DVR નું ફુલ ફોર્મ શું છે? DVR વિશે બેઝિક જાણકારી

મિત્રો તમે ઘણી વાર CCTV કેમેરાનું ઈન્સ્ટોલેશન જોયું હશે તેમાં કેમેરાની સાથે એક બીજું કાળા કલરનું બોક્સ જોવા મળે છે. આજે હું તમને આ બોક્સ વિશે જાણકારી આપવાનો છુ. 

આ બોક્સ બે પ્રકારના આવે છે જેમાં હું તમને એક પ્રકાર વિશે માહિતી આપીશ તો ચાલો જાણી લઈએ કે DVR નું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

DVR Full Form in Gujarati

DVR નું ફુલ ફોર્મ શું છે? – DVR Full Form in Gujarati

DVR નું ફુલ ફોર્મ ડિજિટલ વીડિયો રેકોર્ડર (Digital Video Recorder) છે. CCTV કેમેરા દ્વારા જે વીડિયો ફૂટેજ રેકોર્ડ થાય છે તે એનાલોગ સિગ્નલમાં રેકોર્ડ થાય છે. આ DVR એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. જેનાથી તમે વીડિયો ફૂટેજ સરળતાથી જોઈ શકો છો.

DVR વિશે બેઝિક જાણકારી

ડિજિટલ વીડિયો રેકોર્ડરના અલગ અલગ પ્રકાર

  • Embedded Digital Video Recorder

સામાન્ય રીતે આ પ્રકારના DVR નો ઉપયોગ વધારે જોવા મળે છે. આ DVR અન્યની સાપેક્ષે ઘણું સસ્તું આવે છે. આ રેકોર્ડરને તમે હેક નથી કરી શકતા અને તેના પર વાયરસનો ખતરો પણ નહિવત જેવો છે. આ પ્રકારમાં જે કેમેરામાંથી એનાલોગ સિગ્નલ આવે છે તેને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીને તેની અંદર લાગેલી સ્ટોરેજ ડિવાઇસમાં ડેટાને સ્ટોર કરે છે. આ રેકોર્ડર ખાલી એનાલોગ કેમેરાને સપોર્ટ કરે છે. 

  • Hybrid Digital Video Recorder

હાઇબ્રિડ પરથી ખબર પડી જાય કે આ વધારે ડિવાઇસને સપોર્ટ કરતું હશે. આ રેકોર્ડરમાં તમે એનાલોગ અને IP કેમેરાનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે ઓફીસ કે ઘરમાં જો તમારે એનાલોગ અને IP કેમેરાનો ઉપયોગ કરવો હોય તો તમારે હાઇબ્રિડ ડિજિટલ વીડિયો રેકોર્ડરનો ઉપયોગ કરવો જોઈએ.

  • કમ્પ્યુટરની અંદર ચાલે તેવું રેકોર્ડર (Personal Computer based Recorder)

આ પ્રકારને તમે DVR તો ના કહી શકો પણ કેમેરાની ફૂટેજ જોવા માટે કમ્પ્યુટરની અંદર કેપ્ચર કાર્ડ આપેલું હોય છે એટલે કે એક પ્રકારની સર્કિટ હોય છે. આ કાર્ડ કમ્પ્યુટરના મધર બોર્ડ સાથે જોડાયેલું હોય છે. આ પ્રકારમાં હાર્ડડિસ્કમાં જ ડેટા સ્ટોર થાય છે. 

DVR કામ કેવી રીતે કરે છે?

  • કેમેરામાંથી જે એનાલોગ ઇનપુટ સિગ્નલ આવે એ સીધા DVR માં જઈને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે.
  • DVR ની અંદર એક પ્રોસેસર રહેલું હોય છે જે ડેટાને કમ્પ્રેસ કરે છે.
  • કમ્પ્રેસ થયેલા ડેટાને DVR ની અંદર રહેલી સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર કરે છે.
  • આ સ્ટોર થયેલા ડેટા એટલે કે વીડિયો ફુટેજને તમે કમ્પ્યુટરની મદદથી મોનીટરમાં જોઈ શકો છો.

DVR ની અંદર કેટલા કેમેરા ચલાવી શકાય છે?

ડિજિટલ વીડિયો રેકોડિંગની અંદર તેની અલગ અલગ ચેનલ પ્રમાણે કેમેરા ચલાવી શકાય છે. ચેનલના પ્રકાર નીચે મુજબ છે.

  • 1, 4, 8, 16, 32, 64 ચેનલ DVR માર્કેટમાં મળે છે. 
  • હવે 1 ચેનલ હોય તો એમાં એક કેમરો ચાલે છે અને 8 ચેનલ હોય તો એમાં 8 કેમેરા ચાલે છે. હવે તમે સમજી ગયા હશો કે કેટલા કેમેરા માટે કેટલી ચેનલ વાળું DVR મોડેલ લેવું જોઈએ.

DVR ની અલગ અલગ કંપની લિસ્ટ

  • સેન્સકો (Sansco)
  • ઝોસી (Zosi)
  • અન્નકે (Annke)
  • દાહુઆ (Dahua)
  • ગોદરેજ (Godrej)
  • પેનાસોનિક (Panasonic)
  • હિકવિઝન(Hikvision)

DVR ની કિંમત કેટલી હોય છે?

DVR ની કિંમત 1000 થી 40000 રૂપિયા સુધી હોય છે. જે તેની સ્ટોરેજ કેપેસિટી અને ફીચર્સ પર આધારીત હોય છે.

મિત્રો આશા રાખું છું કે તમે હવે CCTV કેમેરાની સાથે આવતા DVR બોક્સ વિશે જાણી ગયા છો. જો તમને આ માહિતી રસપ્રદ લાગે તો બીજા લોકો સાથે જરૂર શેયર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-