ઈમેલ માર્કેટિંગ શું છે? ઈમેલ માર્કેટિંગ શરૂ કેવી રીતે કરવું? જાણો

Email Marketing in Gujarati

ઈમેલ માર્કેટિંગ બધા જ પ્રકારના વ્યવસાયો માટે ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે જેના દ્વારા ગ્રાહકો સુધી પહોચી શકાય છે. જેમાં ખર્ચો ઓછો અને પરિણામ વધારે મળે છે.

એમ તો ઈમેલ માર્કેટિંગ ઇન્ટરનેટના શરૂઆતના દિવસોથી જ છે પણ હજુ પણ ઈમેલ માર્કેટિંગ પ્રોડક્ટ અને સર્વિસના પ્રમોશન માટે ઘણું સારું એક માધ્યમ છે.

આ પોસ્ટમાં તમને ઈમેલ માર્કેટિંગ વિશે જાણવા મળશે કે તે શું છે, તેની શરૂઆત, તેના પ્રકાર, ઈમેલ માર્કેટિંગ શરૂ કેવી રીતે કરવું વિશે માહિતી મળશે.

ઈમેલ માર્કેટિંગ શું છે? – What is Email Marketing?

ઈમેલ માર્કેટિંગ એક ડાઇરેક્ટ માર્કેટિંગની રીત છે જેમાં લોકોને અલગ-અલગ ઈમેલ મોકલવામાં આવે છે અને પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું પ્રમોશન કરીને તેને ડાઇરેક્ટ વેચવામાં આવે છે.

ઘણી વખત ઈમેલ દ્વારા ફ્રીમાં ન્યૂઝલેટર અથવા ઈ-બૂક વગેરે આપીને પણ પોતાનું પ્રોડક્ટ અને સર્વિસનું વેચાણ કરવામાં આવે છે.

વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાંથી લોકોના ઈમેલને મેળવીને તેમને ડાઇરેક્ટ માર્કેટિંગ મેસેજો મોકલવામાં આવે છે.

ઈમેલ દ્વારા પોતાના પ્રોડક્ટ કે સર્વિસના વેચાણને ઈમેલ માર્કેટિંગ કહેવાય છે અથવા ઈમેલ દ્વારા કસ્ટમર સુધી પોતાના પ્રોડક્ટ અને સર્વિસને પહોચાડવાની રીતને ઈમેલ માર્કેટિંગ કહેવાય છે.

ઈમેલ માર્કેટિંગનો ઇતિહાસ – History of Email Marketing

ઈમેલ માર્કેટિંગ ઈન્ટરનેટના શરૂઆતના દિવસોથી જ છે.

પ્રથમ ઈમેલ માર્કેટિંગ કેમ્પેન (Campaign) 1978માં ડિજિટલ ઈક્વિપમેન્ટ કોર્પોરેશનના માર્કેટર Gary Thuerk દ્વારા મોકલવામાં આવ્યું હોય એવું માનવામાં આવે છે.

તેમણે 400 ક્લાઈન્ટને નવા કમ્પ્યુટરનો પ્રચાર કરવા માટે ઈમેલ મોકલ્યો હતો.

આ ઈમેલ ARPANET ના વપરાશકર્તાઓને મોકલવામાં આવ્યો હતો અને તેનું વેચાણ $13 મિલિયન ડોલરમાં થયું હતું.

1980 અને 1990 ના દાયકા દરમિયાન ઈમેલ માર્કેટિંગનો વિકાસ વધતો રહ્યો હતો કારણ કે જેમની પાસે પોતાનો વ્યવસાય છે એવા લોકોએ ઈમેલને એક માર્કેટિંગ સાધન તરીકે જોવાનું શરૂ કર્યું હતું.

1990ના દાયકાની વચ્ચે HTML ઈમેલની રજૂઆત થઈ હતી અને તેના કારણે વધુ આકર્ષક ઈમેઈલની શરૂઆત થઈ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) અને ઈમેઈલ સર્વિસ પ્રોવાઈડર્સ (ESPs) વધવાને કારણે વ્યવસાયો માટે મોટી સંખ્યામાં ઈમેલ મોકલવાનું સરળ બન્યું.

આજે ઈમેલ માર્કેટિંગ, અલગ-અલગ વ્યવસાયો માટે તેમના ટાર્ગેટેડ કસ્ટમર સુધી પહોંચવા અને તેમના પ્રોડક્ટ અને સર્વિસને પ્રમોટ કરવાની લોકપ્રિય અને અસરકારક રીત છે.

ઈમેલ માર્કેટિંગના પ્રકાર – Email Marketing Types

ઈમેલ માર્કેટિંગના ઘણા અલગ-અલગ પ્રકારો છે જેમાં દરેકના પોતાના અલગ લક્ષ્યો અને સ્ટ્રેટજી છે.

Promotional emails: આ ઈમેલ કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવે છે.

Newsletter emails: આ ઈમેલ સામાન્ય રીતે રેગ્યુલર કોઈ ટાઈમલાઇનમાં મોકલવામાં આવે છે અને તેમાં સબ્સ્ક્રાઇબર્સને કોઈ અપડેટ, સમાચાર અને અન્ય ઉપયોગી માહિતી આપવામાં આવે છે. 

Welcome emails: આ ઈમેલ નવા સબ્સ્ક્રાઇબર્સને તેમનું સ્વાગત કરવા માટે મોકલવામાં આવે છે અને તેમને બ્રાન્ડ અથવા તેના પ્રોડક્ટ/સર્વિસનો પરિચય કરાવે છે. 

Abandoned cart emails: ઉદાહરણ તરીકે કોઈ યુઝરએ એક શોપિંગ વેબસાઇટમાં પ્રોડક્ટને પોતાના કાર્ટમાં મૂકી દીધું અને હવે તે યુઝર તે પ્રોડક્ટને ખરીદવાનું ભૂલી જાય તો તે તેને ખરીદે એ યાદ કરાવવા માટે એવો એક ઈમેલ મોકલવામાં આવે છે.

Re-engagement emails: આ ઈમેઈલ એવા સબ્સ્ક્રાઈબર્સને મોકલવામાં આવે છે કે જેમણે ઘણા સમયથી કોઈ બ્રાન્ડના ઈમેઈલ અથવા વેબસાઈટની મુલાકાત નથી લીધેલી હોતી, તો તેમને ફરીથી ઈમેલમાં અથવા વેબસાઇટમાં જોડાવા માટે આ ઈમેલ મોકલવામાં આવે છે.

Post-purchase emails:  આ ઈમેઈલ ગ્રાહકોને કોઈ પ્રોડક્ટની ખરીદી કર્યા પછી મોકલવામાં આવે છે, તેમને બીજી ખરીદી કરાવવા અથવા રિવ્યૂ લેવા માટે આ ઈમેલ મોકલવામાં આવે છે.

Educational emails: આ ઈમેલ સબ્સ્ક્રાઇબર્સને ચોક્કસ કોઈ વિષય પર શીખવાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે જેથી યુઝર તે બ્રાન્ડને તેની ઈન્ડસ્ટ્રીમાં એક ઓથોરીટી તરીકે ગણે.

Event invitation emails: આ ઈમેલ વેબિનાર અથવા કોન્ફરન્સ જેવી ઇવેન્ટમાં હાજરી આપવા માટે સબ્સક્રાઇબરને આમંત્રિત કરવા માટે મોકલવામાં આવે છે.

ઈમેલ માર્કેટિંગ કેમ જરૂરી છે? – Why is Email Marketing so Important?

ઘણા કારણોને લીધે ઈમેલ માર્કેટિંગ બધા જ વ્યવસાયો માટે પ્રોડક્ટ અને સર્વિસના પ્રમોશન માટે ખૂબ જ ઉપયોગી છે.

ખર્ચ-અસરકારક (Cost-effective): ઈમેલ માર્કેટિંગ બીજા જેટલા પણ માર્કેટિંગના માધ્યમ છે જેમ કે ટીવી અથવા પ્રિન્ટ તો તેના કરતાં આ ખૂબ જ સસ્તું છે. આમાં બસ તમારે અમુક સોફ્ટવેર ઉપર પૈસા ખર્ચ કરવા પડે છે અને તમારું કામ સરળ થઈ જાય છે.

વધારે ROI (High ROI): ઈમેલ માર્કેટિંગમાં તમે જેટલું ઇન્વેસ્ટમેંટ કરો છો એના કરતાં તમને તેનું રિટર્ન વધારે મળે છે. ઈમેલ માર્કેટિંગનો ROI વધારે હોય છે.

લક્ષિત (Targeted): ઈમેલ માર્કેટિંગ દ્વારા તમે તમારા ટાર્ગેટેડ કસ્ટમર સુધી પહોચી શકો છો. “કોઈ કસ્ટમર વિચારે કે આ ઈમેલ મને જ ખાસ મોકલવામાં આવ્યો છે” આવો અનુભવ કસ્ટમરને ઈમેલ દ્વારા આપી શકાય છે.

માપી શકાય તેવું (Measurable): ઇમેઇલ માર્કેટિંગ સરળતાથી માપી શકાય તેવું છે. તમે સરળતાથી જોઈ શકો છો કે તમારું કેમ્પેન સફળ રહ્યું છે કે નહીં અને તમે એ પ્રમાણે જલ્દી નિર્ણયો લઈ શકો છો.

Engaging: ઇમેલને Visually આકર્ષક અને Interactive બનાવવા માટે ડિઝાઇન કરી શકાય છે, લોકોને એવા ઈમેલ આકર્ષક અને રસપ્રદ લાગે છે. 

રિલેશનશિપ બનાવે છે (Builds relationships): ઇમેઇલ માર્કેટિંગ તમને સમય જતાં તમારા સબ્સ્ક્રાઇબર્સ અને ગ્રાહકો સાથે સારું રિલેશનશિપ બનાવવામાં મદદ કરે છે. 

આ કારણોને લીધે ઈમેલ માર્કેટિંગ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને તમારે જરૂર કરવું જોઈએ.

ઈમેલ માર્કેટિંગ કરવાનું કેવી રીતે ચાલુ કરવું? – How to Start Email Marketing?

તમે ઈમેલ માર્કેટિંગ વિશે ઘણું જાણી લીધું અને હવે તમે તેને શરૂ કેવી રીતે કરી શકો એ માટે આપણે જાણીશું.

  1. તમારું લક્ષ્ય: સૌથી પહેલા ઈમેલ માર્કેટિંગમાં તમારું લક્ષ્ય નક્કી કરો. તમે તમારા કોઈ પ્રોડક્ટ કે સર્વિસને ધ્યાનમાં રાખીને ઈમેલ માર્કેટિંગ દ્વારા શું પ્રાપ્ત કરવા માંગો છો એ નક્કી કરો.
  1. ઈમેલ આઈડી મેળવો: હવે તમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ દ્વારા તમારા ગ્રાહકોના ઈમેલ આઈડી મેળવો. 
  1. ઇમેઇલ માર્કેટિંગ પ્લેટફોર્મ પસંદ કરો: હવે ઈમેલ આઈડી મેળવ્યા પછી ઘણા પ્લૅટફૉર્મ છે જે તમને ઈમેલ મોકલવામાં મદદ કરે છે તો સારું ઈમેલ માર્કેટિંગ પ્લૅટફૉર્મ પસંદ કરો.
  1. ટાર્ગેટેડ કેમ્પેન બનાવો: હવે એક ટાર્ગેટ ઈમેલ માર્કેટિંગ કેમ્પેન બનાવો, જેમ કે તમને લાગે છે કે અમુક વિષયમાં રસ ધરાવતા લોકો જ તમારું પ્રોડક્ટ અને સર્વિસ ખરીદશે તો તેમને જ ઈમેલ મોકલો. જેમને જે વિષયમાં રસ છે એ રીતે સ્ટ્રેટજી બનાવીને એમને ઈમેલ મોકલો.
  1. તમારું ઇમેઇલ ડિઝાઇન કરો: હવે તમે જે ઈમેલ મોકલવાના છો એને સારી રીતે ડિઝાઇન કરો જેથી તે ઈમેલ જોઈને તમારા ગ્રાહકો તેને વાંચે અને સમજે.
  1. CTA મેસેજ બનાવો: હવે ઈમેલમાં એ રીતે લખાણ લખો કે ઈમેલ વાંચનાર વ્યક્તિ તમારા લેંડિંગ પેજ ઉપર જાય અને તમારું પ્રોડક્ટ ખરીદે, સારું CTA (Call to Action) ઉમેરો.
  1. એક્સપેરિમેંટ કરો અને ઑપ્ટિમાઇઝ કરો: હવે ઈમેલ મોકલ્યા પછી તેનું પરિણામ શું આવે છે એ પ્રમાણે તેને ઑપ્ટિમાઇઝ કરો જેથી તમે વધારે સેલ મેળવી શકો.

આ રીતે તમે ઈમેલ માર્કેટિંગની શરૂઆત કરી શકો છો.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે. જે લોકોને ડિજિટલ માર્કેટિંગમાં રસ છે એવા તમારા મિત્રોને જરૂર આ પોસ્ટ શેર કરો.