કમ્પ્યુટર ઉપયોગ કરતી વખતે તમે Copy, Cut અને Paste આ ત્રણ વસ્તુઓ જરૂર જોઈ હશે અને કારણ કે આનાથી કમ્પ્યુટરમાં તમારું ઘણું-બધુ કામ સહેલું થઈ જાય છે. આજે આ પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં Copy, Cut અને Paste શું હોય છે? અને કમ્પ્યુટરમાં Copy, Cut અને Paste કેવી રીતે કરવું? અને તેના ફાયદા પણ જાણીશું.
Copy, Cut અને Paste શું હોય છે?
Copy, Cut અને Paste આ ત્રણેય અલગ-અલગ પ્રક્રિયા છે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં થાય છે. કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો આ ત્રણ અલગ-અલગ કમાન્ડ છે જેનો ઉપયોગ કમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસમાં થાય છે.
કોપી એટલે શું? – What is Copy in Gujarati?
કમ્પ્યુટરમાં કોપી એટલે એક જ વસ્તુની બીજી જગ્યા પર જઈને ડુપ્લિકેટ વસ્તુ બનાવવી. તમારી પાસે કોઈ ફાઇલ હોય અને તમને તે ડિલીટ થઈ જાય એની બીક હોય તો તમે તે ફાઇલની એક બીજી કોપી બનાવી શકો છો.
કોપીમાં તમે ઓરિજનલ વસ્તુ જેવી જ બીજી ફાઇલ બનાવી શકો છો. “કોપી” કમાન્ડ “પેસ્ટ” કમાન્ડ વગર અધૂરું છે.
કોઈ ફાઇલને કોપી કરવા માટેની 2 રીત
- કોઈ ફાઇલને કોપી કરવા માટે માઉસ વડે તેને સિલેક્ટ કરો અને રાઇટ ક્લિક કરો અને મેનૂમાં તમને નીચે Copy બટન દેખાશે તો તેના પર ક્લિક કરવું.
- કોઈ ફાઇલને ક્લિક કરીને સિલેક્ટ કરવું અને કીબોર્ડમાં CTRL+C દબાવવું જેથી કોપી કમાન્ડ તે ફાઇલ પર લાગુ પડી જશે.
આ પોસ્ટ પણ વાંચી શકો છો….
કટ એટલે શું? – What is Cut in Gujarati?
કમ્પ્યુટરમાં કટ એક કોપી જેવો જ કમાન્ડ છે જેની મદદથી તમે કમ્પ્યુટર કોઈ એક ફાઇલને બીજી જગ્યા પર લઈ જઈ શકો છો. જો તમારે કોઈ એક ફાઇલને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવી હોય તો તેને તમે કટની મદદથી લઈ જઈ શકો છો.
કટ અને પેસ્ટ આ બંને કમાન્ડ એક બીજા વગર અધૂરા છે કારણ જો તમે કોઈ ફાઇલને કટ કરી એટલે તે ફાઇલને પોતાની અસલી જગ્યા પરથી ઉઠાઈ લીધી અને હવે તમારે એ ફાઇલને જ્યાં મૂકવી હોય તો તેના માટે તમારે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ કરવો પડે.
કોઈ ફાઇલને કટ કરવા માટેની 2 રીત
- કોઈ ફાઇલને સિલેક્ટ કરો અને માઉસમાં રાઇટ ક્લિક કરો અને નીચે Cut બટન દેખાશે તો તેના પર ક્લિક કરવું.
- કોઈ ફાઇલને સિલેક્ટ કરીને કીબોર્ડમાં CTRL+X દબાવવું જેથી તે ફાઇલ કટ થઈ જશે.
આ પોસ્ટ પણ વાંચી શકો છો….
👉 કમ્પ્યુટરમાં રિફ્રેશ એટલે શું?
👉 કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન એટલે શું?
પેસ્ટ એટલે શું? – What is Paste in Gujarati?
‘કોપી’ અને ‘કટ’ કમાન્ડ ‘પેસ્ટ’ કમાન્ડ વગર અધૂરા છે કારણ કે તમે કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ કટ કે કોપી કરશો અને જો તમારે તે ફાઇલને કોઈ જગ્યા પર મૂકવી હોય તો તેને માટે તમારે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ કરવો જ પડે.
તમે જે પણ ફાઇલને કોપી કે કટ કરો તો તેના માટે તમને પેસ્ટ કરવાની રીત આવડવી જોઈએ.
પેસ્ટ કરવાની 2 રીત
- જ્યારે ફાઇલને પેસ્ટ કરવી છે ત્યાં ખાલી જગ્યા પર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરો અને Paste દબાવો.
- કોઈ ખાલી જગ્યા પર માઉસ દ્વારા ક્લિક કરો અને કીબોર્ડમાં CTRL+V દબાવો.
કોપી-પેસ્ટ અને કટના ફાયદા:-
- કોઈ પણ ફાઇલની ડુપ્લિકેટ વસ્તુ બનાવી શકો છો.
- કોઈ જરૂરી ફાઇલ હોય તો તેને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકો છો.
- કોઈ ફાઇલ ડિલીટ થઈ જાય તો તેની પહેલા તમે તેની ડુપ્લિકેટ ફાઇલ બનાવી શકો છો.
- ટેક્સ્ટને પણ સહેલી રીતે કોપી કરી શકો છો.
- ઘડીએ ઘડીએ એક જ જેવો શબ્દ વારંવાર ન લખવો પડે.
- ટાઈપિંગ કરતી વખતે સમયની ખૂબ બચત થાય.
આવી રીતે કમ્પ્યુટરમાં તમે કોપી-પેસ્ટ અને કટ કરી શકો છો. આશા છે કે તમને કમ્પ્યુટરમાં કોપી-પેસ્ટ અને કટ વિશેની સરળ જાણકારી મળી હશે અને જો તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-