DOS નું ફુલ ફોર્મ શું? જાણો સરળ રીતે

DOS નું ફુલ ફોર્મ શું છે?

DOS નું ફુલ ફોર્મ શું છે?

DOS નું ફુલ ફોર્મ એટલે “ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ (Disk Operating System)“.

ડિસ્ક નામ છે એટલે કમ્પ્યુટર અથવા લેપટોપની અંદર આ DOS ને એક સિસ્ટમ સોફ્ટવેરના રૂપમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવેલું છે.

DOS એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર હોવાથી તે કમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેરની વચ્ચે એક ઈન્ટરફેસ બનાવીને કામ કરે છે.

DOS નું વર્ઝન માઇક્રોસોફ્ટ અને IBM જેવી કંપનીએ લોન્ચ કરેલું છે જેમાં માઇક્રોસોફ્ટ એ MS-DOS અને IBM એ PC-DOS વર્ઝન બનાવેલા છે જે 1981માં રજૂ થયું હતું. સૌથી વધારે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલા વર્ઝનનો ઉપયોગ વધારે થાય છે.

DOS વિશે માહિતી

DOS ના મુખ્ય 2 કમાન્ડ છે:

  • ઇન્ટરનલ કમાન્ડ : આ એક એવો કમાન્ડ છે જેમાં તમે કમ્પ્યુટરને ચાલુ કરો છો ત્યારે જ બધા કમાન્ડ લોડ થવા લાગે છે અને જ્યારે તમે કમ્પ્યુટર બંધ ના કરો ત્યાં સુધી તે મેમરીમાં લોડ થયા રાખે છે. જેમ કે date, time, ડિલીટ, ડિરેક્ટરી, કોપી, વગેરે
  • એક્સટર્નલ કમાન્ડ : આ પ્રકારના કમાન્ડ હાર્ડડિસ્ક અને ફ્લોપી ડિસ્કમાં લોડ થાય છે. તમે જ્યારે કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર એક્સેસ કરો છો ત્યારે આ કમાન્ડ લોડ થવાથી તમને ફાઈલ અને ફોલ્ડર જોવા મળે છે. જો તે ફાઈલ કે ફોલ્ડર ના બનેલું હોય તો તે તમને જોવા મળતું નથી. આની અંદરના કમાન્ડ જેમ કે પ્રિન્ટ, એડિટ, બેકઅપ, રિસ્ટોર, ફોર્મેટ વગેરે છે.

DOS ટેકનોલોજી જૂની હોવાથી બહુ સમય પહેલા જે કમ્પ્યુટર કે લેપટોપ બનાવવામાં આવતા હતા તેની અંદર આનો ઉપયોગ કરવામાં આવતો હતો. કદાચ તમને જાણકારી હોય તો આપણે એવું કેહતા કે આની અંદર DOS ઓપરેટિંગ સિસ્ટમ છે. તો બસ એ જ OS માં આ પ્રકાર DOS ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો.

DOS ના ભવિષ્ય વિશે વાત કરીએ તો હજુ પણ એવા ઘણા બધા કામ DOS ના ક્લોન તૈયાર કરીને ઉપયોગ કરવામાં આવે છે કારણ કે DOS કમાન્ડ સરળતાથી સેવ થઈ જાય છે. અને કોઈ પણ મેમરીમાં ઝડપથી લોડ થઈ જાય છે. ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષામાં પણ DOS ને એમબેડ કરીને ઉપયોગ કરવામાં આવે છે.

DOS પછી નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીમાં અત્યારે વિન્ડોઝનો ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે જેને પણ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલું છે.

DOS ને તમે વિન્ડોઝ ઓપરેટિંગની સાથે પણ ઇન્સ્ટોલ કરીને વાપરી શકો છો. પણ એના માટે તમારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અને તેના હાર્ડવેરને ધ્યાનમાં લઈને કરવું પડે છે.

આશા છે કે આ DOS ના ફુલ ફોર્મ વિશે તમને જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે જરૂર આ રસપ્રદ જાણકારી શેર કરો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-