Google I/O શું છે? જાણો

મિત્રો તમે હમણાં થોડા દિવસોથી Google I/O ના સમાચાર જરૂર સાંભળ્યા હશે પણ તમારા મનમાં સવાલ જરૂર થયો હશે કે આ Google I/O શું છે? તો ચાલો આજે આપણે વાત કરીશું ગૂગલ I/O વિશે…

Google I/O શું છે? જાણો

Google I/O શું છે?

મિત્રો, Google I/O એક ડેવલોપર કોન્ફરન્સનું નામ છે જે દર વર્ષે ગૂગલ કંપની દ્વારા યોજવામાં આવે છે જેમાં ગૂગલમાં થતાં નવા નવા અપડેટ, ઇનોવેશન, પ્રોડક્ટ વગેરે વિશે કઈક નવું બહાર પાડવામાં આવે છે.

આ એક મોટા ઈવેન્ટ જેવુ હોય છે જ્યાં ગૂગલના કર્મચારીઓ અને સોફ્ટવેર ડેવલોપર ભેગા થાય છે.

“I/O” એટલે “Input/Output” અને તેનું એક સ્લોગન પણ છે જે છે “Innovation in the Open“.

Google I/O ની શરૂઆત

આ ગૂગલની સૌથી પહેલી ડેવલોપર કોન્ફરન્સ મિટિંગ વર્ષ “2008” માં યોજવામાં આવી હતી.

2008 થી 2015 ની “Google I/O” “Moscone Center, San Francisco, California” માં યોજવામાં આવી હતી.

2016 થી 2019 સુધીની “Google I/O” “Shoreline Amphitheatre, Mountain View, California” માં યોજાઇ હતી.

2020 માં કોરોનાની પરિસ્થિતીને “Google I/O” ઈવેન્ટ રદ્દ કરવામાં આવી હતી.

2021 માં આ ઈવેન્ટ ઓનલાઇન હતી અને 2022 માં આ ઈવેન્ટ “Shoreline Amphitheatre, Mountain View, California” માં થઈ હતી.

દર વર્ષે આ “Google I/O” ની કોન્ફરન્સ “મે – જૂન” ના મહિનામાં થાય છે.

આ કોન્ફરન્સમાં લગભગ 5000 જેટલા લોકો જોડાય છે. હવે આવતી કોન્ફરન્સ 2023માં થશે.


મિત્રો આશા છે કે તમને આજે Google I/O વિશે કઈક નવું જાણવા મળ્યું હશે. તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: