CVV કોડનું ફુલ ફોર્મ શું છે? જાણો CVV વિશે માહિતી

મિત્રો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરેલો હશે અને જોયું પણ હશે. આ બંને કાર્ડની પાછળ તમને એક બોક્સની અંદર CVV ત્રણ આંકડાનો કોડ જોવા મળશે.

અત્યારના સમયમાં મોટા ભાગના બધા જ લોકો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને તેમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે અમુક વખત CVV કોડ માંગવામાં આવે છે.

આજે આપણે જાણીશું કે આ CVV કોડનું પૂરું નામ શું છે અને તેના વિશે અન્ય માહિતી પણ જાણીશું.

CVV કોડનું ફુલ ફોર્મ શું છે? જાણો CVV વિશે માહિતી

CVV કોડનું ફુલ ફોર્મ શું? – CVV Full Form in Gujarati

CVV કોડનું ફુલ ફોર્મ એટલે કાર્ડ વેરીફિકેશન વેલ્યુ (Card Verification Value).

આ કોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની પાછળ લખેલો હોય છે. CVV કોડ એ કોઈ કાર્ડ નંબર નથી અથવા તે પિન નંબર પણ નથી પણ તે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સુરક્ષિત રાખવા માટે આપેલો હોય છે. CVV કોડ વગર ઓનલાઈન પેમેન્ટ કરવું શક્ય નથી.

CVV કોડની શોધ ક્યારે અને કેવી રીતે થઈ?

Mastercard & Visa cards

CVV ની શોધ માઈકલ સ્ટોનએ (Michael Stone) 1995ના વર્ષમાં યુ.કે.માં કરેલી હતી. CVV કોડ સૌથી પહેલા 11 આંકડાનો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ કોડને 3-4 આંકડામાં રાખી દીધો.

1997માં Mastercard કંપનીએ સૌથી પહેલા CVV કોડને પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાં રજૂ કર્યો હતો.

CVV કોડથી તમારા કાર્ડની એક ઓળખ ઉભી થાય છે. જેનાથી પેમેન્ટ કરતી વખતે તમારી ઓળખ CVV કોડ દ્વારા વેરીફાય થાય છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં CVV કોડ ક્યાં હોય છે?

  • તમારા બધા પાસે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હશે.
  • એક બાજુ કાર્ડ નંબર અને તમારું પૂરું નામ હશે. 
  • નીચે તમારા કાર્ડની વેલિડીટી લખેલી હશે.
  • બીજી બાજુ એક બ્લેક કલરની મેગ્નેટિક પટ્ટી હશે.
  • તેની નીચે તમને ત્રણ આંકડાનો કોડ જોવા મળશે જે તમારો CVV કોડ હશે.
  • ત્રણ આંકડાના કોડની બાજુમાં CVV લખેલું હશે જેનાથી તમને ખબર પડી જશે કે આ CVV કોડ છે.

CVV કોડ જરૂરી કેમ છે?

CVV કોડ એ જે તે વ્યક્તિની ઓળખની તપાસ કરવા માટે જરૂરી છે. જયારે તમે કાર્ડથી પેમેન્ટ કરો છો ત્યારે CVV કોડ માંગવામાં છે, આ કોડ એવા લોકો પાસે હોય છે જેની પાસે ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ હોય છે, આ કોડથી સિસ્ટમને એ ખબર પડી જાય છે કે કાર્ડનું એક્સેસ એના માલિક પાસે જ છે માટે CVV કોડની જરૂર પડે છે.

આ માટે પેમેન્ટની લેવડ દેવડ કરવા માટે CVV કોડની જરૂર પડે છે. આ કોડ તમારી પાસે જે કંપનીનું કાર્ડ છે તેની પાસે પણ હોય છે જેથી સરળતાથી વેરિફિકેશન થઈ શકે.

આ CVV કોડ ઘણી અલગ-અલગ અજાણી રીતથી બનાવવામાં આવે છે જે બધા જ કાર્ડમાં અલગ-અલગ હોય છે.

CVV કોડ ફ્રોડ થવાથી કેવી રીતે બચાવે છે?

જ્યારે પેમેન્ટની આપ-લે થાય છે ત્યારે CVV કોડની જરૂર પડે છે. જયારે કોઈ ચોર પાસે તમારા કાર્ડની માહિતી લીક થાય છે ત્યારે તમારો CVV કોડ એમની પાસે ના હોવાથી તે ટ્રાન્ઝેક્શન કરી શકતો નથી.

હા તમારું કાર્ડ ચોરાઈ જાય તો આવી ઘટના બને છે અને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. CVV કોડ કોઈ અન્ય પાસે ના હોવાથી તમને ફ્રોડ થવાથી બચાવે છે.

સાવધાની : RBI નું કહેવું છે કે તમારી બેન્કિંગ માહિતી બીજા લોકો સાથે શેયર ના કરવી જોઈએ, જો તમે આવું કરો છો તો તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તો સાવધાની અને સતર્કતા રાખો. આજની માહિતી જાણકારી માટે છે.

તમારે પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે અન્ય કોઈ પણ બેંકિંગને લગતી માહિતી ખૂલી રીતે શેર ના કરવી જોઈએ, તમારે ઇન્ટરનેટ વિશે સમજવું જોઈએ અને હમેશા સુરક્ષિત રહેવું જોઈએ.

આ જાણકારી બધાએ જાણવી જરૂરી છે તો જરૂર તમારા સંબંધીઓ સાથે અથવા મિત્રો સાથે શેર કરો અને જાગરૂકતા ફેલાવો.

અન્ય પોસ્ટ પણ વાંચો :