તો આપણે કમ્પ્યૂટરમાં ડેટા દાખલ કરી શકતા નથી. જેવી રીતે માઉસનો ઉપયોગ કરીને આપણે કમ્પ્યૂટરને પૂરી રીતે કંટ્રોલ કરી શકીએ છે તેવી જ રીતે આપણે કીબોર્ડની મદદ પણ કમ્પ્યુટરને કંટ્રોલ કરી શકીએ છે અને જ્યારે માઉસ ન હોય અથવા માઉસ ખરાબ થઈ જાય તો કીબોર્ડ મહત્વનું ભાગ ભજવે છે.
QWERTY કીબોર્ડ શું હોય છે? – What is QWERTY Keyboard?

QWERTY એક પ્રકારનું કીબોર્ડનું લેઆઉટ છે. કીબોર્ડમાં તમને જે ABCD ના બટન જોવા મળે છે તો તે બટન જે પ્રકારે ગોઠવવામાં આવે છે તે તેના અલગ-અલગ લેઆઉટ હોય છે.
જેમ કે મોટા ભાગના કીબોર્ડમાં તમને કીબોર્ડના પ્રથમ અક્ષરો QWERTY જોવા મળે છે તો તેના આધારે આવા કીબોર્ડને QWERTY કીબોર્ડ કહેવાય છે.
કીબોર્ડના પ્રકાર – Types of Keyboard in Gujarati
Flexible Keyboard:- આ એવા કીબોર્ડ હોય છે જે નરમ હોય છે અને તેને તમે ગોળ-ગોળ વાળીને પણ મૂકી શકાય છે.
આ પ્રકારના કીબોર્ડ ફ્લેક્સિબલ મટિરિયલના બનાવેલા હોય છે જેના કારણે આ કીબોર્ડને આપણે ગોળ-ગોળ વાળી શકીએ છીએ.
પોર્ટેબલ માટે આ કીબોર્ડ ખૂબ સારું છે જેને તમે સરળતાથી ઓછી જગ્યા રોકીને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. આ કીબોર્ડ વોટરપ્રૂફ પણ હોય શકે છે. આ કીબોર્ડ તમારા ડિવાઇસ સાથે કનેક્ટ થવા માટે બ્લુટૂથ અથવા અન્ય વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
જે રીતે મિકેનિકલ કીબોર્ડમાં તમે બટનો દબાવો છો અને તમને અવાજ સંભળાય છે એવા અવાજ આ કીબોર્ડમાં સંભળાવું મુશ્કેલ છે. બાકી બીજા ઉપયોગો માટે આ ખૂબ સારું છે.
Ergonomic Keyboard:- આ એવા કીબોર્ડ હોય છે જે આરામદાયક હોય છે અને તમારા હાથના પંજામાં અને તેને લગતા બીજા અંગોમા ઓછો દુખાવો આપે છે.
આ કીબોર્ડ થોડું વાંકું હોય છે અને વચ્ચે થોડી ખાલી જગ્યા પણ આપેલી હોય છે. આપણાં હાથ ટાઈપિંગ કરતી વખતે જે રીતે ગોઠવાયેલા હોય છે તે જ રીતે આ કીબોર્ડને વળાંક આપવામાં આવેલો હોય છે.
Wireless Keyboard:- આ એવું કીબોર્ડ હોય છે જેને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે કોઈ પણ પ્રકારના કેબલની જરૂર નથી પડતી. આ કીબોર્ડ કમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ થવા માટે વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
આ કીબોર્ડને તમે પોતાની ઈચ્છા મુજબ પોતાના ખોળામાં અથવા ટેબલ ઉપર જ્યાં મૂકવું હોય ત્યાં મૂકીને ઉપયોગ કરી શકો છો. આમાં કોઈ કેબલ નથી હોતો એટલે તમારે બસ તેને બેટરી દ્વારા ચલાવવાનું હોય છે.
Mechanical Keyboard:- મિકેનિકલ કીબોર્ડમાં તમને મિકેનિકલ સ્વિચ જોવા મળે છે જેના કારણે તમે જ્યારે આ કીબોર્ડમાં કોઈ પણ બટન દબાવો છો તો તમને એક સારો અવાજ સાંભળવા મળે છે.
બીજા કીબોર્ડની તુલનામાં આ કીબોર્ડ થોડું વધારે મજબૂત અને ડ્યુરેબલ હોય છે. આ કીબોર્ડની કી સરળતાથી તૂટે એવી નથી હોતી.
ગેમર અને એવા લોકો જેઓ ટાઈપિંગ ખૂબ કરે છે એમના વચ્ચે આ મિકેનિકલ કીબોર્ડ ખૂબ લોકપ્રિય છે કારણ કે આ કીબોર્ડમાં બટન દબાવતા તેમાં અવાજો ખૂબ સારા આવતા હોય છે જેના લીધે બટન દબાવવાની સંતુષ્ટિ સારી મળે છે.
Virtual Keyboard:- જ્યારે તમારી પાસે કોઈ કીબોર્ડ ભૌતિક રૂપમાં નથી હોતું ત્યારે તમે પોતાના ટચ સ્ક્રીનમાં જ એક કીબોર્ડનો ઉપયોગ કરો છો તો આ કીબોર્ડ Virtual કીબોર્ડ હોય છે.
તમે તમારા સ્માર્ટફોન, ટેબલેટ અથવા ટચ સ્ક્રીન લેપટોપમાં પણ Virtual કીબોર્ડનો ઉપયોગ કરો છો.
જો તમારી કમ્પ્યુટર સ્ક્રીન ટચ સ્ક્રીન વાળી નથી હોતી તો પણ તમે માઉસ દ્વારા પોતાના સ્ક્રીન ઉપર એક Virtual કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો.
Projection Keyboard:- આ એવા કીબોર્ડ હોય છે જે લેઝર લાઇટ દ્વારા પ્રોજેકટ થાય છે. આ કીબોર્ડનું કોઈ સપાટ જગ્યા ઉપર પ્રોજેક્શન કરવામાં આવે છે અને ઇમેજ રિકગ્નિશન ટેક્નોલોજી દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે કે યુઝરએ કઈ કી દબાવી છે.
આ કીબોર્ડ ભૌતિક સ્વરૂપમાં ઉપલબ્ધ નથી હોતું માત્ર તેની છાપ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Gaming Keyboard:- ગેમિંગ કીબોર્ડ એવા કીબોર્ડ હોય છે જેને માત્ર કમ્પ્યુટર ગેમ રમવા માટે બનાવવામાં આવ્યા હોય છે.
ગેમ રમવા માટે ઘણા સ્પેશિયલ ફીચર આ કીબોર્ડમાં આપવામાં આવે છે જેના લીધે આ કીબોર્ડનો ઉપયોગ કરીને ગેમ રમવાનો આનંદ કઈક અલગ જ હોય છે.
કીબોર્ડના ઉપયોગ – Use of Keyboard
- કીબોર્ડનો ઉપયોગ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે થાય છે.
- કમ્પ્યુટરમાં લખાણ લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.
- કમ્પ્યુટરને જો કોઈ કમાન્ડ આપવી હોય તો પણ કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
- કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં કોડિંગ કરી શકો છો.
- કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં ગેમ રમી શકો છો.
આવા ઘણા ઉપયોગ કીબોર્ડના છે પણ મુખ્ય ઉપયોગ જોઈએ તો કમ્પ્યુટરમાં લખાણ લખવા અને તેનું આઉટપુટ લાવવા માટે કીબોર્ડ ખૂબ જ મહત્વનું હાર્ડવેર ડિવાઇસ છે.
કીબોર્ડમાં કેટલા બટન હોય છે? – How many keys are there in Keyboard?
કીબોર્ડમાં કેટલા બટન છે એ જાણવા જઈએ તો તેનો કોઈ ફિક્સ જવાબ નથી કારણ કે અત્યારે માર્કેટમાં કેટલાય અલગ-અલગ મોડેલ અને અલગ-અલગ જરૂરિયાત મુજબના કીબોર્ડ ઉપલબ્ધ હોય છે તેને લીધે બધામાં બટનની સંખ્યા અલગ-અલગ જોવા મળે છે.
મોટાભાગના કીબોર્ડમાં 96 થી લઈને 106 સુધીના બટન હોય છે પણ અમુક કીબોર્ડમાં ફંક્શન કી વધારે પણ હોય અને અલગ-અલગ સ્પેશલ કી પણ આપવામાં આવે છે તેને લીધે કીબોર્ડમાં તમને બટન વધારે જોવા મળી શકે છે. તો કીબોર્ડ અલગ-અલગ પ્રકારના હોવાથી તેમાં કેટલા બટન હોય છે તેનો કોઈ ફિક્સ આંકડો નથી.
કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે? – How many function keys are there in keyboard?
મુખ્ય રીતે કમ્પ્યુટરમાં 12 ફંક્શન કી હોય છે જે F1 થી F12 સુધી હોય છે પણ અમુક સ્પેશલ કીબોર્ડમાં 24 ફંક્શન કી પણ આપવામાં આવેલી હોય છે જે F1 થી F24 સુધી હોય છે.
આશા છે કે તમને કીબોર્ડ વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ માહિતી જરૂર શેર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-