Google Authenticator શું છે? ઓનલાઇન સુરક્ષા માટે જાણો આ ટૂલ વિશે..!!

Google Authenticator

ટેક્નોલોજીની દુનિયામાં બધા લોકોના કામ ઓનલાઈન થતા જાય છે. હવે ઓનલાઈન કામ કરવું હોય તો એકાઉન્ટ તો બનાવવું પડે અને એકાઉન્ટ બનાવ્યા પછી હવે એ એકાઉન્ટ કેટલું સલામત છે તેની ચિંતા આપણને હંમેશા રહેતી હોય છે.

આપણે જોતા આવ્યા છીએ કે ઘણા બધા એકાઉન્ટના આઈડી અને પાસવર્ડ ચોરી થઈ જતા હોય છે.

તો તમારી આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમે ગૂગલની એક એવી એપ લઈને આવ્યા છીએ જેનું નામ છે “ગૂગલ ઓથેંટિકેટર (Google Authenticator)”.

તો ચાલો આ વિશે જાણીએ.

Google Authenticator એટલે શું?

અત્યાર સુધી આપણે ઓનલાઇન એકાઉન્ટ અને તેની સેફટી માટે આપણે 2 સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા આવ્યા છીએ.

2 સ્ટેપ વેરિફિકેશનની અંદર તમને મોબાઈલમાં મેસેજ દ્વારા OTP આવે છે.

હવે Google કંપનીએ Google Authenticator એપ્લિકેશન 2010માં લોન્ચ કરી જેમાં તમારા અલગ-અલગ એકાઉન્ટના OTP દર એક મિનિટમાં બદલાય છે અને આ ઓટીપી તમે જ્યારે લોગીન કરો ત્યારે ઉપયોગમાં લાગે છે.

Google Authenticator નો ઉપયોગ સિક્યુરિટી માટે થાય છે. જેના દ્વારા તમે Google, Facebook, Microsoft, Instagram વગેરે જેવા ઘણા અલગ-અલગ એકાઉન્ટને સુરક્ષિત કરી શકો છો.

Google Authenticator Screenshot
Source: Play Store

Google Authenticator કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે Google Authenticator ને કોઈ પણ વેબસાઈટ, એપ્લિકેશન અને સર્વિસ સાથે લિંક કરો છો ત્યારે તે એક સિક્રેટ કી જનરેટ કરે છે જે તમારા ડિવાઇસમાં QR Code ના ફોર્મેટમાં જોવા મળે છે. હવે તમારે Google Authenticator એપ્લિકેશનમાં આ QR Code ને સ્કેન કરીને તમે તેને લિંક કરી શકો છો.

જ્યારે તમે કોઈ પણ વેબસાઈટ, એપ્લિકેશન અને સર્વિસના એકાઉન્ટમાં લોગીન કરશો ત્યારે તે તમારી પાસેથી એક ઑથેન્ટિકેશન કોડ માંગશે.

આ કોડ Google Authenticator એપ્લિકેશન ખોલશો એટલે તેમાં તમે જે સર્વિસ ઉમેરી છે તેમાં તમને જોવા મળશે.

આ કોડ દર 1 મિનિટમાં અપડેટ થઈ જતો હોય છે. આ કોડને તમે લોગીન કરતી વખતે એન્ટર કરી દેશો એટલે તમારી ઓળખ વેરીફાય થઈને તમારું એકાઉન્ટ લોગીન થઈ જશે.

Google authenticator, TOTP એટલે કે Time based One Time Password અને HOTP એટલે કે HMAC-based one-time password જનરેટ પર કામ કરે છે. આ એક એપ્લિકેશનની મદદથી OTP જનરેટ કરે છે અને આ OTP 6 આંકડાનો હોય છે.

Google Authenticator ના ફાયદા કયા-કયા છે?

  • Extra Security : Google Authenticator તમારા એકાઉન્ટને એક્સ્ટ્રા સિક્યુરિટી આપે છે જેમાં તમારે એકાઉન્ટમાં લોગીન કરવા માટે 2 વસ્તુની જરૂર પડે છે, એક તો તમારો પાસવર્ડ અને બીજું Authenticator નો કોડ. જો આ બંને વસ્તુ તમારી પાસે હોય તો જ તમારું એકાઉન્ટ લોગીન થશે. જેનાથી તમારા એકાઉન્ટના ડેટા સુરક્ષિત રાખી શકાશે.
  • Easy to Use : Google Authenticator નો ઉપયોગ કરવો અને સેટઅપ કરીને એકાઉન્ટ લિંક કરવું એકદમ સરળ છે.
  • Free to Use: Google Authenticator ની સર્વિસ ફ્રી છે. આનો ઉપયોગ કરવા માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમારા એકાઉન્ટને સુરક્ષિત કરી શકો છો.
  • Multiple Accounts Support: Google Authenticator ઘણા બધા એકાઉન્ટને સપોર્ટ કરે છે અને તમે બધા એકાઉન્ટને એક એપ્લિકેશનમાં જ લિંક કરી શકો છો.
  • Offline Access : Google Authenticator નો ઉપયોગ તમે ઑફ્લાઈન પણ કરી શકો છો. જેમાં તમારે ઈન્ટરનેટ કનેકટીવીટીની જરૂર પડતી નથી.
  • Wide Compatibility : Google Authenticator એ TOTP પ્રોટોકોલને ફોલો કરે છે. જે એક open standard છે અને બીજા ઘણા TOTP એપ્લિકેશનની સાથે કામ કરે છે જેમકે Authy, LastPass Authenticator, Microsoft Authenticator વગેરે. 

આ બધા ફાયદા તો છે પણ મહત્વનો ફાયદો એ છે કે તમે તમારા એકાઉન્ટને ચોરી થતા અટકાવી શકો છો. જેનાથી તમારી Personal Information, Financial Details, અને Sensitive Data ને બચાવી શકાય છે.

Google Authenticator ના ગેર-ફાયદા કયા-કયા છે?

  • Device Dependency : Google Authenticator એ ડિવાઇસ ઉપર આધારિત છે. જેનો અર્થ એવો થાય છે કે જો તમે તમારો મોબાઈલ ગુમાવો છો અથવા તો મોબાઈલને બદલાવો છો તો તમારે બધા એકાઉન્ટને ફરીથી લિંક કરવા પડશે.  કારણકે તમારા જે ઑથેન્ટિકેશન કોડ હોય છે તે પણ ગુમ (Lost) થઈ જાય છે.
  • No Backup : Google Authenticator માં બેકઅપ લેવાની સુવિધા નથી એટલે તમે જ્યારે મોબાઈલને Reset કરો છો અથવા તો ફોર્મેટ કરો છો ત્યારે ઑથેન્ટિકેશન કોડ પણ ડિલીટ થઈ જાય છે અને બધા એકાઉન્ટને ફરી એક વખત લિંક કરવા પડે છે.
  • QR code Scanning : Google Authenticator માં એકાઉન્ટને લોગીન કરવા માટે QR Code સ્કેન કરવો જરૂરી છે. જો તમારા મોબાઈલનો કેમેરો ખરાબ હોય અથવા કેમેરાની ગુણવતા સારી ના હોય તો QR Code ને સ્કેન કરવામાં પ્રોબ્લેમ આવે છે ત્યારે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહિ.

નિષ્કર્ષ

Google Authenticator, એ તમારા ઑનલાઇન એકાઉન્ટ્સની સુરક્ષા વધારવા માટે એક મહત્વની સર્વિસ છે. અને જ્યાં પણ શક્ય હોય ત્યાં તેનો ઉપયોગ કરવાની અમારી ભલામણ છે.

અત્યારે તમે કોઈ પણ પ્રોફેશનમાં હોવ, તમારે પોતાના એકાઉન્ટની સુરક્ષા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.