ફેસબુક આઈડી કેવી રીતે બનાવવી?

ફેસબુક એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

મિત્રો, ફેસબુક દુનિયાનું સૌથી મોટુ સોશિયલ મીડિયા નેટવર્ક છે અને ફેસબુક પર લોકો પોતાની આઇડી બનાવે છે અને પોતાની ઓનલાઇન ઓળખાણ પણ બનાવે છે. ફેસબુક પર લોકો આઇડી બનાવીને પોતાના સારા-સારા ફોટા અપલોડ કરે છે. ફેસબુક પર લોકો એક બીજા સાથે જોડાય છે અને એક બીજાની પોસ્ટને લાઈક કરતાં હોય છે.

ઘણા લોકોને ફેસબુક વાપરવું હોય છે અને તેમણે ફેસબુક પર અકાઉંટ બનાવતા નથી આવડતું, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે આ પોસ્ટમાં સ્ક્રીનશોટ સાથે જાણીશું કે ફેસબુક આઇડી કેવી રીતે બનાવાય? તો ચાલો આજે તમને ફેસબુક એકાઉન્ટ બનાવવાની સરળ રીત જાણવા મળશે.

ફેસબુક આઇડી બનાવવાની રીત

 

તમે ફેસબુકની એપ Android મોબાઇલ માટે Play Store પરથી અને iOS માટે Appstore પરથી ડાઉનલોડ કરી લેવું.

ફેસબુક એપ ખોલો.

1. સૌપ્રથમ તમારા ફોનમાં Facebook એપ ખોલો.


નવું ફેસબુક એકાઉન્ટ બનાવો.

2. હવે નવી ફેસબુક આઈડી બનાવવા માટે Create New Facebook Account પર ક્લિક કરો.


Next બટન દબાવીને આગળ વધો.

3. હવે Next બટન દબાવીને આગળ વધો.


ફેસબુકમાં તમારું પ્રથમ અને છેલ્લું નામ લખો.

4. હવે તમને તમારું નામ પુછવામાં આવશે. First Name માં તમારું નામ લખો અને Last Name માં તમારી અટક લખો. પછી Next દબાવો.


ફેસબુકમાં જન્મ તારીખ ઉમેરો.

5. હવે તમારે પોતાની જન્મ તારીખ ઉમેરવાની છે. તમે જન્મ દિવસની સાચી જ તારીખ લખો જેથી જ્યારે તમારો જન્મ દિવસ આવે ત્યારે તમારા મિત્રોને ખબર પડશે કે આજે તમારો જન્મ દિવસ છે.


ફેસબુકમાં લિંગ ઉમેરો.

6. જો તમે પુરુષ છો તો Male સિલેક્ટ કરો અને જો તમે સ્ત્રી છો તો તમે Female સિલેક્ટ કરો. જો તમે બંનેમાથી કોઈ પણ નથી તો તમે Custom સિલેક્ટ કરી શકો છો.


ફેસબુકમાં મોબાઇલ નંબર ઉમેરો.

7. હવે તમે અહી પોતાનો મોબાઇલ નંબર ઉમેરો.


ઈમેલ દ્વારા ફેસબુક આઈડી બનાવો.

8. જો તમારે તમારે Email આઇડીથી ફેસબુક ચાલુ કરવું હોય તો તમે નીચે Sign Up With Email Address પર ક્લિક કરો.


ઈમેલ આઈડી સિલેક્ટ કરો.

9. તમારા મોબાઇલમાં જે પણ Email id કનેક્ટ હોય તે સિલેક્ટ કરી Next દબાવો. તમે Use a different email પર ક્લિક કરીને પોતાની એક અલગ ઈમેલ આઇડી પણ ઉમેરી શકો છો.


ફેસબુકમાં પાસવર્ડ બનાવો.

10. હવે તમારે નવો પાસવર્ડ ઉમેરવાનો છે. પાસવર્ડ તમારે ખૂબ અલગ રાખવાનો છે જેથી તમારું ફેસબુક અકાઉંટ સુરક્ષિત રહે. પોતાનો પાસવર્ડ ખૂબ અલગ રાખો અને તે પાસવર્ડ 1 કાગળ પર લખી દો જેથી તમને યાદ રહે. પાસવર્ડમાં તમે 1 થી 9 સુધી અને A થી Z સુધી 6 કે 8 આકડા રાખી શકો. તમે અન્ય ચિન્હો પણ રાખી શકો છો જેથી તમારો પાસવર્ડ મજબૂત બને.


ફેસબુકમાં સાઇન અપ કરો.

11. હવે તમારે Sign Up પર ક્લિક કરવાનું છે. તમે ફેસબુકની પ્રાઇવસી પોલિસી, ટર્મ્સ અને કન્ડિશન વગેરે ધ્યાન પૂર્વક વાંચી શકો છો. જેમાં તમને ઘણી બધી માહિતી મળશે.


ફેસબુકમાં પાસવર્ડ સેવ કરો.

12. જો તમારે ઘડીએ-ઘડીએ ઈમેલ અને પાસવર્ડ નાખીને ફેસબુક ન ખોલવું હોય તો તમે Save Password પર ક્લિક કરો. તેનાથી તમે જ્યારે ફરી વખત ફેસબુક એપ ખોલશો તો તમારે ડાઇરેક્ટ ફેસબુક ખૂલી જશે.


ફેસબુકમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ

13. જો તમે મોબાઇલ નંબર વડે ફેસબુક અકાઉન્ટ બનાવ્યું હોય તો તમને મોબાઇલ નંબર અને પાસવર્ડ બતાવશે અને જો તમે ઈમેલ આઇડી વડે ફેસબુક અકાઉંટ બનાવ્યું હોય તો તમને Email Id અને Password બતાવશે. તમારે આનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આ સ્ક્રીનશોટ તમારા સિવાય કોઈને બતાવવો નહીં.


ફેસબુકમાં પ્રોફાઇલ ફોટો ઉમેરો.

14. હવે તમારે એક પ્રોફાઇલ ફોટો અપલોડ કરવો પડશે. તમે Choose From Gallery પર ક્લિક કરીને ફોન ગેલેરીમાથી કોઈ ફોટો ફેસબુક પર પ્રોફાઇલ ફોટો તરીકે રાખી શકો છો. Take Photo પર ક્લિક કરીને તમે એક નવો ફોટો પણ પાડીને અપલોડ કરી શકો છો. તમે ઉપર Skip પર ક્લિક કરીને પછી પણ ફોટો અપલોડ કરી શકો છો.


ફેસબુકમાં મિત્રો બનાવો.

15.હવે તમે કોઈ પણ 5 મિત્રો સિલેક્ટ કરો અને આગળ વધો. તમે Skip બટન પર ક્લિક કરીને પછી પણ નવા મિત્રો બનાવી શકો છો. જ્યારે તમે ફેસબુક પર નવા મિત્રો બનાવશો ત્યારે તમને એમની પોસ્ટ તમારી ફીડમાં આવવા માંડશે.


ફેસબુક એકાઉન્ટ તૈયાર થઈ ગયું.

 16. હવે તમારી સામે ફેસબુક ફીડ ખૂલી જશે. ફેસબુક અકાઉન્ટ હવે તમારું તૈયાર થઈ ગયું હશે.


મને આશા છે કે ફેસબુક આઇડી કેવી બનાવવું એ તમને આવડી ગયું હશે અને તમને ફેસબુક આઇડી બનાવવાની આ રીત જરૂર પસંદ આવી હશે. તમારો કોઈ સવાલ હોય તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.

આ પોસ્ટ પણ તમને કામ લાગશે:-