ગૂગલ એડ્સ (Google Ads) એક ઓનલાઇન જાહેરાત માટેનું પ્લૅટફૉર્મ છે જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે.
ગૂગલ એડ્સમાં લોકો અથવા વ્યવસાયો પોતાના પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત ઇન્ટરનેટ પર ગૂગલના સર્ચ એંજિન, યુટ્યુબ અને ગૂગલના અન્ય નેટવર્કમાં બતાવી શકે છે.
ગૂગલ એડ્સનું જૂનું નામ “ગૂગલ એડવર્ડ્સ (Google Adwords)” હતું.
જાહેરાત કરનારા લોકો ગૂગલ એડ્સમાં અલગ-અલગ લોકેશન, કીવર્ડ, લોકોની પસંદગી-નાપસંદગી મુજબ પોતાની જાહેરાતો અલગ-અલગ લોકો સુધી પહોચાડી શકે છે.
ગૂગલ એડ્સમાં “પે પર ક્લિક (Pay Per Click – PPC)” અને “પે પર ઇમ્પ્રેશન (Pay Per Impression – PPI)” આધારિત જાહેરાતો ચલાવી શકાય છે.