મિત્રો લગભગ તમે બધાએ DSLR કેમેરા જોયા છે. જો તમે ન જોયા હોય તો લગ્ન પ્રસંગમાં જે સ્ટુડિયો વાળા કેમેરામાં ફોટો પાડે છે તે DSLR કેમેરો જ કહેવાય. હવે આ કેમેરાનું ફુલ ફોર્મ કોઈને ખબર હોતી નથી અને તેના વિશે જાણકારી પણ છે નહિ તો આજે આપણે DSLR નું ફુલ ફોર્મ શુ છે? DSLR વિશેની જાણવા જેવી જાણકારી લઈશું.
DSLRનું ફુલ ફોર્મ શુ છે?
DSLRનું ફુલ ફોર્મ એટલે ડિજિટલ સિંગલ લેન્સ રીફલેક્સ (Digital Single Lens Reflex).
DSLR કેમેરા લેન્સ એટલે શું?
DSLR કેમેરા લેન્સ એટલે સરળ ભાષામાં કહીએ તો ફોટા પાડવા માટેનું ગેજેટ.
હવે તેમાં એક સિંગલ લેન્સ આપેલો હોય છે તે ઓબ્જેક્ટને કેપ્ચર કરે છે. આ કેમેરામાં એક સેન્સર રહેલું હોય છે જેનું કામ તમે લીધેલા ફોટાને ડાયરેક્ટ મેમરી કાર્ડમાં સ્ટોર કરી આપવાનું હોય છે. આ કેમેરો ફોટાને ડિજિટલના રૂપમાં કેપ્ચર કરે છે અને આની અંદર એક રીફ્લેક્સ લેન્સ આપેલો છે એટલે આ કેમેરાને ડિજિટલ સિંગલ લેન્સ રીફ્લેક્સ કહેવામાં આવે છે.
આ કેમેરાથી લીધેલો ફોટો એક ઉચ્ચ ગુણવત્તા વાળો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં સારો લેન્સ આપેલ હોય છે અને તેમાં સેન્સર પણ મોટું હોય છે. આ કેમેરાનું વજન બીજા કેમેરા કરતા ઘણું વધારે હોય છે.
કેમેરાની વાત કરીએ તો અત્યાર સુધીમાં DSLR કેમેરાની શોધ સૌથી સારી ગણવામાં આવે છે. જેના માધ્યમ થી માણસ પોતાની જીંદગીની યાદગાર પળો ફોટા સ્વરૂપે રાખી શકે છે.
DSLR કેમેરા કેવી રીતે કામ કરે છે?
DSLR કેમેરામાં અંદરના પાર્ટ્સ વિશે પહેલા જાણી લો.
- ફોકસિંગ સ્ક્રીન
- રીફ્લેક્શન મિરર
- ફોકસ ડિટેકશન સેન્સર
- સેકન્ડરી મિરર
- પેન્ટા પ્રિઝમ
- ઇમેજ સેન્સર
- કેમેરા લેન્સ
- કન્ડેન્સર લેન્સ
- હવે પ્રકાશ કેમેરા લેન્સમાંથી થઈને રીફ્લેક્શન મિરર પર આવે છે.
- રીફ્લેક્શન મિરરમાંથી થઇને ફોકસિંગ સ્ક્રીન પર જાય છે.
- ત્યારબાદ તે કન્ડેન્સર લેન્સ તરફ ટ્રાન્સફર થાય છે.
- કન્ડેન્સર લેન્સમાંથી પેન્ટા પ્રિઝમ પર જાય છે.
- ત્યારબાદ આઈ પીસ પર આવે છે અને ત્યારબાદ તમે ઓબ્જેક્ટને જોઈ શકો છો એટલે કે કાચની વિન્ડો હોય તેમાં કેમેરા આંખ પાસે રાખીને એનું પ્રિવ્યુ જોઈ શકો છો.
- હવે જ્યારે તમે કેપ્ચરની સ્વીચ દબાવશો એટલે તમને તે ઓબ્જેક્ટના ફોટા તમારા કેમેરાના મેમરી કાર્ડમાં સેવ થઈ જશે.
DSLR કેમેરા ની કિંમત કેટલી હોય છે.
DSLR કેમેરાની અંદાજીત કિંમત 10000 રુપિયા થી લઈને 3 લાખ સુધીના કેમેરા માર્કેટમાંથી મળી જાય છે. જેમ રૂપિયા વધારે તેમ કેમેરાની ક્વોલિટી સારી આવે છે.
DSLR કેમેરાના ફાયદા
- DSLR કેમેરામાં ફોટો પાડવાની સ્પીડ વધારે હોય છે.
- DSLR કેમેરાની ફોટોની ક્વોલિટી સારી આવે છે.
- DSLR કેમેરામાં તમે લેન્સ ગમે ત્યારે ચેન્જ કરી શકો છો.
- DSLR કેમેરામાં ઓપ્ટિકલ પ્રિવ્યુ જોવા મળે છે.
- DSLR કેમેરામાં ડસ્ટ દૂર કરવાની સિસ્ટમ હોય છે.
DSLRમાં ફોટો કેવી રીતે લેવાય છે.
સૌથી પહેલા કેમેરામાં કાચની એક વિન્ડો હોય છે તેમાંથી તમે પ્રિવ્યુ જોઈને સ્વીચ દબાવશો એટલે ફોટો પડી જશે.
તો આજે આપણે કેમેરાના ફુલ ફોર્મ વિશેની જાણકારી લીધી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા લોકો સુધી પહોંચાડીને એમનું નોલેજ વધે એવો પ્રયાસ કરો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ USBનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી
➤ IMEIનું ફુલ ફોર્મ | IMEI વિશે બેઝિક જાણકારી