GIFનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

જો તમને ખબર હોય તો તમે ઇન્ટરનેટ પર એવી ઇમેજ જોઈ હશે જે કેટલીક સેકન્ડ માટે મુવ કરતી હોય અને બદલતી રહેતી હોય તો આજની જાણકારી અમે આજે તમારા માટે રસપ્રદ GIFનું ફુલ ફોર્મ એટલે શું? તેના વિશે બેઝિક જાણકારી લઈને આવ્યા છે.

GIFનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

GIFનું ફુલ ફોર્મ એટલે શું?

GIFનું ફુલ ફોર્મ એટલે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ (Graphical Interchange Format).

GIF વિશે બેઝિક જાણકારી

◆ GIF આ એક એવું ફોર્મેટ છે જેમાં ફોટો અમુક સેકન્ડ માટે ઇન્ટરચેન્જ થયા કરે છે.

◆ આ પ્રકારના ફોર્મેટવાળી ઇમેજ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પિંટરેસ્ટ અને Giphy વગેરે પર જોવા મળે છે. ઘણી ઇમોજી પણ આ GIF ફોર્મેટમાં બનાવવામાં આવી છે.

◆ ઘણા ફોટો એવા જોયા હશે કે જેમાં મોશન લેસ ફોટો તેની લંબાઈ અને પહોળાઈમાં જોવા મળે છે પણ આ gif ફોર્મેટવાળી ઇમેજ ફોટોને મોશન આપે છે અને તે પણ લંબાઈ, પહોળાઈ અને સમયમાં ગોઠવાયેલી જોવા મળે છે.

◆ GIF ઇમેજમાં કેવું હોય કે ઘણા બધા ફોટોને એક સાથે અમુક સેકન્ડમાં ડિસ્પ્લે પર સમય પ્રમાણે અલગ અલગ દેખાય છે અને એ પણ તમને એક જ ઇમેજમાં સિક્વન્સમાં જોવા મળે છે.

◆ કોઈપણ ફોટો હોયને તો એનું ફોર્મેટ .jpg અથવા .jpeg હોય છે પણ એમાં ફોર્મેટ .gif હોય છે. ધારો કે તમારો ફોટો છે તો તેનું નામ આપીએ techzword.jpg અને જીફ ફોટો હોય તો તેને techzword.gif આ પ્રકારમાં સેટ કરવામાં આવે છે.

◆ એક સ્ટાન્ડર્ડ જીફ ઇમેજમાં ટોટલ 256 કલરનો ઉપયોગ થાય છે.

◆ GIFની શરૂવાત 1987ના વર્ષમાં થઇ હતી અને તેને કોમ્પ્યુસર્વે દ્વારા પહેલી વાર પબ્લિશ કરવામાં આવી હતી. કોમ્પ્યુસર્વેએ એક અપડેટ વર્ઝનને રિલીઝ કર્યું હતું જેનું નામ GIF 89a હતું.

◆ GIFનો વધારે ઉપયોગ વેબસાઇટમાં બેનર અને બટન મુકવા માટે થાય છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઇમોજી, બેનર, બટન મુકવા માટે પણ થાય છે.

GIFના પ્રકાર નીચે મુજબ છે.

 1. GIF 87a : આ સૌથી પહેલું વર્ઝન છે. જેમાં તેની ફાઇલ LZW તરીકે સપોર્ટ કરતી હતી. આ ફોર્મેટમાં 256 કલર, મલ્ટીપલ ફોટો સ્ટોરેજનો વિકલ્પ રાખવામાં આવ્યો હતો.
 2. GIF 89a : આ વર્ઝનમાં થોડા એડિશનલ ફીચર્સ મુકવામાં આવ્યા જેમ કે એનિમેશન બેકગ્રાઉન્ડ, ફોટો રિપ્લેસમેન્ટ, ટાઇમિંગ વગેરે.

GIF ઇમેજ ઇન્ટરનેટ પર કેવી રીતે અને ક્યાં મળે તે નીચે મુજબ છે.

 1. સૌથી પહેલા તો તમારે play storeમાં જવાનું છે.
 2. ત્યારબાદ સર્ચ વિન્ડોમાં લખવાનું GIPHY.
 3. હવે જે એપ આવે તેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.
 4. ઇન્સ્ટોલ પછી એપને ખોલો.
 5. ત્યારબાદ તમને તે એપમાં ઘણી બધી GIF ફાઈલ જોવા મળશે.
 6. હવે જે જીફ ફાઈલ તમારે ફોનમાં સેવ કરવી છે તો તેના માટે તે ફાઈલ પર ક્લિક કરવાથી તમને ડાઉનલોડ કરવાનું કહેશે. તો સેવ કરશો એટલે મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે.
 7. ડાઉનલોડ કરેલી ફાઈલ તમને તમારા મોબાઈલની ગેલેરીમાં જોવા મળશે. જેમાં અલગથી જ એક GIPHYના ફોલ્ડરની અંદર જોવા મળશે.

 GIF ફાઈલનો ઉપયોગ કેમ કરવો જોઈએ જે નીચે મુજબ છે.

 1. તમારી વેબસાઈટને આકર્ષવા માટે થાય છે.
 2. બેનર અને બટન મૂકીને તમે તમારી વેબસાઇટને ડાયનેમિક રૂપ આપવા માટે થાય છે.
 3. તમારા પ્રોડક્ટની gif ફાઈલ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને પ્રોડક્ટનું માર્કેટિંગ પણ કરી શકો છો.

GIF વિશે અમે તમને બેઝિક જાણકારી અને તેનું ફુલ ફોર્મ જણાવવાનો પ્રયાસ કરેલો છે, આશા છે કે તમને આ પોસ્ટ જરૂર પસંદ આવશે, તમારા મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ કઈક નવું જાણવા મળે. ત્યાં સુધી અમારી અન્ય પોસ્ટ પણ નીચેથી જરૂર વાંચો.

 • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

સિમ (SIM)નું ફુલ ફોર્મ અને તેનો અર્થ

DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

OTPનું ફૂલ ફોર્મ અને તેનો અર્થ

IMEIનું ફુલ ફોર્મ | IMEI વિશે બેઝિક જાણકારી