ડિજિટલ માર્કેટિંગ એટલે શું? | Digital Marketing વિશે સંપૂર્ણ માહિતી

Digital Marketing in Gujarati

પહેલાના સમયમાં માર્કેટિંગ માત્ર મોટા ધંધા વાળા લોકો જ કરતાં હતા પણ હવે તો દરેક વ્યક્તિ માર્કેટિંગ કરી શકે છે. 

ડિજિટલ માર્કેટિંગને કારણે હવે દરેક લોકો જેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ છે તેઓ ઓનલાઇન મફત અથવા પૈસા ખર્ચ કરીને માર્કેટિંગ કરી શકે છે.

ડિજિટલ માર્કેટિંગ એક એવો વિષય છે જેના વિશે હવે દરેક લોકોએ જાણવું જરૂરી છે, જેમાં મોટા બિઝનેસ મેન અને એવા વ્યક્તિ જેમનો ધંધો હજુ નાના સ્તર પર છે તેમનો પણ સમાવેશ થાય છે.

Table of Contents

ડિજિટલ માર્કેટિંગ એટલે શું? – What is Digital Marketing in Gujarati?

ડિજિટલ માર્કેટિંગ એટલે કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને મોબાઇલ અથવા કમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા લોકો સુધી પહોચાડવાની રીત.

સરળ શબ્દોમાં ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા લોકો સુધી પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ પહોચાડવું અથવા વેચવું.

ડિજિટલ માર્કેટિંગમાં કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને વેંચવા માટે અલગ-અલગ માધ્યમો ઉપયોગમાં લેવાય છે જેમ કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, વેબસાઇટ, ઈમેલ, સર્ચ એંજિન વગેરે.

ડિજિટલ માર્કેટિંગમાં ખર્ચો જૂની માર્કેટિંગ રીતો જેમ કે ટીવી જાહેરાતો અથવા સમાચાર પેપરની જાહેરાતો કરતાં ઓછો થાય છે.

ડિજિટલ માર્કેટિંગ કેમ જરૂરી છે? – Why is Digital Marketing important?

વધારે લોકો સુધી પહોચ: અત્યારે લોકો પોતાનો વધારે સમય મોબાઇલ અને કમ્પ્યુટરમાં પસાર કરે છે અને ઇન્ટરનેટનો ખૂબ વધારે ઉપયોગ કરે છે. આ કારણે બધા જ પ્રકારના લોકો તમને ઇન્ટરનેટ પર જોવા મળે છે અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા પોતાની સર્વિસ કે પ્રોડક્ટને વધારે લોકો સુધી પહોચાડી શકાય છે.

ટાર્ગેટિંગ: ઇન્ટરનેટ ઉપર તમને બધા જ પ્રકારના અને પોતાની જુદી-જુદી પસંદગી ધરાવતા લોકો જોવા મળે છે. આ કારણે તમારે પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ કેવા લોકો સુધી પહોચાડવું છે એ તમે નક્કી કરી શકો છો અને પોતાના માર્કેટિંગ બજેટને સાચી દિશામાં ઉપયોગ કરી શકો છો.

પરિણામ માપવું: કહેવાય છે કે જે વસ્તુને તમે માપી નથી શકતા તો તેને તમે સુધારી પણ નથી શકતા અને એ જ રીતે તમને ડિજિટલ માર્કેટિંગમાં યોગ્ય લોકો સુધી પોતાની પ્રોડક્ટ કે સર્વિસ પહોચાડવા માટે પરિણામના આંકડા મળે છે જેના દ્વારા તમે પોતાના ખર્ચને યોગ્ય રીતે ઉપયોગ કરીને પોતાની ડિજિટલ માર્કેટિંગ રીતને વધુ સુધારી શકો છો.

રિયલ-ટાઇમ ફીડબેક: ડિજિટલ માર્કેટિંગમાં તમે ગ્રાહકો પાસેથી રિયલ-ટાઇમમાં ફીડબેક લઈ શકો છો અને પોતાના પ્રોડક્ટ કે સર્વિસમાં સુધારા કરીને તેને વધુ સારું બનાવી શકો છો.

આ કારણોને લીધે તમારે પોતાના પ્રોડક્ટ કે સર્વિસનું ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે.

ડિજિટલ માર્કેટિંગના પ્રકાર – Types of Digital Marketing in Gujarati

 • સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)
 • કન્ટેન્ટ માર્કેટિંગ
 • સોશિયલ મીડિયા માર્કેટિંગ (SMM)
 • પે પર ક્લિક માર્કેટિંગ (PPC)
 • અફિલિએટ માર્કેટિંગ
 • નેટિવ જાહેરાતો
 • ઇન્ફલુએંસર માર્કેટિંગ
 • માર્કેટિંગ ઓટોમેશન
 • ઈમેલ માર્કેટિંગ
 • મોબાઇલ માર્કેટિંગ

સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)

સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એક પ્રોસેસ છે જેના દ્વારા વેબસાઇટની ક્વોલિટી સુધારીને તેને સર્ચ એંજિનમાં ટોપમાં રેન્ક કરવામાં આવે છે જેથી તે વેબસાઇટને લગતી કોઈ પણ વસ્તુ લોકો ગૂગલ કે અન્ય સર્ચ એંજિનમાં સર્ચ કરે તો તેમને તે વેબસાઇટ સૌથી ઉપર દેખાઈ શકે.

વેબસાઇટમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની પ્રોસેસ કરીને તે વેબસાઇટ પર ટ્રાફિક વધારવામાં આવે છે.

કન્ટેન્ટ માર્કેટિંગ (Content Marketing)

જે પ્રોડક્ટનું વેચાણ કરવું છે તો તે પ્રોડક્ટને લગતું ફ્રી ઉપયોગી કન્ટેન્ટ ઓનલાઇન પબ્લિશ કરવામાં આવે છે. આ ફ્રી કન્ટેન્ટ લોકોની સામાન્ય સમસ્યાઓ ઉપર હોય છે જેના દ્વારા લોકોની સમસ્યાઓ દૂર થાય છે.

આ ફ્રી કન્ટેન્ટ વાંચતા-વાંચતાં પોતાના મૂળ પ્રોડક્ટ વિશે પણ વાત-ચિત તેમાં કરવામાં આવે છે જેથી લોકો તેના વિશે જાણીને તે પ્રોડક્ટ ખરીદે છે.

ફ્રી કન્ટેન્ટમાં ફ્રી PDF, યુટ્યુબ વિડિયો અથવા કોર્સ, આર્ટીકલ, સોશિયલ મીડિયા પોસ્ટ વગેરે લોકોને આપવામાં આવે છે.

આ પ્રોસેસને કન્ટેન્ટ માર્કેટિંગ કહેવાય છે કારણ કે જેમાં લોકોને ફ્રી કન્ટેન્ટ આપીને તેની સાથે જે-તે પ્રોડક્ટની માર્કેટિંગ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing)

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા પોતાના પ્રોડક્ટને પ્રમોટ કરવાની રીતને સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવાય છે.

સોશિયલ મીડિયા માર્કેટિંગ એક રીત છે જેના દ્વારા તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાનું અથવા પોતાની બ્રાન્ડનું પેજ બનાવો છો અને લોકોને ફ્રીમાં કન્ટેન્ટ આપીને વધારે લોકો સુધી પહોચો છો અને ત્યારબાદ લોકો તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તમારા પ્રોડક્ટ સુધી પહોચે છે.

પે પર ક્લિક (Pay Per Click)

આ રીત દ્વારા તમે જ્યારે સર્ચ એંજિન અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર જાહેરાતો પોતાના પ્રોડક્ટ કે સર્વિસની ચલાવો છો ત્યારે તમારે દર એક ક્લિકના પૈસા આપવા પડે છે.

ઉદાહરણ તરીકે જો તમારા ગ્રાહકો તમારી જાહેરાત જોઈને તેના ઉપર ક્લિક કરે તો જ તમારે તે એક ક્લિકના પૈસા આપવાના હોય છે. જો 10 અલગ-અલગ લોકોએ ક્લિક કર્યું તો તે 10 ક્લિકના તમારે પૈસા ખર્ચ કરવા પડે છે.

અફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing)

અફિલિએટ માર્કેટિંગમાં કોઈ એક વ્યક્તિ બીજાના પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરીને દર એક વેચાણ પર કમિશન મેળવે છે અને તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા મળે છે.

આનાથી બધાને ફાયદો થાય છે. પ્રોડક્ટ બનાવનાર કે સર્વિસ બનાવનારનું વેચાણ વધે છે અને પ્રોડક્ટ પ્રમોટ કરવાવાળા વ્યક્તિને દર એક વેચાણ પર પૈસા મળે છે.

જે વ્યક્તિ પ્રોડક્ટને વેચે છે તેને અફિલિએટ માર્કેટર કહેવાય છે.

નેટિવ જાહેરાત (Native Advertising)

નેટિવ જાહેરાત તમારા કન્ટેન્ટ પ્રમાણે હોય છે. જેવુ તમારું કન્ટેન્ટ છે એવી જ તમને તેની સાથે જાહેરાત પણ જોવા મળે છે. જેનાથી યુઝરને જાહેરાત પણ સામાન્ય કન્ટેન્ટની જેમ જ લાગે છે અને તે તેના પર ક્લિક કરે છે.

ચાલો આપણે Youtubeનું જ ઉદાહરણ લઈએ તો તો તમે જ્યારે Youtube માં કોઈ પણ વિડિયો સર્ચ કરો છો તો તમને તેમાં ટોચમાં જાહેરાત ધરાવતા વિડિયો પણ જોવા મળે છે અને હોમપેજમાં સ્ક્રોલ કરશો તો તમને હોમપેજમાં પણ ઘણા વિડિયો દેખાશે જે જાહેરાતવાળા હોય છે.

જો તમે આ વિડિયો પર ક્લિક કરશો તો એ પણ સામાન્ય વિડિયોની જેમ જ હશે પણ તે વિડિયો બનાવનારએ ગૂગલ એડ્સ દ્વારા તે વિડિયોને પ્રમોટ કર્યો હોય છે.

ઇન્ફલુએંસર માર્કેટિંગ (Influencer Marketing)

ઇન્ફલુએંસર માર્કેટિંગમાં એવા લોકો દ્વારા આપણે પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવવું પડે છે જેમના ઘણા વધારે ફોલોવર્સ છે અથવા તેઓ ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ પણ છે. તેમનો પ્રભાવ ઇન્ટરનેટની દુનિયામાં હોવો જોઈએ.

આપણે આવા વધારે ફોલોવર્સ ધરાવતા લોકોને પૈસા આપીને પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવી શકીએ છીએ.

માર્કેટિંગ ઓટોમેશન (Marketing Automation)

માર્કેટિંગ ઓટોમેશનમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી માર્કેટિંગ પ્રોસેસને ઓટોમેટ કરી શકાય છે. ઘણા એવા કામો હોય છે જેને વારંવાર માણસોએ કરવા પડે છે પણ સોફ્ટવેર દ્વારા તે કામને ઓટોમેટ કરી શકાય છે.

આ રીતે એકને એક કામ કરવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી અને કામની ઝડપ વધે છે.

ઈમેલ માર્કેટિંગ (Email Marketing)

ઈમેલ માર્કેટિંગમાં ઈમેલ દ્વારા ગ્રાહકો સુધી પહોચવામાં આવે છે અને પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવાનું હોય છે. ઈમેલ દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખવા પડે છે જેથી દર નવા પ્રોડક્ટનું વેચાણ વધારી શકાય છે.

ઈમેલ દ્વારા ફ્રી કન્ટેન્ટ પણ આપવામાં આવે છે જેથી ગ્રાહકો તે ફ્રી કન્ટેન્ટ મેળવવા માટે ઈમેલ સબ્સ્ક્રિપ્શન ચાલુ રાખે છે.

મોબાઇલ માર્કેટિંગ (Mobile Marketing)

મોબાઇલ માર્કેટિંગ દ્વારા ગ્રાહકો સુધી SMS દ્વારા, MMS દ્વારા અથવા સોશિયલ મીડિયા નોટિફિકેશન, એપ એલર્ટ વગેરે રીતો દ્વારા પોતાનું પ્રોડક્ટ પહોચાડવામાં આવે છે જેથી ગ્રાહકો તે પ્રોડક્ટને ખરીદી શકે છે.

ડિજિટલ માર્કેટિંગના ફાયદા – Benefits of Digital Marketing in Gujarati

 • તમે પોતાના પ્રોડક્ટ કે સર્વિસને વધારે લોકો સુધી પહોચાડી શકો છો.
 • તમારી પ્રોડક્ટ કે સર્વિસ કેટલા લોકો સુધી પહોચી છે અને કેવા લોકો સુધી પહોચી તે તમે જોઈ શકો છો.
 • પોતાના પ્રોડક્ટ કે સર્વિસને વ્યક્તિની ઉંમર, શહેર, એમની પસંદગી વગેરેના આધારે  કેવા લોકો સુધી પહોચાડવું છે એ તમે નક્કી કરી શકો છો.
 • પોતાના ગ્રાહકો પાસેથી રિયલ-ટાઈમ ફીડબેક લઈ શકો છો.
 • પોતાના ગ્રાહકો સાથે સારા સબંધો તમે બનાવી શકો છો.
 • પોતાના બ્રાન્ડની જાગરૂકતાને વધારી શકો છો.
 • પોતાના બિઝનેસ માટે લીડ્સ જનરેટ કરીને તેને સેલમાં ફેરવી શકો છો અને તેમને પોતાના ગ્રાહકો બનાવી શકો છો.

ડિજિટલ માર્કેટિંગ માટે કેવા પ્રકારની સામગ્રી બનાવવી જોઈએ?

બ્લોગ પોસ્ટ: ડિજિટલ માર્કેટિંગ માટે તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો અને ગૂગલ અને બિંગ જેવા સર્ચ એંજિનમાંથી SEO કરીને ટ્રાફિક મેળવી શકો છો.

ઇન્ફોગ્રાફિક્સ: કોઈ પણ મુશ્કેલ વિષયને સમજાવવા માટે તમે ઇન્ફૉગ્રાફિક્સ બનાવી શકો છો અને તેને Pinterest અને Instagram જેવા પ્લૅટફૉર્મમાં શેર કરી શકો છો અથવા બ્લોગ પોસ્ટમાં પણ શેર કરી શકો છો.

વિડિયો: તમે અલગ-અલગ તમારા વિષયને લગતા વિડિયો બનાવી શકો છો જેના દ્વારા વધારે લોકો તમારી સાથે જોડાશે.

પોડકાસ્ટ: અત્યારે લોકો ઓડિઓ સામગ્રી ખૂબ સાંભળી રહ્યા છે તો તમે પોડકાસ્ટ બનાવીને તેને Spotify જેવા ઘણા ઓડિઓ પ્લૅટફૉર્મ પર અપલોડ કરી શકો છો.

ઈ-બૂક: માર્કેટિંગ મટિરિયલ માટે તમે ઈ-બૂક બનાવીને તમારા ગ્રાહકો અથવા સબ્સક્રાઇબરને મફતમાં આપી શકો છો, જેમાં તમે પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ પ્રમોટ કરી શકો છો. 

ડિજિટલ માર્કેટિંગ માટે જરૂરી વસ્તુઓ

 • ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમારી સૌથી પહેલા પોતાના લક્ષ્યો નક્કી કરવા ખૂબ જરૂરી છે કે તમારે શું મેળવવું છે. જેમ કે સેલ્સ, લીડ્સ, બ્રાન્ડિંગ વગેરે.
 • તમારે કેવા લોકો સુધી પહોચવું છે અથવા પોતાના પ્રોડક્ટ કે સર્વિસને પહોચાડવું છે એ પણ નક્કી કરવું જોઈએ.
 • તમે જે પણ સામગ્રી બનાવો જેમ કે વિડિયો, પોસ્ટ વગેરે તો તેમાં વધારે સારી ક્વોલિટીની વેલ્યૂ હોવી જોઈએ.
 • હવે પોતાના પ્રોડક્ટ કે સર્વિસને કયા માધ્યમ દ્વારા પહોચાડવું છે એ પણ તમારે જાણવું જરૂરી છે.
 • ત્યારબાદ અંતમાં તમારે તેના પરિણામને ટ્રેક કરતું રહેવાનુ છે અને પોતાની સ્ટ્રેટજીને સુધારતા રહેવાની જરૂર છે.

ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગ જરૂરી છે?

ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગની જરૂર રહેતી નથી કારણ કે કોડિંગ કરવું તે એક ડેવલોપરનું કામ છે. તમારે માત્ર વેબસાઇટ અને સોફ્ટવેરને ઉપયોગ કરવાના હોય છે.

પણ જો તમને વેબસાઇટ અને એપમાં ઉપયોગ થતી પ્રોગ્રામિંગ અથવા માર્કપ ભાષા વિશે સામાન્ય માહિતી ખબર હશે તો એ પણ તમને વધારે ઉપયોગી થશે.

ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે કેટલો સમય લાગી શકે?

ડિજિટલ માર્કેટિંગ કોઈ એવો વિષય નથી જેને તમે સંપૂર્ણ શીખ્યા બાદ જ તેને પ્રેક્ટિકલી કરી શકો છો અથવા આ એવો વિષય પણ નથી જેને તમે સંપૂર્ણ શીખી શકો છો કારણ કે દરરોજ આ ફિલ્ડમાં કઈક નવું બદલાય છે અને અપડેટ આવે છે.

તમે 1-2 માહિનામાં જ શીખવા જેવુ ઘણું શિખીને તેના ઉપર કામ શરૂ કરી શકો છો અને કમાણી પણ શરૂ કરી શકો છો.

જેમ-જેમ તમે પોતાની સ્કિલ વધારતા અને શિખતા જશો એમ તમારા કામની વેલ્યૂ વધશે અને તમને પૈસા પણ ઘણા સારા મળશે.

ડિજિટલ માર્કેટિંગ દ્વારા પૈસા કેવી રીતે કમાવવા?

નોકરી: તમે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કોઈ કંપનીમાં નોકરી કરી શકો છો અને દર મહિને પોતાની સ્કિલ મુજબ પગાર મેળવી  શકો છો.

ફ્રીલાંસર: તમે ફ્રીલાંસર તરીકે પણ આ ફિલ્ડમાં કામ કરી શકો છો અને પોતાની ડિજિટલ માર્કેટિંગ સર્વિસ અલગ-અલગ લોકોને આપીને દર અલગ પ્રોજેકટના આધારે તમે પેમેન્ટ મેળવી શકો છો.

એજન્સી: તમે પોતાની ડિજિટલ માર્કેટિંગ સર્વિસ આપીને અને પોતાની એક ટીમ બનાવીને એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી બનાવી શકો છો અને કમાણી કરી શકો છો.

કોચિંગ: જો ડિજિટલ માર્કેટિંગમાં તમને અનુભવ હોય અને તમારી પાસે સ્કિલ હોય તો તમે ડિજિટલ માર્કેટિંગ બીજા લોકોને શીખવાડીને કમાણી કરી શકો છો જેમાં તમે પોતાનો કોચિંગ પ્રોગ્રામ, વેબિનાર, યુટ્યુબ ચેનલ, કોર્સ વગેરે લોન્ચ કરી શકો છો. તમે બીજા માર્કેટરને માર્ગદર્શન પણ આપી શકો છો.

આવી ઘણી રીતે તમે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં પૈસા કમાઈ શકો છો.

હવે આશા છે કે આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે. તમે તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી બધા જ લોકોને જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: