Ethernet એટલે શું?

સામાન્ય રીતે આપણે એકથી વધારે કમ્પ્યુટરને એક બીજા સાથે ડેટા શેર કરવા માટે વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તેમાં આપણે કોઈ પણ કેબલની જરૂર નથી પડતી.

પણ શું તમને ખબર છે કે Ethernet પણ એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા આપણે ઘણા-બધા કમ્પ્યુટરને એક સાથે કનેક્ટ કરીને ડેટા/ફાઇલ્સ શેર કરી શકીએ છીએ.

આજે આપણે જાણીશું “ઈથરનેટ (Ethernet)” વિશે જેના દ્વારા તમને કમ્પ્યુટર નેટવર્ક વિશે ઘણું શીખવા મળશે.

શું છે Ethernet ટેક્નોલોજી?

ઈથરનેટ (Ethernet) એટલે શું?

ઈથરનેટ એક ટેક્નોલોજી છે જેના દ્વારા આપણે ઘણા બધા કમ્પ્યુટરને એક સાથે કેબલ દ્વારા જોડી શકીએ છીએ અને તેનું એક લોકલ એરિયા નેટવર્ક બનાવી શકીએ છીએ.

શાળા/કોલેજ, સંસ્થાઓ, કોર્પોરેટ ઓફિસ, બસ ડેપો, રેલ્વે સ્ટેશન જેવી વગેરે જગ્યાઓ જ્યાં એક સાથે ઘણા બધા કમ્પ્યુટર છે ત્યાં Ethernet ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટાની સર્વિસ પણ આ Ethernet કેબલ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

શાળા/કોલેજ, સંસ્થાઓ, કોર્પોરેટ ઓફિસ, બસ ડેપો વગેરે જગ્યાએ કર્મચારીઓ એક બીજાના કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટાની લેવડ-દેવડ ઝડપી કરી શકે તે માટે ઈથરનેટનો ઉપયોગ કરે છે.

Ethernet ની શરૂઆત

  • વર્ષ 1973 અને 1974 ની વચ્ચે Ethernet ને “Xerox Parc” માં બનાવવામાં આવ્યું હતું..
  • “Xerox Parc” માં Xerox કોર્પોરેશન પણ કંપની છે અને “Parc” પણ એક રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપની છે.
  • “Xerox Parc” માં એક ઇલેકટ્રીકલ એન્જિનિયર “Robert Metcalfe” ટિમ લીડર હતા અને તેમની ટિમ દ્વારા આ ટેક્નોલોજીની શોધ કરવામાં આવી હતી.
  • Robert Metcalfe” એમને એવી ટેક્નોલોજી બનાવી જે એક સાથે ઘણા બધા કમ્પ્યુટરને એક સાથે લાંબા અંતરે પણ કનેક્ટ કરી શકે છે.

Ethernet કેવી રીતે કામ કરે છે?

  • Ethernet માટે એક રાઉટર અને થોડા ઈથરનેટ કેબલની જરૂર હોય છે.
  • Ethernet કેબલના એક ભાગને અલગ – અલગ કમ્પ્યુટર અથવા લેપટોપના પોર્ટમાં લગાવવામાં આવે છે.
  • આ કેબલના બીજા ભાગને રાઉટરમાં લગાવવામાં આવે છે.
  • રાઉટરમાં એક કેબલ મેન લાઇનથી આવે છે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલો હોય છે.
  • આવી રીતે રાઉટર અને કેબલ દ્વારા બધા કમ્પ્યુટર એક – બીજા સાથે મળીને એક નેટવર્ક બનાવે છે, આ નેટવર્કમાં બધા કમ્પ્યુટર એક – બીજા સાથે ડેટા શેર કરી શકે છે.

Ethernet અને WiFi માં શું ફરક છે?

  • ઈથરનેટ કનેક્શન કેબલ દ્વારા થાય છે અને વાઈફાઈ વાયર વગર ઉપયોગ કરી શકાય છે, ઈથરનેટમાં તમારે ઇન્ટરનેટ માટે એક જ જગ્યા પર બેસીને કામ કરવું પડે છે અને વાઈફાઈમાં તમે તે વાઈફાઈ એરિયામાં ક્યાં પણ જઈ શકો છો.
  • ઈથરનેટ કેબલમાં ઇન્ટરનેટ સ્પીડ એકધારી હોય છે અને વાઈફાઈમાં વચ્ચે ઘણી વખત અવરોધ આવતા હોય છે જેથી સ્પીડમાં વધઘટ થતી હોય છે.
  • ઈથરનેટ ડેટા ટ્રાન્સફર કરવા માટે સારો વિકલ્પ છે, તેને હેક કરવું મુશ્કેલ છે પણ વાઈફાઈમાં હેકર જલ્દી છેડ-છાડ કરી શકે છે.

Ethernet ના ફાયદા

  • ઈથરનેટ કનેક્શન બીજા પ્રકારના કનેક્શનની તુલનામાં સસ્તું છે.
  • ઈથરનેટમાં કેબલ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે અને આનાથી તમારો ડેટા વધારે સુરક્ષિત રહે છે.
  • આ નેટવર્કની સંભાળ રાખવાનું અને તેને રિપેર કરવાનું કામ સરળ છે.
  • ઈથરનેટમાં ખૂબ ઝડપી ડેટા ટ્રાન્સફર થાય છે જેની સ્પીડ 1 થી 100 Gbps સુધી હોય છે.

આ હતી Ethernet વિશે સામાન્ય જાણકારી, જે તમને જરૂર ઉપયોગી થઈ હશે. તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: 

આર્ટીકલ વર્ઝન -2