જેમ ડિજિટલ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ શિક્ષણ પણ ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ઓનલાઇન આગળ વધી રહ્યું છે. આપણે વર્ષ 2000ની વાત કરીએ તો શિક્ષણમાં વિધ્યાર્થી પાટી અને પેન લઇને સ્કૂલે ભણવા માટે જતા હતા.
આજે 2021ના વર્ષમાં લોકો ઓનલાઇન શિક્ષણને લઇ રહ્યા છે. અમુકને ખબર હશે કે ઓનલાઇન શિક્ષણ માટેના ઘણા બધા પ્લેટફોર્મ અને ઘણી બધી વેબસાઈટ, એપ્લિકેશન હાલમાં કાર્યરત છે પણ એમાંથી ક્યાં પ્લેટફોર્મ સુરક્ષિત છે તેના વિષે ઘણા બધા પાસે માહિતી હોતી નથી.
આજે હું એક એવા પ્લેટફોર્મ વિશે માહિતી આપવાનો છું. જેમાંથી તમે ઘણું નવું શીખી શકશો અને આ એક સુરક્ષિત એવું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનું નામ છે ગૂગલ વર્ગખંડ (Google Classroom). તો ચાલો જાણીએ Google Classroom એટલે શું? વિદ્યાર્થી અને ટીચર માટેનું એક ઓનલાઇન પ્લેટફોર્મ જેના વિશે આપણે જાણીશું.
ગૂગલ વર્ગખંડ એટલે શું ? – Google Classroom in Gujarati?
ગૂગલ વર્ગખંડ (Google Classroom) એટલે ગૂગલ દ્વારા બનાવામાં આવેલું એક એવું પ્લેટફોર્મ જેમાં સ્કૂલ માટે નિઃશુલ્ક વેબ સેવા સર્વિસ આપવામાં આવે છે. આ પ્લેટફોર્મ બનાવવા માટેનો એક માત્ર હેતુ શિક્ષણની બનાવટ, શિક્ષણનું વિતરણ અને શિક્ષણને ગ્રેડિંગ આપીને સરળ બનાવાનું છે. આ પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થી અને ટીચર વચ્ચે શિક્ષણના ડેટાને શેયર કરવા માટે થાય છે.
ગૂગલ વર્ગખંડની શોધ ક્યારે થઈ અને તેનો ઉપયોગ તમે શેમાં કરી શકો?
ગૂગલ વર્ગખંડની શોધ 12 ઓગસ્ટ 2014માં થઈ છે અને આ ગૂગલ વર્ગખંડની સર્વિસ એન્ડ્રોઇડ, આઈફોન અને વેબ માટે ઉપલબ્ધ છે. તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ એન્ડ્રોઇડ મોબાઇલ, આઈફોન અને બ્રાઉઝરમાં વેબસાઈટ ખોલીને કરી શકો છો.
ગૂગલ વર્ગખંડની પ્રાઈવસી અને સિક્યુરિટી વિશેની જાણકારી
- ગૂગલ વર્ગખંડ તમારો ડેટા સુરક્ષિત રાખે છે
કોઈપણ સ્કૂલ હોય તેનો જે ડેટા છે તે તેની માલિકીનો છે તેને સુરક્ષિત રાખવો તે ગૂગલ વર્ગખંડની જવાબદારી છે.
ગૂગલની કોઈપણ પ્રોડક્ટ હોય તે હંમેશા તેની સિક્યુરિટી માટે આગળ રહ્યું છે. ગૂગલ હંમેશા આપણા માટે સુરક્ષિત સર્વર અને પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. હવે આપણા ડેટા જયારે તેના સર્વર પર સ્ટોર થાય છે ત્યારે તેમની પાસે રહેલી સર્વર સંચાલન ટિમ દ્વારા તમારા ડેટાને સુરક્ષિત રખાય છે અને તેનું સંચાલન સરળ રીતે કરે છે.
- ગૂગલ વર્ગખંડનો કંટ્રોલ તમે ગૂગલ વર્કસ્પેસ દ્વારા કરો છો તો તમને કોઈપણ પ્રકારની ગૂગલની જાહેરાત જોવા નથી મળતી અને જો તમે ગૂગલ વર્ગખંડનો ઉપયોગ તમારા પર્સનલ જીમેલ એકાઉન્ટ થી કરો છો તો તમને તેમાં જાહેરાત જોવા મળી શકે છે.
- ગૂગલ વર્ગખંડ પ્લેટફોર્મ શિક્ષક અને વિદ્યાર્થીનો ડેટા હંમેશા માટે સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છે.
ગૂગલ વર્ગખંડના ફીચર્સ કયા કયા છે?
ધ્યાનમાં લો: આ ફીચર્સ પર્સનલ જીમેલ એકાઉન્ટ માટેના છે.
- 1 ક્લાસમાં 20 શિક્ષક કામ કરી શકે છે.
- 1 કલાસમાં શિક્ષક અને વિદ્યાર્થી થઈને 250 લોકો કામ કરી શકે છે.
- 1 દિવસમાં 250 મેમ્બર કલાસને જોઈન કરી શકે છે.
- 1 દિવસમાં 30 ક્લાસ બનાવી શકો છો.
- 1 દિવસમાં 1 શિક્ષક દ્વારા 100 લોકોને જોઇન થવા માટે આમંત્રણ મોકલી શકાય છે.
- 1 ક્લાસમાં 200 ટોપિક પર કામ કરી શકે છે.
ગૂગલ કલાસરૂમની હિસ્ટરી શુ છે?
ગૂગલ કલાસરૂમ એ G suite એજ્યુકેશન પ્રોગ્રામનો હિસો હતો. ત્યારબાદ ગૂગલે આમાં ઘણા બધા નવા ફીચર્સને ઉમેર્યા જેમ કે 2015ના વર્ષમાં ગૂગલે આની અંદર API અને શેયર બટનના ફીચર્સને જોડી દીધું, ત્યારબાદ ગૂગલે આની અંદર કેલેન્ડર અને સમય, તારીખના ફીચર્સને પણ ઉમેરી દીધું અને આના પછી નવી અપડેટમાં અસાયનમેન્ટ અને સવાલના ટાસ્કને પણ ઉમેરી દીધું કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કામને વધુ સરળ બનાવી શકાય. ત્યારપછી ગૂગલે આની અંદર કલાસરૂમની સુવિધા ચાલુ કરી જેનાથી શિક્ષક તેના વિદ્યાર્થીને કામ (વર્ક) આપી શકે.
ગૂગલ કલાસસરૂમના ફાયદા કયા કયા છે.
- ગૂગલ કલાસરૂમનો ઉપયોગ કરી શિક્ષક તેના વિદ્યાર્થીને ઓનલાઇન કામ આપી શકે છે અને તે કામને ચેક પણ કરી શકે છે.
- ગૂગલ કલાસરૂમની મદદથી સમય બચી શકે છે.
- ગૂગલ ઑટોમેટિક તેના વિદ્યાર્થીના કામનું લિસ્ટ તેના માતા પિતાને મેલ દ્વારા મોકલી આપે છે જેનાથી તેને પણ ખબર પડે કે કેટલું કામ થાય છે.
- ગૂગલ કલાસરૂમમાં બધા જ પ્રકારના રેકોર્ડ અને ડોક્યુમેન્ટને સરળતા થી સ્ટોર કરી શકાય છે.
ગૂગલ ક્લાસરૂમમાં અકાઉંટ બનાવ્યા બાદ આગળની પ્રોસેસ
તમે ગૂગલ ક્લાસરૂમની વેબસાઇટ classroom.google.com પર જઈને સાઇન ઇન કરી શકો છો અને તેમની એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો આજની આ જાણકારીમાં અમે તમને ગૂગલ કલાસરૂમ વિશેની બેઝિક જાણકારી આપી છે, નજીકના ભવિષ્યમાં અમે તમારા માટે ગૂગલ કલાસરૂમની સંપૂર્ણ સિરીઝ લઈને આવાના છીએ. જો તમને આ જાણકારી રસપ્રદ લાગી હોય તો શિક્ષક અને વિદ્યાર્થી સુધી શેયર કરજો. અમારી સાથે જોડાઈ રહેવા માટે આપનો દિલથી આભાર.
અમારી અન્ય પોસ્ટ:-