DMનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

મિત્રો શું તમને ખબર છે કે DMનું પૂરું નામ શું છે? તો આજે આપણે DM વિશે જ જાણવાના છીએ. સોશિયલ મીડિયાની દુનિયામાં DM ઘણું પ્રચલિત છે તો ચાલો આપણે જાણીએ DMનું ફુલ ફોર્મ અને DM વિશે બેઝિક જાણકારી, એમ તો DMના ઘણા અર્થ થાય છે પણ આજે આપણે સોશિયલ મીડિયામાં જે DM વપરાય તેના વિશે વાત કરવાના છીએ.

DMનું ફુલ ફોર્મ અને તેની જાણકારી


DMનું ફુલ ફોર્મ શું છે? (DM Full Form in Gujarati)

DMનું પૂરું નામ ડાઈરેક્ટ મેસેજ (Direct Message) થાય છે.


DM વિશે બેઝિક જાણકારી

  • DMનો સરળ અર્થ ડાઈરેક્ટ મેસેજ થાય છે જેને તમે ડાઈરેક્ટ મેસેંજિંગ પણ કહી શકો છો.

  • DMને તમે PM પણ કહી શકો છો કારણ કે PMનો અર્થ પ્રાઇવેટ મેસેજ (Private Message) અથવા પર્સનલ મેસેજ (Personal Message) પણ થાય છે. PMના પણ અન્ય ઘણા અર્થ થાય છે.
  • DM એક એવું ફીચર છે જેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2 યુઝરને એક બીજા સાથે વાત-ચિત કરવા માટે એક પ્રાઇવેટ જગ્યા મળે છે, જેમાં આ 2 યુઝર જ એકબીજા સાથે થયેલી વાત-ચિત જોઈ શકે છે.
  • DMની મદદથી કોઈ 1 યુઝર બીજા યુઝરને ડાઈરેક્ટ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશો મોકલી શકે છે.
  • DMનો વધારે ઉપયોગ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર વધારે જોવા મળે છે કારણ કે આ એપમાં તમને અંદર જ મેસેજ કરવાનો ઓપ્શન મળે છે જેનાથી તમારે મેસેજ કરવા માટે સ્પેશલ એપ ડાઉનલોડ નથી કરવી પડતી.
  • ફેસબુકમાં પણ યુઝર એક બીજાને ડાઈરેક્ટ મેસેજ મોકલી શકે છે પણ જો યુઝર ફેસબુકને પોતાના બ્રાઉઝરમાં ઉપયોગ કરે તો તે ફેસબુક મેસેંજર એપ વગર તેઓ મેસેજ કરી શકે છે પણ એંડ્રોઇડમાં યુઝરએ ફેસબુક દ્વારા મેસેજ કરવા માટે મેસેંજર ડાઉનલોડ કરવું પડે છે.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક બાજુ પબ્લિક જગ્યા હોય જેમાં યુઝર એક બીજાની પોસ્ટમાં જે કમેંટ કરે કે પોસ્ટ કરે તેને બધા જ લોકો જોઈ શકે છે પણ બીજી બાજુ 2 યુઝર પ્રાઇવેટ જગ્યામાં જ મેસેંજિંગ કરી શકે છે અને તેને ખાલી એ 2 યુઝર જ જોઈ શકે છે.
  • અમુક પ્લેટફોર્મ એવા હોય કે જેમાં યુઝરએ DM કરવા માટે સ્પેશલ એપ ડાઉનલોડ કરવી પડે છે જેમ કે વોટ્સએપ અને ટેલિગ્રામ, આ એપ્સમાં તમારે સ્પેશલ એપ ડાઉનલોડ કરવી પડે છે જેનાથી તમે તમારા મિત્રો સાથે ચેટિંગ કરી શકો છો.
  • તમે ઈમેલ દ્વારા પણ એક-બીજા સાથે કોમ્યુનિકેશન કરી શકો છો પણ અત્યારના સમયમાં ખૂબ ઓછા લોકો વાત-ચિત કરવા માટે ઈમેલનો ઉપયોગ કરે છે, વધારે ઈમેલનો ઉપયોગ બિઝનેસ માટે થાય છે.

મિત્રો આશા છે કે તમને આ DMનું ફુલ ફોર્મ (DM Full Form) અને તેના વિશે બેઝિક જાણકારી પસંદ આવી હશે, તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરીને જણાવો કે DMનું પૂરું નામ ડાઇરેક્ટ મેસેજ થાય છે. પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ આભાર.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

BIOSનું ફુલ ફોર્મ શું છે?

PNGનું ફુલ ફોર્મ શું છે?

AIનું ફુલ ફોર્મ શું છે?

OTPનું ફુલ ફોર્મ શું છે?

DPનું ફુલ ફોર્મ શું છે?