ઘણી વખત આપણે ગૂગલ ડ્રાઇવમાંથી વધારે સાઇઝની ફાઈલો ડાઉનલોડ કરતાં હોઈએ છીએ.
જેમ કે તમે ગૂગલ ડ્રાઇવમાંથી એક 5 GB નો વિડિયો ડાઉનલોડ કરો છો અને તે અડધો ડાઉનલોડ થઈને અટકી જાય છે અને તમારા કમ્પ્યુટરમાં તે પૂરો ડાઉનલોડ જ નથી થતો.
હવે આવી સમસ્યા આવે તો શું કરવું? ચાલો આપણે આ સમસ્યાને દૂર કરીએ.
- જ્યારે આવી પરિસ્થિતી તમારી સામે આવે તો તમારે નીચે પ્રમાણેના પગલાં અનુસરવાના રહેશે:
- સૌથી પહેલા ગૂગલ ડ્રાઇવમાં એક ફોલ્ડર બનાવો.
- હવે જે ફાઇલ તમારે ડાઉનલોડ કરવાની છે એના ઉપર રાઇટ ક્લિક કરીને “Make a copy” કરીને તેની એક કોપી બનાવો અને તે કોપી ફાઇલને તે નવા બનાવેલા ફોલ્ડરમાં “Move” કરો.
- હવે આ તમારા કમ્પ્યુટરમાં એક ખાલી .txt ફાઇલ બનાવો જે તમારા નોટપેડ દ્વારા બની જશે.
- હવે આ ખાલી .txt ફાઇલને તમે તે નવા બનાવેલા ગૂગલ ડ્રાઇવ ફોલ્ડરમાં મૂકો.
- હવે જે તમારે ફાઇલ ડાઉનલોડ કરવાની છે એ અને બીજી .txt ફાઇલ એમ બંનેને સિલેક્ટ કરીને એક સાથે ડાઉનલોડ કરો.
- હવે બંને ફાઇલ અલગ-અલગ ડાઉનલોડ થશે જેમાં તમારી જે વધારે સાઇઝ ધરાવતી ફાઇલ અને .txt ફાઇલ સંપૂર્ણ ડાઉનલોડ થઈ જશે.
આ રીતે ગૂગલ ડ્રાઇવમાં તમારે મોટી સાઇઝની ફાઇલ ડાઉનલોડ કરવામાં સમસ્યા આવે તો તમે આ રીતને અનુસરી શકો છો અને તમને ગૂગલ ડ્રાઇવમાંથી મોટી ફાઈલો ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.
તમારો ખૂબ આભાર.