FB નું પૂરું નામ “ફેસબુક (Facebook)” છે.
ફેસબુક એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જેની વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા તમે અકાઉંટ બનાવીને તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ઓનલાઇન જોડાઈ શકો છો.
ફેસબુક પ્લૅટફૉર્મ મેટા કંપનીનું છે. ફેસબુકની શરૂઆત માર્ક ઝુકરબર્ગ દ્વારા 2004માં કરવામાં આવી હતી.
હાલમાં ફેસબુક દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે. મેટા કંપનીનું નામ પહેલા ” Facebook, Inc” હતું જેના અંદર ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.
2021માં ” Facebook, Inc” નું નામ બદલાઈને “Meta Platforms, Inc” થઈ ગયું હતું. Meta Platforms, Inc ની અંદરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા પ્લૅટફૉર્મને ચલાવવામાં આવે છે.