CPUનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | CPU Full Form in Gujarati

CPU ફુલ ફોર્મ

ફુલ ફોર્મ:- સીપીયુ (CPU)નું પૂરું નામ (Full Form) “Central Processing Unit” છે અને તેને ગુજરાતીમાં “સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ” કહેવાય છે.

CPUનો અર્થ:- સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે કારણ કે કમ્પ્યુટરમાં જો સીપીયુ ન હોય તો કમ્પ્યુટરમાં કોઈ જ કાર્ય ન થઈ શકે. સીપીયુ એક ચિપ હોય છે જે કમ્પ્યુટરની બધી જ પ્રક્રિયા કરે છે. સીપીયુ એક પ્રોસેસર છે અને તેના દ્વારા કમ્પ્યુટરમાં પ્રોસેસ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં જો તમે ગેમ રમો કે ઇન્ટરનેટ વાપરો, આવા બધા જ કાર્યોની પ્રોસેસ સીપીયુ જ કરે છે.

આ સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરમાં થતાં ગણતરીના કામો, લૉજિક ઓપરેશન અને પ્રોગ્રામને સંચાલિત કરવું, ઈનપુટ/આઉટપુટ ઓપરેશન વગેરે જેવા ઘણા કામો કરે છે.

કમ્પ્યુટરમાં થતી બધી પ્રોસેસિંગ CPU દ્વારા કરવામાં આવે છે.

અમારી અન્ય પોસ્ટ: