FTP નું ફુલ ફોર્મ શું છે?

FTP નું ફુલ ફોર્મ શું છે?

FTP નું ફુલ ફોર્મ – FTP Full Form

FTP નું ફુલ ફોર્મ “ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ (File Transfer Protocol)” છે.

FTP એક નેટવર્ક પ્રોટોકોલ છે જેના દ્વારા ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ/ઇન્ટરનેટ પ્રોટોકોલમાં અલગ-અલગ કમ્પ્યુટરઓ વચ્ચે ફાઈલોને ટ્રાન્સફર કરી શકાય છે.

ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ/ઇન્ટરનેટ પ્રોટોકોલને ટૂંકમાં TCP/IP કહેવાય છે જે એવા અમુક નિયમો અથવા સ્ટાન્ડર્ડ છે જેના દ્વારા આજે આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તે કામ કરે છે.

TCP/IP માં FTP ને એક એપ્લિકેશન લેયર પ્રોટોકોલ તરીકે ગણવામાં આવે છે. આનાથી સર્વર કમ્પ્યુટરમાંથી આપણાં કમ્પ્યુટર સુધી ફાઈલો ટ્રાન્સફર કરી શકાય છે.

આપણાં કમ્પ્યુટરને લોકલ હોસ્ટ કહેવાય છે અને સામે જે સર્વર કમ્પ્યુટર હોય છે તેને રિમોટ હોસ્ટ કહેવાય છે.

રિમોટ હોસ્ટમાં FTP ની સર્વિસ સેટઅપ હોવી જોઈએ અને લોકલ હોસ્ટમાં FTP માટેના સોફ્ટવેર ઇન્સ્ટોલ હોવા જોઈએ જેના દ્વારા લોકલ હોસ્ટ FTP ની સર્વિસનો ઉપયોગ કરી શકે છે.

FTP ની જેમ જ TCP/IP માં બીજા પણ પ્રોટોકોલ હોય છે જેમ કે HTTP જેનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. HTTP દ્વારા આજે આપણે TCP/IP માં અલગ-અલગ વેબસાઇટને એક્સેસ કરી શકીએ છીએ.

અમારી અન્ય પોસ્ટ: