DSL નું ફુલ ફોર્મ શું છે? | જાણો DSL ટેક્નોલોજી વિશે માહિતી

DSL in Gujarati

DSL નું ફુલ ફોર્મ શું છે?

DSL નું પૂરું નામ “ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન (Digital Subscriber Line)” છે.

DSL વિશે અન્ય જાણકારી

  • DSL એક સંચાર માધ્યમ (Communication Medium) છે. જેનો ઉપયોગ કોપરના વાયરથી બનાવેલી ટેલિકમ્યુનિકેશન લાઇન પર હાઈ સ્પીડ ઈન્ટરનેટને ટ્રાન્સફર કરવા માટે થાય છે. 
  • DSL ની મદદથી બ્રોડબેન્ડ સર્વિસ આપતી કંપનીઓ ઓછા ભાવમાં કનેકટીવીટી અને સારી સેવાઓ ગ્રાહકોને આપે છે.
  • DSL દ્વારા તમે ઇન્ટરનેટ ડેટાને ટ્રાન્સફર અને ટેલીફોન પર વાતચીત એમ બને એક સાથે કરી શકો છો, બસ તમારી પાસે DSL નુ મોડેમ હોવું જોઈએ. પહેલા જે ટેલિફોનની લાઇન તમારા ઘર સુધી આવતી હતી તેના દ્વારા જ ઇન્ટરનેટ કનેક્શન આ કેબલ દ્વારા પહોચાડી શકાય છે અને નવા કેબલ લગાવવાની જરૂર નથી પડતી.
  • DSL ટેકનોલોજી 1980 થી 1990 ની વચ્ચેના વર્ષોમાં લોકપ્રિય થવા લાગી હતી.
  • DSL ટેક્નોલોજીમાં ટેલીફોન તારનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં BSNL એવી કંપની છે જે તાર દ્વારા ટેલીફોન સર્વિસ આપે છે. BSNL કંપની DSL ટેકનોલોજીને આગળ વધારવા માટે એક અમૂલ્ય સેવા અને ફાળો આપે છે.
  • DSL મોડેમ વાયરલેસ હોય છે અને ઈથરનેટ કેબલ દ્વારા પણ ઉપયોગ કરી શકાય છે.
  • DSL ની લાઇન ઈન્ટરનેટ અને અવાજના સિગ્નલ બંનેને એક સાથે લઈ જઈ શકે છે. એનો મતલબ એવો થાય છે કે ફોનમાં કોલ કરવાની સાથે તમે ઇન્ટરનેટ પણ ઉપયોગ કરી શકો છો.
  • DSL નું યંત્ર સસ્તું હોય છે અને સારી રીતે સુરક્ષા પણ આપે છે.

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: