આજે આપણે એક નવા ડિજિટલ પેમેંટ સિસ્ટમ વિશે વાત કરીશું જેમાં કોઈ પણ કાર્ડ કે ઇન્ટરનેટ બેંકિંગની જરૂરત નથી હોતી અને તેનું નામ e-RUPI છે. e-RUPI ખૂબ જ વિશ્વાસુ અને સુરક્ષિત પેમેંટ સિસ્ટમ છે જે કેશલેશ છે તો ચાલો જાણીએ કે આ e-RUPI શું છે? તે કેવી રીતે કામ કરશે જેવી વગેરે જાણકારી.
![]() |
Img Source:- www.npci.org.in |
e-RUPI શું છે? – What is e-RUPI in Gujarati
e-RUPI એક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે જે વાઉચર આધારિત કેશલેશ પેમેન્ટ સિસ્ટમ છે જેનો ઉપયોગ કરીને પૈસાનો જે પણ હેતુ છે તેને પૂર્ણ કરી શકાય છે. e-RUPI ને NPCI દ્વારા મેનેજ કરવામાં આવે છે જેનું પૂરું નામ “નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા” છે.
e-RUPI કોઈ ચલણ નથી, આ એક એવો રસ્તો છે જેના દ્વારા પૈસાને જે હેતુથી મોકલવામાં આવ્યા છે તે હેતુ સફળ રીતે પૂર્ણ થઈ શકે. e-RUPIને ઓગસ્ટ 2021માં PM Modi દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
e-RUPI નો ઉપયોગ QR કોડ અને SMS દ્વારા થઈ શકશે અને તેને NPCI સાથે જે પાર્ટનર બેન્ક જોડાયેલા છે તેના દ્વારા જનરેટ કરવામાં આવશે.
e-RUPI કેવી રીતે કામ કરે છે?
તમે e-RUPI વિશે થોડું ઘણું જાણી લીધું હશે તો ચાલો હવે આપણે જાણીએ કે આ e-RUPI કામ કઈ રીતે કરે છે.
ઉદાહરણ 1
ઉદાહરણ તરીકે સરકારે એક વિધ્યાર્થીની ચોપડીઓ લેવા માટે તેના ખાતામાં સહાયના પૈસા મોકલ્યા, તે વિધ્યાર્થીના વાલીએ તે પૈસાનો ઉપયોગ ચોપડીઓ લેવાની જગ્યાએ ઘરનું સામાન લેવા માટે કર્યો તો તે પૈસાનો સાચો ઉપયોગ ન થયો કારણ કે સરકારે તે પૈસા ચોપડીઓ લેવા માટે મોકલ્યા હતા પણ તેના વાલીએ ઘરનું કઈક સામાન લઈ લીધું.
પૈસાનો સાચો ઉપયોગ થઈ શકે એ માટે સરકારે e-RUPI લોન્ચ કર્યું.
સરકાર હવે તે વિધ્યાર્થીને e-RUPI વાઉચર આપશે જેમાં તે વાઉચરમાં અમુક નિર્ધારિત પૈસા હશે જેને રિડિમ કરીને તે વિધ્યાર્થી તેની ચોપડીઓ ખરીદી શકશે. હવે તે વાઉચરની એક કોપી QR કોડ દ્વારા અથવા SMS સ્વરૂપમાં તે વિધ્યાર્થીના મોબાઇલમાં હશે.
બીજી વાઉચરની કોપી દુકાનવાળા પાસે હશે જે વિધ્યાર્થીઓના ચોપડા વેંચતા હશે, હવે તે વિધ્યાર્થી જ્યારે ચોપડા ખરીદશે ત્યારે દુકાનવાળો તે વાઉચરમાં આપેલા QR કોડને સ્કેન કરશે અને તેને ચોપડા ખરીદ્યાના પૈસા મળશે.
હવે જો તે વિધ્યાર્થી તે વાઉચરનો ઉપયોગ કોઈ બીજા કામ માટે કરશે જેમ કે કપડાં ખરીદવા માટે તો તેમાં પેમેન્ટ નહીં થાય કારણ કે સરકારે તે વાઉચરની બીજી કોપી ચોપડા વેંચતા દુકાનદારોને જ આપી છે તેથી તે મેચ નહીં થાય અને આવી રીતે વિધ્યાર્થી તે e-RUPI વાઉચરનો ઉપયોગ માત્ર ને માત્ર ચોપડા ખરીદવા જ કરી શકશે.
ઉદાહરણ 2
ઉદાહરણ તરીકે તમે એક કંપનીમાં નોકરી કરો છો અને તહેવારોનો સમય છે તો તમારી કંપની એવું ઈચ્છે છે કે તમે 1000 રૂપિયાની મીઠાઇ ખરીદો, તેના માટે તમારી કંપનીએ તમને 1 હજાર રૂપિયાનું e-RUPI વાઉચર આપ્યું અને તમે તેનાથી મીઠાઇ ખરીદી શકશો.
હવે તમે તે e-RUPI વાઉચરનો ઉપયોગ મીઠાઇ ખરીદવા માટે જ કરી શકશો કારણ કે તમારા e-RUPI વાઉચરની બીજી કોપી બધા મીઠાઇ વાળા પાસે હશે અને તમારું વાઉચર જો એમના ડિવાઇસમાં મેચ થશે તો પેમેન્ટ સ્વીકાર કરવામાં આવશે બાકી ઇનવેલીડ બતાવવામાં આવશે.
તો આવી રીતે તમારે તે વાઉચરનો ઉપયોગ મીઠાઇ ખરીદવા માટે જ કરવો પડશે.
તો આવી રીતે આ e-RUPI વાઉચર કામ કરે છે.
e-RUPI ના ફાયદા – Benefits of e-RUPI in Gujarati
ચાલો હવે આપણે e-RUPI વિશેના ફાયદા જાણીએ કે આ કેવી રીતે બધાને ફાયદો આપશે.
- e-RUPI દ્વારા સરકાર ટ્રેક કરી શકશે કે તેમણે જે સુવિધા માટે લાભાર્થીઓને e-RUPI વાઉચર આપ્યું છે તેનો ઉપયોગ તેમને કર્યો છે કે હજુ નથી કર્યો.
- e-RUPI કેશલેશ અને સંપર્કરહિત ડિજિટલ પેમેન્ટ સુવિધા છે.
- e-RUPI માટે તમારે કોઈ ભારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર હોતી નથી અને તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા હોય એ પણ જરૂરી નથી, તમારે કોઈ પણ કાર્ડની પણ જરૂર હોતી નથી.
- e-RUPI દ્વારા પૈસા જે હેતુ માટે આપવામાં આવ્યા છે તે હેતુ સરળતાથી પૂરો થઈ શકશે.
- e-RUPI માં તમારું નામ ગુપ્ત રહે છે તેથી તે સુરક્ષિત અને વિશ્વસનીય છે.
- e-RUPI માં લાભાર્થી પાસે ઇન્ટરનેટ હોય તે પણ જરૂરી નથી કારણ કે આ QR કોડ દ્વારા હશે અથવા SMS દ્વારા હશે પણ જ્યાં તેને સ્કેન કરવામાં આવશે ત્યાં ઇન્ટરનેટ જરૂરી બની શકે છે.
- e-RUPI માં કોઈ વચેટિયા નથી હોતા જેથી પૈસા જે કામ માટે છે તેનો સંપૂર્ણ લાભ મળી શકશે.
તો મિત્રો આવી રીતે આજે આપણે e-RUPI વિશે સરળ ભાષામાં જાણકારી જાણવાનો પ્રયાસ કર્યો છે, જો તમને e-RUPI વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા વિચાર જરૂર જણાવજો અને તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ આ જાણી શકે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: